G20 Summit: રોમમાં જી20 દેશોએ વૈશ્વિક તાપમાન દોઢ ડિગ્રી ઘટાડવા પર વ્યક્ત કરી સહમતિ

G20 Summit: ગ્લોબલ વોર્મિંગની ચિંતાઓ વચ્ચે જી 20 દેશ વૈશ્વિક તાપમાનને 1.5 ડિગ્રી ઘટાડવા પર રાજી થઈ ગયા છે. 

G20 Summit: રોમમાં જી20 દેશોએ વૈશ્વિક તાપમાન દોઢ ડિગ્રી ઘટાડવા પર વ્યક્ત કરી સહમતિ

રોમઃ G20 Summit: ઇટાલીના રોમમાં જી-20 શિખર સંમેલનમાં બધા સભ્ય દેશોએ મોટો નિર્ણય લીધો છે. ગ્લોબલ વોર્મિંગની ચિંતાઓ વચ્ચે જી20 દેશ વૈશ્વિક તાપમાનને 1.5 ડિગ્રી ઘટાડવા પર રાજી થઈ ગયા છે. સૂત્રો પ્રમાણે જી20 નેતાઓએ એગ્રીમેન્ટ પર સહમતિ વ્યક્ત કરી છે. 

પ્રિન્સ ચાર્લ્સે કહી આ વાત
પ્રિન્સ ચાર્લ્સે વિશ્વના નેતાઓને બાળકોની હતાશા ભરેલી અપીલ પર ધ્યાન આપવાની વિનંતી કરી, જે જળવાયુ પરિવર્તનના દુષ્પ્રભાવોનો સામનો કરશે. તેમણે કહ્યું કે સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં રવિવારથી આરંભ થયેલ સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ સંમેલન ખરેખર પૃથ્વીને બચાવવાની છેલ્લી તક છે. ચાર્લ્સે રોમમાં બેઠક કરી રહેલા જી20 નેતાઓને કહ્યુ કે, તેમની પાસે ભવિષ્યની પેઢીઓની જવાબદારી છે. 

તેમણે કહ્યું- તે બાળકોનો અવાજ સાંભળવો અસંભવ નથી જે તમને ધરતીના રક્ષક માને છે, તેના ભવિષ્યની જવાબદારી તમારા હાથોમાં છે.

પર્યાવરણ સંરક્ષણના સમર્થક ચાર્લ્સે કહ્યુ- સરકારોએ નેતૃત્વકારી ભૂમિકા નિભાવવી જોઈએ પરંતુ અમે જે સમાધાન ઈચ્છીએ છીએ તેની ચાવી ખાનગી ક્ષેત્રની પાસે છે. ચાર્લ્સ ગ્લાસગો સીઓપી-20 સંમેલનમાં સોમવારે જી20 નેતાઓનું સ્વાગત કરવાના છે. તેમાં તેમના માતા મહારાણી એલિઝાબેથ દ્વિતીય હાજરી આપવાના હતા, પરંતુ ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. 

નેતાઓ સાથે પીએમ મોદીએ ટ્રેવી ફાઉન્ટેનનો પ્રવાસ કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે જી20 શિખર સંમેલનથી અલગ વિશ્વના અન્ય નેતાઓ સાથે અહીં પ્રસિદ્ધ ટ્રેવી ફાઉન્ટેનનો પ્રસાવ કર્યો. આ ફુવારો ઇટાલીમાં સૌથી વધુ જોવાતા સ્મારકોમાંથી એક છે અને પર્યટકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે. ઐતિહાસિક ફુવારાએ તે ઘણા ફિલ્મકારોને આકર્ષિત કર્યા છે, જેણે બારોક કલા-શૈલી વાળા આ સ્મારકને રૂમાની સ્થળના પ્રતિકના રૂપમાં લોકપ્રિય બનાવ્યું છે. 

G20 ઇટાલીએ ટ્વિટ કર્યું, "G20 પ્રતિનિધિમંડળના વડાઓએ G20 રોમ સમિટના બીજા દિવસની શરૂઆત ટ્રેવી ફાઉન્ટેનની મુલાકાત સાથે કરી, જે શહેરના એક આઇકોનિક સીમાચિહ્ન છે, જે વિશ્વના સૌથી સુંદર ફુવારાઓમાંના એક છે." લગભગ 26.3 મીટર ઊંચો અને 49.15 મીટર પહોળો, તે શહેરનો સૌથી મોટો બેરોક ફુવારો છે અને વિશ્વના સૌથી પ્રખ્યાત ફુવારાઓમાંનો એક છે. 

પ્રધાનમંત્રી મોદી ઇટાલીના પ્રધાનમંત્રી મારિયો દ્રેગીના નિયમંત્રણ પર 30થી 31 ઓક્ટોબર સુધી રોમમાં જી20 શિખર સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. ઇટલી પાછલા વર્ષે ડિસેમ્બરથી જી20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news