ઇન્ડોનેશિયા વિમાન દુર્ધટનામાં મોટો ખુલાસો, અગાઉની ઉડાનમાં સર્જાઇ હતી ટેકનિકલ ખામી
કંપનીના અધિકારીએ આ ઘટના પછી કહ્યું છે કે જો વિમાન દુર્ધટનાગ્રસ્ત થયું છે, તેની આગઉ ઉડના દરમિયાન ટેકનિકલ ખામી સર્જાઇ હતી.
Trending Photos
નવી દિલ્હી: ઇન્ડોનેશિયામાં સોમવાર સવારે થયેલી વિમાન દુર્ધટનામાં એરલાયન્સ કંપનીના એક મોટા અધિકારીએ મોટો ખુલાસો કર્યો છે. કંપનીના અધિકારીએ આ ઘટના પછી કહ્યું છે કે જો વિમાન દુર્ધટનાગ્રસ્ત થયું છે, તેની આગઉ ઉડના દરમિયાન ટેકનિકલ ખામી સર્જાઇ હતી. જોકે કંપનીની પ્રક્રિયા અંતર્ગત તેનું સમારકામ કરવામાં આવ્યું હતું.
કંપનીના અધિકારી એડ્વર્ડ સિરાતે જણાવ્યું હતું કે આ વિમાને સોમવારે ઉડાનથી પહેલા બીજી મુસાફરી કરી હતી. તેમનું કહેવું છે કે આ વિમાને તેની અગાઉની ઉડાન હેઠળ ડેનપાસરથી સેન્ગકારેન્ગ (જકાર્તા)ની મુસાફરી કરી હતી. તે દરમિયાન તેમાં ટેકનિકલ ખામી સામે આવી હતી. પરંતુ પ્રોસીઝરના હેઠળ આ ટેકનિકલ ખામીને દુર કરવામાં આવી હતી. તે દરમિયાન તેમણે જણાવ્યું ન હતું કે ટેકનિકલ ખામી શું હતું.
અધિકારીએ જણાવ્યું કે જે મોડલનું વિમાન સોમવારે દુર્ધટનાગ્રસ્ત થયું છે, લોયન એરની પાસે તેજ મોડલના 11 વિમાન છે. આ વિમાન બોઇન્ગ 737 મેક્સ 8 મોડલનું છે. પરંતુ આ વિમાનના ઉપરાંત 10 વિમાનોમાં આ પ્રમાણેની કોઇપણ ટેકનિકલ ખામી જોવા મળી હતી. તેમણે કહ્યું કે જોકે ભવિષ્યમાં આ 10 વિમાનોની સેવાઓ બંધ કરવાને લઇ કોઇ નિર્ણય કર્યો નથી.
તમને જણાવી દઇએ કે ઇન્ડોનેશિયામાં સોમવાર સવારે મોટી વિમાન દૂર્ધટના સર્જાઇ હતી. આ ઇન્ડોનેશિયાન એરલાયન્સનું વિમાન સોમવાર સવારથી ગુમ થયા બાદ જાવા દરિયામાં ક્રેશ થઇ ગયું હતું. વિમાનનો કાટમાળ મળી ગયો છે. ઘટના સ્થળ પર રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. વિમાનમાં 189 યાત્રી સવાર હતા. આ ઘટના બાદ ઇન્ડોનેશિયન એનર્જી ફર્મ પર્ટેમિનાના અધિકારીઓએ આ દૂર્ધટનાની પૂષ્ટી કરી હતી. સાથે તેમણે તેમના નિવેદનમાં કહ્યું હતું કે જાવા દરિયાના કિનારા પર દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો કાટમાળ મળ્યો છે. તેમાં વિમાનની સીટો પણ શામેલ છે.
(ફાઇલ તસવીર)
સરકારી એજન્સીના પ્રવક્તા મોહમ્મદ સયાયુગીએ એક પ્રસ-કોન્ફરેન્સમાં કોઇપણ વિમાન યાત્રીના બચવાની સંભાવનાથી નકારી હતી. તેમનું કહેવું છે કે આપણે આશા કરી શકીએ છે, ભગવાનથી પ્રાર્થના કરી શકીએ છે, પરંતુ તેની સંભાવના દેખાઇ રહી નથી. ત્યારે લાયન એસ ગ્રુપના સીઇઓ એડવર્ડ સીરૈતે તેમનું સત્તાવાર નિવેદનમાં ઘટનાના કારણો વિશે કંઇપણ કહેવાનું નકાર્યું હતું.
ન્યૂઝ એજન્સી એએનઆઇના સમાચાર અનુસાર જકાર્તાથી પંગકલ પિનાંગ જઇ રહેલું આ વિમાનનો સંપર્ક એર ટ્રાફિક કંટ્રોલરથી તૂટી ગયું હતું. સુત્રોનું કહેવું છે કે ઇન્ડોનેશિન સમય અનુસાર સોમવાર સવારે 6:33 લાગે આ દૂર્ધટના બની છે. આ વાતની પુષ્ટી રોયટર્સે ઇન્ડોનેશિયાના સ્થાનીય રહાત અને બાચવ અધિકારઓ સાથે વાતચીતના આધારે કરી હતી. જણાવવામાં આવી રહ્યું તે કે આ વિમાનમાં લગભગ 189 યાત્રી સવાર હતા.
તમને જણાવી દઇએક કે સંપર્ક ઉડાન ભર્યાની 13 મીનિટ પછી આ એસ ટ્રાફિક કંટ્રોલરથી તૂટી ગયું હતું. ત્યારે સમાચાર એજન્સી રોયટર્સ સાથે વાતચીતમાં લાયન એરના સિઇઓ એડવર્ડ સીરૈતે સત્તાવાર નિવેદનમાં ઘટનાના વાસ્તવીક કારણો વિશે કંપઇ કહેવાનું નકાર્યું હતું. પ્લેન ક્રેશમા કોઇપણના બચવાની આશા પૂરી થઇ હતી. ઘટનાની સત્તાવાર પુષ્ટી બાદ ઇન્ડોનેશિયામાં વિમાન યાત્રિઓના પરિવારજનો રડતા રડતા તેમના પરિવારના લોકોને યાદ કરી રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે