China News: નાના દેશોને દેવાદાર કર્યા હવે પોતાનો વારો, દેવાના ડુંગર નીચે દબાયું ચાલબાજ ચીન

નાના નાના દેશોને રૂપિયા આપીને દેવાદાર બનાવતું ચીન આજે ખુદ દેવામાં ડૂબી ગયું છે. ચીન પર અરબો ડોલરનું દેવું છે. વળી ઉદ્યોગો પણ મંદીનો સામનો કરી રહ્યા છે.  ત્યારે કઈ રીતે આ દેવું ચુકવાશે તે એક મોટો સવાલ છે.

China News: નાના દેશોને દેવાદાર કર્યા હવે પોતાનો વારો, દેવાના ડુંગર નીચે દબાયું ચાલબાજ ચીન

નાના નાના દેશોને રૂપિયા આપીને દેવાદાર બનાવતું ચીન આજે ખુદ દેવામાં ડૂબી ગયું છે. ચીન પર અરબો ડોલરનું દેવું છે. વળી ઉદ્યોગો પણ મંદીનો સામનો કરી રહ્યા છે.  ત્યારે કઈ રીતે આ દેવું ચુકવાશે તે એક મોટો સવાલ છે. જિનપિંગ સરકાર હાલ તો દેવાના ચક્કરથી બહાર આવવા મથામણ કરી રહી છે. ત્યારે આખરે કઈ રીતે ચીન આ ડેવામાં ડૂબ્યું, તે જાણવા જોઈએ આ ખાસ રિપોર્ટ... 

દેવાના ચક્રમાં ફસાયું ચીન            
બીજા દેશોને રૂપિયા આપીને પોતાના તાબે કરી લેતું ચીન પોતે હવે દેવાના ભાર નીચે દબાઈ રહ્યું છે... ચીન હાલ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.. ચીન પર તેની જીડીપીનું 288 ટકા દેવું ચડી ગયું છે.. આ દેવાની રકમ 2022ની તુલનાએ 13 ટકા વધારે છે... જે અત્યાર સુધીનું સૌથી મોટું દેવું ગણાય છે. હાલ ચીનના દરેક ક્ષેત્રમાં મંદીના કારણે વેપારીઓની મુશ્કેલીઓ પણ વધી રહી છે... 

મહત્વનું છે કે, અત્યાર સુધી ચીન નાના નાના દેશોને રૂપિયા આપીને દેવાના ચક્કરમાં ફસાવતું હતું, પરંતુ આજે તેની દશા પણ આવી જ છે.. ચીનનો વિકાસદર ધીમો થઈ રહ્યો છે. રોજગારી માટે લોકો ફાંફા મારે છે. રિયલ એસ્ટેટ સેક્ટર પણ તૂટી રહ્યું છે. જેના કારણે હાલત ગંભીર છે. ચીન પર કેટલું દેવું છે તે અંગે એક ન્યુઝ એજન્સીના રિપોર્ટ પર નજર કરીએ તો, 2023ના અંત સુધીમાં ચીન પર કુલ 560 અરબ ડોલરનું દેવું હતું, જે તેની જીડીપીના 287.8 ટકા છે. તો અન્ય એક રિપોર્ટ પ્રમાણે, ચીનના પરિવારો પર દેવું વધીને જીડીપીના 63.5 ટકા થઈ ગયું છે. જ્યારે કે સરકાર પર દેવાની ટકાવારી 55.9 છે. એક ઉદાહરણની રીતે સમજીએ તો હાલ અમેરિકા પર જેટલું દેવું છે. ચીન તેનાથી બમણ દેવા હેઠળ દબાયું છે. 

ચીનમાં સૌથી મોટો ઝટકો રિયલ એસ્ટેટ સેક્ટરને લાગ્યો છે.  ચીનની જીડીપીમાં રિયલ એસ્ટેટ સેક્ટરની ભાગીદારી 20 ટકા છે, પરંતુ આ ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત છે. ચીનની સૌથી મોટી કંપની એવરગ્રાન્ડ પર 300 અરબ ડોલરનું દેવું ચડ્યું છે, જેની ચુકવણી માટે હોંગકોંગની કોર્ટે આદેશ પણ કર્યો છે. મહત્વનું છે કે, ચીનમાં રિયલ એસ્ટેટની દશા બેસવાની શરૂઆત કોરોનાકાળથી થઈ હતી. જેમાં કોઈ સુધારો આવ્યો નહીં.. વળી હવે ચીનમાં ઘર લેનારા લોકોની સંખ્યા પણ ઘટી રહી છે. એક આંકડા મુજબ વર્ષ 2022માં 96 લાખ ઘરો ખરીદાયા, જેની સંખ્યા 2023માં 30 ટકા ઓછી હતી.

તાજેતરમાં ચીનની સંસદમાં બે દિવસીય કોન્ફરન્સ યોજાઈ.. જેમા જિનપિંગ સરકારે પરોક્ષ રીતે આર્થિક સંકટ હોવાની વાતનો સ્વીકાર કર્યો.. સરકારે વિદેશી ઉદ્યોગકારો માટે રોકાણના દ્વાર ખોલી દીધા છે.. ચીને એવા સમયે આ જાહેરાત કરી જ્યારે દેશમાં FDI 30 વર્ષના સૌથી નીચલા સ્તરે છે. એક વાત હકીકત છે કે જ્યારે કોઈ પણ દેશ પર આર્થિક સંકટ આવે ત્યારે સરકારને જવાબદાર ઠેરવાય છે. પરંતુ ચીનમાં જાણકારોનો મત અલગ છે. અહીં આર્થિક સંકટનું અસલી કારણ લાંબા સમયથી ચાલતા તેજ વિકાસને ગણાય છે. જેણે દેવાનો ડુંગર ઉભો કરી દીધો... જોકે હવે જિનપિંગ દેવાના દરિયાને કઈ રીતે પાર કરે છે તે મહત્વનું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news