માથાના ભાગે પાવડાના ફટકા મારી પતિની દર્દનાક હત્યા! કળિયુગી પત્નીનું પ્રેમી સાથે મોટું કારસ્તાન!

કળિયુગની પત્નીએ તો પતિને મારવા માટેનું માસ્ટર પ્લાન પણ પ્રેમી સાથે મળી બનાવી દીધો પછી ખેલ ખતમ સાથે રહેવાની જે કસમ હતી તે પણ તૂટી અને પરિવાર પણ તુટ્યો. પત્ની એક અન્ય પુરુષનાં પ્રેમમાં પડી અને જે ન કરવાનું કર્યું અને આખો પરિવાર વેર વિખેર થઈ ગયો. 

માથાના ભાગે પાવડાના ફટકા મારી પતિની દર્દનાક હત્યા! કળિયુગી પત્નીનું પ્રેમી સાથે મોટું કારસ્તાન!

ભદ્રપાલસિંહ સોલંકી/મહીસાગર: એવુ કહેવાય છે પ્રેમ આંધળો હોય છે અને જે ન કરવાનું પણ કરી બેસે છે તેવી જ એક ઘટના મહીસાગર જિલ્લામાં બની છે. પત્નીએ જ પોતાના પતિની પ્રેમીને સોપારી આપી અને પ્રેમીએ સાથે મિત્રો સાથે મળી તેનું કાંટો વચ્ચેથી હટાવ્યો. લો બોલો કળિયુગની પત્નીએ તો પતિને મારવા માટેનું માસ્ટર પ્લાન પણ પ્રેમી સાથે મળી બનાવી દીધો પછી ખેલ ખતમ સાથે રહેવાની જે કસમ હતી તે પણ તૂટી અને પરિવાર પણ તુટ્યો. પત્ની એક અન્ય પુરુષનાં પ્રેમમાં પડી અને જે ન કરવાનું કર્યું અને આખો પરિવાર વેર વિખેર થઈ ગયો. જેની સાથે જીવન વિતાવવા વાયદા કર્યા તેનું જ કાસડ કાઢી નાખ્યું. પ્રેમીને જ પોતાનાં પતિની સોપારી આપી સમય જોઈ પ્રેમી સાથે મળી પતિનું ઢીમ ઢાળી દીધું અને આખી ઘટના આત્મહત્યામાં ખપાવવાનો પ્રયત્ન કર્યો.

મહીસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારના ખારોલ ગામે ગામની સીમાના તળાવમાંથી પંચમહાલના ભીમથલ ગામના પ્રભાતભાઈ પોપટભાઈ બારીયા (ઉમર. 30) નાઓની લાશ મળી આવી હતી. જે બાબતે કોઠંબા પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃત્યું પામનારનું પેનલ પી.એમ કરતા પ્રભાતભાઈને માથાના ભાગે ઈજાઓ પહોંચી હોવાની વિગતો સામે આવી હતી. તે દિશામાં પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. જેમા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જે દેખાવમાં ભોડી લાગતી પત્નિએ જ તેનાં પ્રેમી સાથે મળી તેના પતિને મારી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો. 

રામુ ગુપ્તાએ પ્રેમિકા સાથે મળી તેને પતાવવા માટે સમગ્ર પ્લાન કરી નાખ્યો હતો તે માટે તેની સાથે અમદાવાદ કામ કરતા ગણપત પટેલિયાને વિશ્વાસમાં લઈ 50 હજારની લાલચ આપી પ્રભાતને જાનથી મારી નાખવા સારું કહેલ અને તે પૈસાની લાલચે ગણપતે પોતાનાં જામાના મુવાડા ગામના અશ્વિનકુમાર પટેલિયા તથા ગોપાલભાઈ પટેલિયાનાઓનો સંપર્ક કરી પ્રભાત બારીઆને મારી નાખવા અંગેનું અગોતરું કાવતરું કરી અને નક્કી કરેલ પ્લાન મુજબ પ્રભાતને છલ કપટથી છેતરી બાઈક પર બેસાડી ખારોલ ગામની સીમામાં આવેલ તળાવ નજીક લઈ ગયેલા અને રામુ ગુપ્તા, ગણપત પટેલીયા, ગોપાલ પટેલીયા, અશ્વિન પટેલીયા, આ ચારેય ભેગા થઈ પ્રભાતને તળાવ નજીક લાવી માથાના ભાગે પાવડાના ફટકા મારી તેમજ ગળે રૂમાલથી ગળું દબાવી દઈ મારી નાખી બોડીને તળાવમાં ફેંકી ચારેય નાસી ગયા હતા. 

સમગ્ર બનાવને આત્મહત્યામા બતાવવાનો પ્લાન કરેલ પરંતુ એવુ કહેવાય છે કે કરેલા પાપ ક્યારે છૂપાતા નથી તેમ તેનાં રામુ ગુપ્તા સાથેના પ્રેમ સંબંધોને લઈ પોલીસ આખો ભેદ ઉકેલી આ પાંચેય અરોપીની ઘરપકડ કરી છે. માત્ર એક પ્રેમ માટે આજે પાંચ પરિવાર બરબાદ થઈ ગયા છે. એટલે જ કહેવાય છે કે પ્રેમ ન કરવાનું કરાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news