પૂર્વ ડિપ્લોમેટ અને વિદેશ મંત્રી રહેલા ફૂમિયો કિશિદા બનશે જાપાનના નવા પ્રધાનમંત્રી
લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને કિશિદા તરીકે એક નવા નેતા મળી ગયા છે. હવે એ વાત નક્કી થઈ ગઈ છે કે સોમવારે જ્યારે સંસદ પીએમના નામનો નિર્ણય કરશે ત્યારે કિશિદાના નામ પર મહોર લાગશે.
Trending Photos
ટોક્યો: જાપાનના ડિપ્લોમેટ રહેલા ફુમિયો કિશિદા દેશના નવા પ્રધાનમંત્રી બનવા તરફ આગળ વધ્યા છે. કિશિદાએ સત્તાધારી પાર્ટીના નેતાની ચૂંટણી જીતી લીધી છે. ન્યૂઝ એજન્સી એપી (એસોસિયેટ પ્રેસ) તરફથી આપવામાં આવેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી જીતતાં જ કિશિદા દેશના આગામી પ્રધાનમંત્રી બનવા માટે તૈયાર છે. કિશિદા જાપાનના પૂર્વ વિદેશ મંત્રી રહ્યા છે અને તેમણે લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી)ના વડા અને પ્રધાનમંત્રી યોશિહિદે સુગાની જગ્યા લીધી છે. સુગા એક વર્ષ પછી પોતાનું પદ છોડી રહ્યા છે. એક વર્ષ પહેલાં સુગાને તે સમયે પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા હતા જ્યારે તત્કાલીન પ્રધાનમંત્રી શિંઝો આબેએ બીમારીના કારણે પોતાનું પદ છોડવાનો નિર્ણય કર્યો હતો.
આગામી મહિને સંભાળશે જવાબદારી:
લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને કિશિદા તરીકે એક નવા નેતા મળ્યા છે. હવે આ વાત પણ નક્કી થઈ ગઈ છે કે સોમવારે જ્યારે સંસદ પીએમના નામનો નિર્ણય કરશે ત્યારે કિશિદાના નામ પર મહોર લાગશે. સંસદમાં કિશિદાની પાર્ટીનું નિયંત્રણ છે અને સરકારમાં તે ગઠબંધન દળના નેતા પણ છે. કિશિદાએ તારો કાનોને માત આપી છે જે દેશના વેક્સીન મિનિસ્ટર છે. કાનો ઉપરાંત રેસમાં બે મહિલા ઉમેદવાર પણ હતા જેનું નામ સાને તાકિચિ અને સીઈકો નોડા હતા. પરંતુ પહેલા રાઉન્ડ પછી બંને બહાર થઈ ગયા હતા. પાર્ટી નેતૃત્વની ચૂંટણી જીત્યા પછી હવે આગામી મહિને તે દેશના પ્રધાનમંત્રી તરીકેની જવાબદારી સંભાળશે.
વર્ષ 2012થી 2017 સુધી વિદેશ મંત્રી રહ્યા:
કિશિદા વર્ષ 2012થી 2017 સુધી જાપાનના વિદેશ મંત્રી રહ્યા. તે જાપાનની પ્રતિનિધિ સભાના સભ્ય છે અને સાથે જ એલડીપીની પોલિસી રિસર્ચ કાઉન્સિલના ચેરમેન પણ રહ્યા છે. કિશિદાને રાજનીતિ વારસામાં મળી છે. 29 જુલાઈ 1957માં તેમનો જન્મ હિરોશિમાના મિનામી કુના એક પ્રતિષ્ઠિત રાજકીય પરિવારમાં થયો. તેમના પિતા અને દાદા બંને રાજનેતા હતા અને જાપાનના નીચલા સદનમાં હતા. તે સિવાય પૂર્વ જાપાની પીએમ કિશિ મિયાજાવા પણ તેમના સંબંધી રહ્યા છે. કિશિદાના પિતા અમેરિકાના ન્યૂયોર્કમાં નોકરી કરતા હતા અને આ કારણે તેમણે પોતાનું શરૂઆતનું શિક્ષણ ન્યૂયોર્કમાં લીધું. વર્ષ 1982માં તે વાસેદા યૂનિવર્સિટીમાંથી લૉની ડિગ્રી મેળવીને નીકળ્યા. આ સમયે તેમની દોસ્તી વધુ એક રાજનેતા તાકેશી ઈવાયા સાથે થઈ ગઈ.
1993માં જીતી સાંસદની ચૂંટણી:
કિશિદાએ ઘણા સમય સુધી ક્રેડિટ બેંક ઓફ જાપાનમાં કામ કર્યુ. તેના પછી તે પ્રતિનિધિ સભામાં સચિવ તરીકે નિયુક્ત થયા હતા. વર્ષ 1993માં તેમની ચૂંટણી પ્રતિનિધિ સભાના સભ્ય તરીકે થઈ અને તે હિરોશિમાથી સાંસદ બનીને પહોંચ્યા. વર્ષ 2007થી 2008 સુધી તે ઓકિનાવા અફેર્સના મંત્રી તરીકે આબે કેબિનેટમાં રહ્યા અને પછી ફાકુદાની કેબિનેટમાં પણ તેમને જગ્યા મળી. વર્ષ 2008માં તત્કાલીન પીએમ યાશુઆ ફાકુદાએ તેમને ઉપભોક્તા મામલા અને ખાદ્ય સુરક્ષાના રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા.
પત્નીના ફોટો પછી આવ્યા હતા વિવાદમાં:
હાલમાં જ 64 વર્ષના કિશિદા તે સમયે વિવાદોમાં આવ્યા હતા જ્યારે તેમણે એપ્રિન પહેરેલી પોતાની પત્નીનો ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં જોવા મળી રહ્યું હતું કે તેમની ડેનિમ બ્લૂ કલરના એપ્રિનમાં પત્ની કિશિદાને ડિનર સર્વ કરી રહી હતી. કિશિદાનો ફોટો વાયરલ થઈ ગયો અને લોકો કહેવા લાગ્યા કે પત્નીની સાથે તેમનું વર્તન બિલકુલ નોકરાણી જેવું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે