બાગાયતી ખેતી કરતા ગુજરાતના ખેડૂતો માટે ખુલ્લું મૂકાયું આ પોર્ટલ! જાણો કેવી રીતે મળશે લાભ?

ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ તા. ૧૧ મે ૨૦૨૪ સુધી ખુલ્લુ રહેશે

બાગાયતી ખેતી કરતા ગુજરાતના ખેડૂતો માટે ખુલ્લું મૂકાયું આ પોર્ટલ! જાણો કેવી રીતે મળશે લાભ?

Gujarat Farmers: ગુજરાત સરકાર દ્વારા રાજયમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. કૃષિલક્ષી વિકાસ સાથે ચાલુ વર્ષમાં બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરીને મેળવી શકશે. ખેડુતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે, તે હેતુસર આઈ-ખેડુત પોર્ટલ 11મી મે-2024 સુધી ખુલ્લુ મુકવામાં આવ્યુ છે.

ગુજરાત કોંગ્રેસ નવા ચહેરાઓના ભરોસે,જાણો કઈ સીટ પર BJP સામે કોણ છે કોંગ્રેસનો ઉમેદવાર
 
વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેવી કે, ફળ, શાકભાજી, ફુલ અને  મસાલા પાકોના વાવેતર માટે, ફાર્મ મિકેનાઇઝેશન (મીની ટ્રેકટર, પાવરટીલર, પાક સંરક્ષણના સાધનો), રક્ષિત ખેતી (ગ્રીન હાઉસ, નેટ હાઉસ, પ્લાસ્ટિક આવરણ), નર્સરી એકમો ઉભા કરવા માટે, મધમાખી ઉછેર, મશરૂમ ઉત્પાદન, કાપણી પછીનું વ્યવસ્થાપન (કોલ્ડ સ્ટોરેજ, રાઇપનીંગ એકમ, પેક હાઉસ, ડુંગળીના મેડા, મીનીમલ પ્રોસેસીંગ એકમ), બાયો કન્ટ્રોલ લેબોરેટરી, ટીસ્યુકલ્ચર લેબોરેટરી સ્થાપવા, શોટીંગ ગ્રેડીંગના સાધનો (વજન કાંટા, પ્લાસ્ટિક ક્રેટ્સ) વગેરે ઘટકોમાં લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે. 

અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ/કોપી લઇ જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાના નાયબ/ મદદનીશ બાગાયત નિયામકની કચેરીએ સમય મર્યાદામાં મોકલી આપવા ખેડૂતોને બાગાયત નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news