સમુદ્રમાં નેવીનો સપાટો, જહાજમાં ઘુસી ચાંચિયાઓને આપ્યો જડબાતોડ જવાબ, બંધકોને છોડાવ્યા
Indian Navy Latest Operation: ભારતીય નૌકાદળે આજે સોમાલિયાના દરિયાકાંઠે અપહરણ કરાયેલા ઈરાની જહાજને બચાવી લીધું છે. જહાજમાં સવાર 11 ઈરાની અને 8 પાકિસ્તાની ક્રૂ મેમ્બરના જીવ પણ બચાવ્યા. આ ઓપરેશન નેવીના આઈએનએસ શારદા દ્વારા કરવામાં આવ્યું હતું.
Trending Photos
Indian Navy Latest Operation: ઈન્ડિયન નેવીને એમને એમ જ નથી કહેતા હિંદ મહાસાગરની રક્ષક. તેના સાહસ અને દમને કારણે જ દુશ્મન નથી કરી શકતો આપણાં પર નજર. તે સમુદ્રમાં એક પછી એક ઓપરેશન કરીને વિશ્વના વિવિધ દેશોના જહાજો અને ક્રૂ સભ્યોને બચાવવામાં સતત વ્યસ્ત છે. ભારતીય નૌકાદળે આજે સોમાલિયાના દરિયાકાંઠે અપહરણ કરાયેલા ઈરાની જહાજને બચાવી લીધું છે. જહાજમાં સવાર 11 ઈરાની અને 8 પાકિસ્તાની ક્રૂ મેમ્બરના જીવ પણ બચાવ્યા. આ ઓપરેશન નેવીના આઈએનએસ શારદા દ્વારા કરવામાં આવ્યું હતું.
INS શારદાએ બચાવ કામગીરી હાથ ધરી હતી-
ભારતીય નૌકાદળ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હિંદ મહાસાગરમાં પેટ્રોલિંગ કરી રહેલા યુદ્ધ જહાજ INS શારદાને સોમાલિયાના દરિયાકાંઠે ઈરાની જહાજ FV Omariના અપહરણની માહિતી મળી હતી. આ પછી યુદ્ધ જહાજને સોમાલિયાના તટ તરફ મોકલવામાં આવ્યું હતું.
યુદ્ધ જહાજ પર તૈનાત કમાન્ડરોએ અપહરણ કરાયેલા જહાજને જોયો કે તરત જ સોમાલિયન ચાંચિયાઓને આત્મસમર્પણ કરવા દબાણ કરવા ચેતવણીના ગોળીબાર કરવામાં આવ્યા, પરંતુ જ્યારે ચાંચિયાઓએ શરણાગતિ સ્વીકારી નહીં, ત્યારે નાની ઝડપી બોટ દરિયામાં ઉતારવામાં આવી અને માર્કોસ કમાન્ડોને બચાવ માટે મોકલવામાં આવ્યા. મિશન
દરિયામાં માર્કોસ કમાન્ડો એક્શન-
માર્કોસ કમાન્ડો તેમની બોટમાં એફવી ઓમારી પહોંચ્યા અને પછી ઉપર ચઢ્યા. આ સમય દરમિયાન, ભારતીય નૌકાદળનું ગનશીપ હેલિકોપ્ટર કમાન્ડોને બેકઅપ ફાયર આપવા માટે અપહરણ કરાયેલા જહાજ પર સતત ફરતું હતું. આ ઉપરાંત નૌકાદળના યુદ્ધ જહાજ INS શારદાની હેવી મશીનગનને પણ ચાંચિયાઓના જહાજ તરફ તૈયાર સ્થિતિમાં રાખવામાં આવી હતી.
ઈરાની અને પાકિસ્તાની બંધકોને બચાવી લેવાયા-
ઈરાની જહાજમાં સવાર થયા બાદ માર્કોસ કમાન્ડોએ બંધક બનાવાયેલા તમામ 11 ઈરાની અને 8 પાકિસ્તાની ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. આ સાથે જહાજને હાઈજેક કરીને સોમાલિયા લઈ જઈ રહેલા 11 ચાંચિયાઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.
દરિયામાં મહત્વના સ્થળો પર નેવી તૈનાત-
સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળના એકમોને જિબુટી, એડનની ખાડી, સોમાલિયાના પૂર્વ કિનારા તેમજ ઉત્તર અને મધ્ય અરબી સમુદ્રમાં દરિયામાં માલવાહક જહાજોને સુરક્ષા આપવા માટે તૈનાત કરવામાં આવી રહ્યા છે. ગાઝામાં ઈઝરાયેલના સૈન્ય હુમલાના જવાબમાં માલવાહક જહાજો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. ભારતીય નૌકાદળ આ હુમલામાં સંડોવાયેલા સ્ત્રોતો અને ભાગીદારોની ઓળખ કરવા માટે મિત્ર દેશો સાથે માહિતી શેર કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે