સતત બીજા દિવસે મોંઘુ થયું પેટ્રોલ, ડીઝલનો ભાવ યથાવત

સતત બીજા દિવસે પેટ્રોલના ભાવમાં ઉછાળો આવ્યો છે. જોકે ગત ત્રણ દિવસોથી ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. મહાનગરોમાં પેટ્રોલ 17 પૈસા પ્રતિ લીટર સુધી મોંઘુ થયું છે. રવિવારે પેટ્રોલ 26 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું હતું. બજેટમાં એક્સાઇઝ ડ્યૂટી અને સેસ વધાર્યા બાદ પહેલીવાર 7 જુલાઇના રોજ પેટ્રોલ 2.45 રૂપિયા અને ડીઝલ 2.36 રૂપિયા પ્રતિ લીટર સુધી મોંધુ થયું હતું. બજેટ બાદ અત્યાર સુધી ડીઝલની કિંમતમાં ઉછાળો આવ્યો નથી. 
સતત બીજા દિવસે મોંઘુ થયું પેટ્રોલ, ડીઝલનો ભાવ યથાવત

નવી દિલ્હી: સતત બીજા દિવસે પેટ્રોલના ભાવમાં ઉછાળો આવ્યો છે. જોકે ગત ત્રણ દિવસોથી ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. મહાનગરોમાં પેટ્રોલ 17 પૈસા પ્રતિ લીટર સુધી મોંઘુ થયું છે. રવિવારે પેટ્રોલ 26 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું હતું. બજેટમાં એક્સાઇઝ ડ્યૂટી અને સેસ વધાર્યા બાદ પહેલીવાર 7 જુલાઇના રોજ પેટ્રોલ 2.45 રૂપિયા અને ડીઝલ 2.36 રૂપિયા પ્રતિ લીટર સુધી મોંધુ થયું હતું. બજેટ બાદ અત્યાર સુધી ડીઝલની કિંમતમાં ઉછાળો આવ્યો નથી. 

સોમવારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 73.21 રૂપિયા અને ડીઝલની કિંમત 66.24 રૂપિયા છે. મુંબઇમાં પેટ્રોલ 78.82 રૂપિયા અને ડીઝલ 69.43 રૂપિયા, કલકત્તામાં પેટ્રોલ 75.55 રૂપિયા અને ડીઝલ 68.31 રૂપિયા, ચેન્નઇમાં પેટ્રોલ 76.03 રૂપિયા અને ડીઝલ 69.96 રૂપિયા, નોઇડામાં પેટ્રોલ 72.47 રૂપિયા અને ડીઝલ 65.34 રૂપિયા અને ગુરૂગ્રામમાં પેટ્રોલ 73.00 રૂપિયા અને ડીઝલ 65.43 રૂપિયા પ્રતિ લીટર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news