પોતાની ધરતી પર ભારત વિરોધી પોસ્ટરોથી આ દેશ કાળઝાળ, પાકિસ્તાનની બરાબર ઝાટકણી કાઢી

પાકિસ્તાન દ્વારા ઈરાન ખાતેના પોતાના દૂતાવાસને ભારત વિરોધી ગતિવિધિઓ માટે ઉપયોગ કરવા બદલ ઈરાને આકરું વલણ અપનાવ્યું છે.

પોતાની ધરતી પર ભારત વિરોધી પોસ્ટરોથી આ દેશ કાળઝાળ, પાકિસ્તાનની બરાબર ઝાટકણી કાઢી

નવી દિલ્હી/તેહરાન: પાકિસ્તાન દ્વારા ઈરાન ખાતેના પોતાના દૂતાવાસને ભારત વિરોધી ગતિવિધિઓ માટે ઉપયોગ કરવા બદલ ઈરાને આકરું વલણ અપનાવ્યું છે. ઈરાની અધિકારીઓએ 15 ઓગસ્ટના રોજ ઉત્તર પૂર્વ શહેર મશહદ સ્થિત પાકિસ્તાની દૂતાવાસની દીવાલો પર લાગેલા ભારત વિરોધી પોસ્ટરો હટાવી દીધા છે. 

15 ઓગસ્ટના રોજ તથાકથિત 'કાશ્મીર સોલિડેરિટી ડે'ના આ પોસ્ટર કોન્સ્યુલેટની દીવાલો પર લગાવવામાં આવ્યાં હતાં. પરંતુ અડધી રાતે જ સ્થાનિક પોલીસ દ્વારા તેને હટાવી દેવાયા હતાં. 

ઈરાને કહ્યું અનુશાસનહીન રણનીતિ
ઈરાને પાકિસ્તાનની આ બધી વાતોને અનુશાસનહીન રણનીતિ ગણાવી. તેહરાને ઈસ્લામાબાદને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈ ત્રીજા દેશ વિરુદ્ધ આ પ્રકારના પોસ્ટરો લગાવવા એ રાજનયિક માપદંડો વિરુદ્ધ છે. પાકિસ્તાને એક મૌખિક નોટ દ્વારા આ મુદ્દાને ઉઠાવ્યો તો તહેરાને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો. તહેરાનમાં અધિકારીોએ પાકિસ્તાની રાજનયિકોને સવાર કર્યો કે જો ઈસ્લામાબાદમાં ઈરાની મિશનની દીવાલો પર સાઉદી અરબ વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવે તો શું પાકિસ્તાન તેની મંજૂરી આપશે. 

ભારત કોઈ દુશ્મન નથી
જો કે પાકિસ્તાન પોતાની દલીલ પર મક્કમ રહ્યું અને તેણે દાવો કર્યો કે તેને મિશનનો અધિકાર છે કે તેને કોઈ સંદેશ પ્રદર્શિત કરવાનો અધિકાર છે. ઈરાને કહ્યું કે પાકિસ્તાન સાથે તેના મિત્રતાપૂર્ણ સંબંધ રહ્યાં છે પરંતુ  ભારત પણ કઈ તેનો દુશ્મન દેશ નથી. 

જુઓ LIVE TV

આ બધા વચ્ચે ભારતે આ મુદ્દો ઉઠાવ્યો છે અને દિલ્હીમાં ઈરાનના રાજદૂતને એક વિરોધ નોટ સોંપી છે. આ ઘટના અગાઉ પણ ઈરાનમાં પાકિસ્તાની મિશન દ્વારા કોઈ પણ મંજૂરી વગર ભારત વિરોધી બે પ્રદર્શન યોજાયા હતાં. 

અત્રે જણાવવાનું કે પાકિસ્તાની દૂતાવાસ અને વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓ દ્વારા સતત ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ અપાઈ રહ્યો છે. ગત અઠવાડિયે પાકિસ્તાની નાગરિકો અને ખાલિસ્તાન સમર્થકોએ લંડનમાં ભારતીય દૂતાવાસની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત વોશિંગ્ટન, દક્ષિણ કોરિયા, જર્મનીમાં પણ ભારતીય દૂતાવાસ સામે પાકિસ્તાનીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news