શીખ અને અન્ય લઘુમતી સમુદાય માટે પાકિસ્તાન બન્યું છે ટોર્ચર ફેક્ટરી
પાકિસ્તાનમાં શીખ સમુદાય અને લઘુમતીઓ વિરુદ્ધ હિંસાત્મક ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે
Trending Photos
નવી દિલ્હી : સમગ્ર વિશ્વ જ્યારે બાબા ગુરૂનાનકની 550મી જયંતી મનાવી રહ્યું છે, ત્યારે પાકિસ્તાન પોતાની જમીન પર શીખ સમુદાયને સુરક્ષા પણ પુરી પાડી શકતું. હાલમાં જ પાકિસ્તાનમાં શીખ સમુદાય અને લઘુમતીની વિરુદ્ધ હૃદય દ્રાવક હિંસાત્મક ઘટનાઓ થઇ છે. નનકાના સાહેબમાં શીખ યુવતીનું અપહરણ કરી તેનું ધર્માંતરણ કરી પરાણે લગ્ન કરાવવામાં આવ્યું. આ ઘટનાથી એકવાર ફરીથી સ્પષ્ટ થઇ ચુક્યું છે કે પાકિસ્તાનમાં શીખ અને અન્ય લઘુમતી સમુદાય સુરક્ષીત નથી.
મહારાષ્ટ્ર: ધુલેમાં કેમિકલ ફેક્ટ્રીમાં ભીષણ વિસ્ફોટ, 13નાં મોત, 50થી વધુ ઘાયલ
ભારત સરતારનાં સુત્રો અનુસાર કરતારપુર મંત્રણા પાછળ પાકિસ્તાન શીખોની વિરુદ્ધ થઇ રહેલા અત્યાચારનાં પોતાનાં અસલી ચહેરાને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનમાં રહેલા શીખ પોતાનાં ધાર્મિક કામકાજ પણ નથી કરી શકતા. પછી તે હજરા શિયા હોય અથવા અહેમદી કે ક્રિશ્ચિયન હોય હિન્દુ હોય કે શીખ હોય, તેની વિરુદ્ધ સતત વધી રહેલી હિંસાત્મક ઘટનાઓએ પાકિસ્તાનની પોલ ખોલી દીધી છે. પાકિસ્તાનના કટ્ટરપંથી સમુહો આ લઘુમતી સમુદાયનાં લોકો પર જુલમ ગુજારી રહ્યા છે.
અમે બિનકાયદેસર બાંગ્લાદેશીઓનો મુદ્દો ઉઠાવ્યો, મુંબઇમાં લાગુ થાય NRC: શિવસેના
સુત્રો અનુસાર પાકિસ્તાનમાં મુલ્લા અને મિલિટ્રીનું ગઠબંધન છે. પાકિસ્તાનનું અસલી સત્ય છે. આ અગાઉ ઓગષ્ટમાં પાકિસ્તાનનાં એક એનજીઓએ જણાવ્યું હતું કે, ઇસ્લામાબાદમાં લઘુમતી સમુદાયનાં લોકો પોતાનાં ધાર્મિક રીતિ રિવાજ પણ નિભાવી શકતા નથી. તેઓએ એક નહી દેખાતી કેદમાં રાખવામાં આવી રહ્યા છે. તમામ લઘુમતી સમુદાય એક કેદમાં રહે છે. જેમાં તેમને ધાર્મિક છુટછાટ આપવામાં આવતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે