હવે ચીનને 'અટલ ટનલ' આંખમાં કણાની જેમ ખૂંચી, ગ્લોબલ ટાઈમ્સે આપી આ પોકળ ધમકી

ભારત સામે દરેક મોરચે હારનો સામનો કરી રહેલા ચીન (China) ને હવે હિમાચલ પ્રદેશના રોહતાંગમાં બનેલી અટલ ટનલ (Atal Tunnel) ખટકી છે. કમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે(Global Times) આ ટનલ પર સવાલ ઉઠાવ્યા અને સાથે સાથે તેને બરબાદ કરી નાખવાની ધમકી પણ આપી દીધી. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે જો ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું તો ચીની સેના (People Liberation Army) ભારતની હાલમાં જ બનેલી અટલ ટનલને બરબાદ કરી નાખશે. 
હવે ચીનને 'અટલ ટનલ' આંખમાં કણાની જેમ ખૂંચી, ગ્લોબલ ટાઈમ્સે આપી આ પોકળ ધમકી

નવી દિલ્હી/બેઈજિંગ: ભારત સામે દરેક મોરચે હારનો સામનો કરી રહેલા ચીન (China) ને હવે હિમાચલ પ્રદેશના રોહતાંગમાં બનેલી અટલ ટનલ (Atal Tunnel) ખટકી છે. કમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે(Global Times) આ ટનલ પર સવાલ ઉઠાવ્યા અને સાથે સાથે તેને બરબાદ કરી નાખવાની ધમકી પણ આપી દીધી. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે જો ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું તો ચીની સેના (People Liberation Army) ભારતની હાલમાં જ બનેલી અટલ ટનલને બરબાદ કરી નાખશે. 

'સંયમ વર્તે ભારત'
અખબારમાં આગળ કહેવાયું છે કે 'અટલ સુરંગનો યુદ્ધ સમયે કોઈ ફાયદો થશે નહીં. ચીનની સેના પાસે એવા સાધન છે, જેનાથી આ સુરંગને બેકાર કરી શકાશે. ભારતે સંયમ વર્તવું જોઈએ અને ઉશ્કેરણીથી બચવું જોઈએ. કારણ કે એવો કોઈ પણ રસ્તો નહીં બચે જે ભારતની રણનીતિક ક્ષમતાને વધારે.'

શાંતિની વાત અને ધમકી
ચીન પોતાની હરકતોથી બહાર આવતું નથી. એક બાજુ સરહદ વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની વાત કરે છે અને બીજી બાજુ ગ્લોબલ ટાઈમ્સના માધ્યમથી ભારતને પોકળ ધમકીઓ આપ્યા કરે છે. અખબારના સંપાદક અનેકવાર યુદ્ધની ધમકી આપી ચૂક્યા છે. ગ્લોબલ ટાઈમ્સ ચીની સરકારનું મુખપત્ર છે, એવામાં સ્પષ્ટ છે કે તેમાં છપાનારી દરેક ખબર સરકારનો દ્રષ્ટિકોણ બતાવતી હશે. અટલ ટનલને લઈને આપેલા નિવેદન બાદ ફરીથી એકવાર સ્પષ્ટ થયું છે કે ચીનના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. 

કેમ મહત્વપૂર્ણ છે ટનલ
વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ અટલ ટનલનું હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યું હતું. રોહતાંગમાં 9.02 કિમી લાંબી આ ટનલ મનાલીને લાહૌલ સ્ફીતિ સાથે જોડે છે. આ ટનલના કારણે મનાલી અને લાહૌલ સ્ફીતિ ઘાટી આખુ વર્ષ એકબીજા સાથે જોડાયેલા રહેશે. અટલ ટનલ વ્યૂહાત્મક દ્રષ્ટિએ ખુબ મહત્વની છે. ટનલ બનવાના કારણે મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિમી ઘટી ગયું છે. એટલે કે મુસાફરીમાં જે સમય થતો હતો તેમાં ઓછામાં ઓછો 4 થી 5 કલાકનો સમય ઘટી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news