Israel માં કોરોનાનો ભારતીય વેરિએન્ટ મળી આવતા હડકંપ, આટલા લોકો થયા સંક્રમિત

ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) કહેર મચાવી રહ્યો છે. સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે. આ બધા વચ્ચે ભારતમાં પહેલીવાર ઓળખાયેલા કોવિડ-19નો નવો વેરિએન્ટ ઈઝરાયેલમાં મળી આવ્યો છે.

Israel માં કોરોનાનો ભારતીય વેરિએન્ટ મળી આવતા હડકંપ, આટલા લોકો થયા સંક્રમિત

જેરુસેલમ: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) કહેર મચાવી રહ્યો છે. સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે. આ બધા વચ્ચે ભારતમાં પહેલીવાર ઓળખાયેલા કોવિડ-19નો નવો વેરિએન્ટ ઈઝરાયેલમાં મળી આવ્યો છે. આ વાતની જાણકારી ઈઝરાયેલના એક સ્વાસ્થ્ય મંત્રીએ આપી. આ સાથે જ બ્રિટન અને આયરલેન્ડે પણ કહ્યું છે કે તે નવા વેરિએન્ટની તપાસ કરી રહ્યા છે. 

ઈઝરાયેલમાં અત્યાર સુધી 8 લોકો સંક્રમિત
ઈઝરાયેલના સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે ભારતમાં મળી આવેલા કોરોના વાયરસના નવા વેરિએન્ટના આઠ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ગત સપ્તાહ ઈઝરાયેલમાં ભારતીય વેરિએન્ટના સાત કેસ મળી આવ્યા હતા જે વિદેશથી આવનારા લોકોમાં મળ્યા હતા. 

નવા વેરિએન્ટ પર રસી આંશિક રીતે ઓછી પ્રભાવી
સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે કોવિડ-19ના ભારતીય વેરિએન્ટ વિરુદ્ધ Pfizer/BioNTech ની રસી આંશિક રીતે ઓછી પ્રભાવી છે. મંત્રાલયના મહાનિદેશક હેઝી લેવીએ પણ કહ્યું કે 'ફાઈઝર વેક્સીનમાં તેના વિરુદ્ધ પ્રભાવ ઓછો છે.' 

ઈઝરાયેલમાં લોકોના ચહેરાથી માસ્ક હટાવવાનો આદેશ
અત્રે જણાવવાનું કે ઈઝરાયેલની વસ્તી લગભગ 9.3 મિલિયન છે અને 16 વર્ષથી વધુ ઉમરના લગભગ 81 ટકા નાગરિકોને રસી અપાઈ ચૂકી છે. આ સાથે જ ત્યાં કોવિડ-19 સંક્રમણ અને હોસ્પિટલોમાં દાખલ થનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ત્યારબાદ ઈઝરાયેલે માસ્ક પહેરીને નીકળવાના જરૂરિયાતને ખતમ કરી છે. માસ્ક હટાવવાનો આદેશ આપનારો કદાચ ઈઝરાયેલ દુનિયાનો પહેલો દેશ છે. 

ઈઝરાયેલમાં ફક્ત 2110 એક્ટિવ કેસ
વર્લ્ડોમીટરના જણાવ્યાં મુજબ ઈઝરાયેલમાં અત્યાર સુધીમાં 8 લાખ 37 હજાર 357 લોકો કોવિડ-19ની ઝપેટમાં  આવી ચૂક્યા છે. જેમાંથી 6346 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જો કે અત્યાર સુધીમાં 8 લાખ 28 હજાર 902 લોકો રિકવર પણ થયા છે. ઈઝરાયેલમાં હવે 2110 જ એક્ટિવ કેસ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news