જો ભારતે ચીનના 'દલાઈ લામા'ને માન્યતા ન આપી તો બંને દેશોના સંબંધો પર થશે અસર

તમામ દાવાઓ કરવા છતાં ભારત અને ચીન વચ્ચે સંબંધ ક્યારેય બહુ સારા રહ્યાં નથી. તેમાં હંમેશથી ઉતાર ચઢાવ આવતા રહ્યાં છે.

જો ભારતે ચીનના 'દલાઈ લામા'ને માન્યતા ન આપી તો બંને દેશોના સંબંધો પર થશે અસર

બેઈજિંગ: તમામ દાવાઓ કરવા છતાં ભારત અને ચીન વચ્ચે સંબંધ ક્યારેય બહુ સારા રહ્યાં નથી. તેમાં હંમેશથી ઉતાર ચઢાવ આવતા રહ્યાં છે. ખાસ કરીને લામાએ ભારતમાં શરણ લીધા બાદ તો બંને દેશો વચ્ચેના સંબંધ મધુર રહેવાની જગ્યાએ ખટાશ વધુ રહી. ચીન હંમેશથી દલાઈ લામાને માન્યતા આપવાનો ઈન્કાર કરતો રહ્યો છે. 

સીઆરટીસીના પ્રોફેસર ઝા લુઓએ કહ્યું કે જો ભારત ચીન દ્વારા નિયુક્ત કરવામાં આવનાર દલાઈ લામાને માન્યતા નહીં આપે તો બંને દેશો વચ્ચેના સંબંધો પર અસર પડી શકે છે. હકીકતમાં હાલના દલાઈ લામા બાદ આગામી દલાઈ લામાની નિયુક્તિ ચીન પોતે કરવા માંગે છે. 

જુઓ LIVE TV

અત્યારના 14મા દલાઈ લામા ભારતમાં છે. તેઓ 1950માં ચીન સરકારના કારણે ભાગીને ભારત આવ્યાં અને અહીં શરણ લીધી. ત્યારબાદ તિબ્બતના નિર્વાસિત સરકાર આગામી દલાઈ લામાની જાહેરાત કરશે. આ બાજુ ચીને પણ સ્પષ્ટ કરી દીધુ છે કે તે પોતે આગામી દલાઈ લામાની જાહેરાત કરશે. સ્પષ્ટ છે કે તે તિબ્બતમાં પોતાના કોઈને કઠપુતળી બનાવીને તે જગ્યાએ બેસાડવા માંગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news