ઇરાનનો મુંહતોડ જવાબ: અમેરિકન સેનાને આતંકવાદી સેના જાહેર કરી દીધી !
ઇરાનના સાંસદોએ ગત્ત અઠવાડીયે એક વિધેયકને મંજુરી આપી હતી, જેમાં મધ્ય-પૂર્વમાં અમેરિકી સૈન્યને આતંકવાદી સેના ગણાવી હતી
Trending Photos
તેહરાન : ઇરાનનાં મીડિયામાં જણાવાયું કે સંસદે એક વિધેયકને મંજુરી આપી છે જેમાં અમેરિકાની સમગ્ર ફોજને આતંકવાદી ગણાવાયા છે. ઇરાનનાં સાંસદોએ ગત્ત અઠવાડીયે એક વિધેયકને મંજુરી આપી હતી જેમાં મધ્ય-પૂર્વમાં અમેરિકી આર્મીને આતંકવાદી ગણાવાયા હતા. ત્યાર બાદ આ વિધેયક રજુ કરવામાં આવ્યું છે. આ અગાઉ અમેરિકાએ ઇરાનનાં રિવોલ્યુશનરી ગાર્ડને આતંકવાદી ગણાવાયા હતા. અર્ધ સરકારી એટલો સંવાદ સમિતીએ સમાચાર આપ્યા કે મંગળવારે સત્રમાં 215 સાંસદોમાંથી 173એ મતદાન કર્યું.
વિધેયકમાં તેમ પણ માંગ કરવામાં આવી છે કે ઇરાનની સરકાર તે અન્ય સરકારોની વિરુદ્ધ પણ અનિર્દિષ્ટ કાર્યવાહી કરે જે ઔપચારિક રીતે અમેરિકાનાં તે પદનામનું સમર્થન કરે છે, જે તેણે ઇરાનની સેના માટે આપ્યું છે. સાઉદી અરબ, બહરીન અને ઇઝરાયેલએ ટ્રમ્પ તંત્રનાં પદનામનું સમર્થન કર્યું છે.
રિવોલ્યુશનરી ગાર્ડમાં આશરે સવાલાખ સૈનિક છે
ઇરાનમાં રિવોલ્યુશનરી ગાર્ડકોરની સ્થાપના 1979ની ઇસ્લામિક ક્રાંતિ બાદ થઇ હતી. હાલ રિવોલ્યુશનરી ગાર્ડમાં આશરે સવા લાખ સૈનિક છે. શરૂઆતમાં આ સૈન્ય એકમ ઇરાનમાં માત્ર આંતરિક દળ તરીકે જ કામ કરતા હતા. જો કે 1980માં જ્યારે ઇરાકનાં સરમુખત્યાર સદ્દામ હુસૈને ઇરાન પર હુમલો કર્યો તો આ રિવોલ્યુશનરી ગાર્ડની શક્તિને વધારી દેવામાં આવી. ત્યારે ઇરાનનાં સર્વોચ્ચ નેતા અયાતોલ્લાહ ખોમેનીએ આ સૈન્ય દળને પોતાની જમીન, નૌસેના અને વાયુસેનાઓ આપી છે.
રિવોલ્યુશનરી ગાર્ડમાં આશરે સવાલાખ સૈનિક છે
ઇરાનમાં રિવોલ્યુશનરી ગાર્ડ કોરની સ્થાપના 1979ની ઇસ્લામિક ક્રાંતિ બાદ થઇ હતી. હાલ રિવોલ્યુશનરી ગાર્ડમાં આશરે સવા લાખ સૈનિક છે. શરૂઆતમાં આ સૈન્ય એખમ ઇરાનમાં માત્ર આંતરિક દળ તરીકે જ કામ કરતા હતા. જો કે 1980માં જ્યારે ઇરાનનાં સરમુખત્યાર હુમલો કર્યો તો આ રિવોલ્યુશનરી ગાર્ડને શક્તિ વધારી દેવામાં આવી. ત્યારે ઇરાનનાં સર્વોચ્ચ નેતા આયોતુલ્લાહ ખોમેનીએ આ સૈન્ય દળને પોતાની જમીન પર નૌસેના અને વાયુસેનાઓ આપી.
રિવોલ્યુશનરી ગાર્ડની નજર હેઠળ ઇરાન બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમ ચાલે છે
રિવોલ્યુશનરી ગાર્ડની નજર હેઠળ ઇરાનની બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમ ચાલે છે. ગત્ત દિવસોમાં અમેરિકાની તમામ ચેતવણી છતા પણ તેને અનેક મિસાઇલ પરિક્ષણ કર્યા હતા. ઇરાનના સંવિધાન અનુસાર રિવોલ્યુશનરી ગાર્ડની જવાબદારી માત્ર ઇરાનનાં સર્વોચ્ચ નેતા પ્રત્યે હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે