Fitness Secret: 102 વર્ષના વ્યક્તિએ ખોલ્યું ફિટનેસનું રહસ્ય, કહ્યું- 'આ 3 ચીજ ખુબ જરૂરી'

Secret Of Staying Young: બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટનની રોયલ એરફોર્સમાં પાઈલટ તરીકે કામ કરી ચૂકેલા 102 વર્ષના એક વ્યક્તિએ એક મોટા રહસ્યનો પર્દાફાશ કર્યો છે. તેમણે લાંબા આયુષ્ય માટે પોતે અપનાવેલી એક ટ્રિક વિશે જણાવ્યું છે.

Fitness Secret: 102 વર્ષના વ્યક્તિએ ખોલ્યું ફિટનેસનું રહસ્ય, કહ્યું- 'આ 3 ચીજ ખુબ જરૂરી'

 

Secret Of Staying Young: બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટનની રોયલ એરફોર્સમાં પાઈલટ તરીકે કામ કરી ચૂકેલા 102 વર્ષના એક વ્યક્તિએ એક મોટા રહસ્યનો પર્દાફાશ કર્યો છે. તેમણે લાંબા આયુષ્ય માટે પોતે અપનાવેલી એક ટ્રિક વિશે જણાવ્યું છે. આ 102 વર્ષના વૃદ્ધ વ્યક્તિનું નામ હેરી ગેંપર છે. તેમણે ગત અઠવાડિયે પોતાનો 102મો જન્મદિવસ ઉજવ્યો. 

ધ મિરરમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ રોયલ એરફોર્સના પૂર્વ પાઈલટ હેરી ગેંપરનો જન્મ 1920માં થયો છે. તેઓ હાલ સ્કોટલેન્ડના South Ayrshire માં રહે છે. હેરી ગેંપર વર્ષ 2020માં 100 વર્ષના થયા ત્યારે તેઓ પોતાનો બર્થડે ધૂમધામથી ઉજવી શક્યા નહતા. કારણ કે તે સમયે કોરોનાનો ભયંકર પ્રકોપ હતો. જો કે પોતાના 102 વર્ષના જન્મદિવસ તેમણે તેમના પુત્ર સાથે ખુબ મસ્તી કરીને ઉજવ્યો. 

યુદ્ધમાં નિભાવી હતી મહત્વની ભૂમિકા
અત્રે જણાવવાનું કે પૂર્વ પાઈલટ હેરી ગેંપર નેક મેડલથી સન્માનિત થઈ ચૂક્યા છે. બ્રિટન ઉપરાંત તેમને ફ્રાન્સ અને જર્મની દ્વારા પણ મેડલથી નવાજવામાં આવ્યા છે. હેરી ગેંપરે એટલાન્ટિક યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હેરી ગેંપર રોયલ એરફોર્સ માટે એક  હજાર કલાક કરતા પણ વધુ સમય ફાઈટર પ્લેન ઉડાવી ચૂક્યા છે. એરફોર્સથી રિટાયર થયા બાદ હેરી ગેંપરે લગ્ન કર્યા અને ત્યારબાદ તેઓ બે બાળકના પિતા બન્યા. તેમના સંતાનોના નામ ડેવિડ અને એન્ડ્રયુ છે. 

આ ચીજોનું તેમના જીવનમાં મહત્વ
નોંધનીય છે કે 102 વર્ષની ઉંમરમાં પણ રોયલ એરફોર્સના પૂર્વ પાઈલટ હેરી ગેંપર આજે પણ સંપૂર્ણ રીતે ફીટ છે. હરવા ફરવામાં તેમને કોઈ મુશ્કેલી નથી. પોતાના બર્થડેના અવસરે તેમણે ફિટનેસ સિક્રેટનો પણ ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે જીવનમાં સારું મ્યૂઝિક, સારું ભોજન અને સારી વાઈન હોવી ખુબ જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news