પાકિસ્તાની નેતાએ ઝેર ઓક્યું : કહ્યું, પાકિસ્તાનમાં બધા ઈચ્છે છે કે મોદી ચૂંટણી હારી જાય

Former Pak Minister Fawad Chaudhary Statement : પીએમ મોદીના એક નિવેદન બાદ પાકિસ્તાનથી જવાબ આવ્યો છે, પાકિસ્તાનના ફવાદ ચૌધરીએ એકવાર ફરી ચોંકાવનારું નિવેદન આપ્યું 
 

પાકિસ્તાની નેતાએ ઝેર ઓક્યું : કહ્યું, પાકિસ્તાનમાં બધા ઈચ્છે છે કે મોદી ચૂંટણી હારી જાય

Loksabha Election 2024 Result : ભારતમાં થઈ રહેલા લોકસભા ચૂંટણીનો માહોલ હવે રસપ્રદ બની રહ્યો છે. આ ચૂંટણીમાં હવે દેશના દુશ્મનો પણ રસ લઈ રહ્યાં છે. હવે તો તેઓ રસ લઈને હસ્તક્ષેપ પણ કરી રહ્યાં છે. પાકિસ્તાનના પૂર્વ સરકાર મંત્રી ફવાદ ચૌધરી હાલ સતત ભારતની ચૂંટણી પર નિવેદનબાજી કરી રહ્યાં છે. તેમના નિવેદન પર ભારતનું રાજકારણ ગરમાયું છે. 

હવે શું બોલી ગયા પાકિસ્તાની નેતા
પાકિસ્તાનના ફવાદ ચૌધરીએ એકવાર ફરી ચોંકાવનારું નિવેદન આપ્યું છે. લોકસભાની ચૂંટણીના અંતિમ ચરણના મતદાન પહેલા તેમણે વિવાદ ઉભો કર્યો છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક જૂના નિવેદનને આધાર બનાવતા કહ્યું કે, હું માનું છું કે, ભારતના મતદારનો ખરો ફાયદો એ છે કે, પાકિસ્તાન સાથે તેમના સંબંધો સુમધુર થાય અને ભારત વિકાસશીલ દેશ બનીને આગળ આવે. 

ફવાદે આગળ કહ્યું કે, આવું ત્યારે જ શક્ય છે, જ્યારે નરેન્દ્ર મોદી અને તેમની વિચારધારાને હરાવવામા આવે. હવે જે પણ હારશે, પછી તે રાહુલ ગાંધી હોય, કેજરીવાલ હોય કે મમતા બેનરજી હોય, અમારી શુભકામનાઓ તેમની સાથે છે. જે પણ કટ્ટરપંથીને હરાવશે, અમારું તેમને સમર્થન રહેશે. 

આટલેથી ફવાદ ચૌધરી અટક્યા ન હતા. તેમણે કહ્યું હતું કે, વર્તમાન સરકાર તો ભારતના મુસલમાનોમાં નફરત પેદા કરી રહી છે. પાકિસ્તાન માટે પણ તેઓએ નફરત પેદા કરી છે. આવામાં હવે સમય આવી ગયો છે કે, જ્યારે આ પ્રકારની વિચારધારાને હરાવવામા આવે, તેને હાર અપાય. ભારતનો મતદાર બેવકૂફ નથી, તે બધું સમજી રહ્યાં છે. 

પીએમ મોદીએ શુ કહ્યું હતું 
ફવાદ ચૌધરીનું નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદન બાદ આવ્યું છે. એક ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું હુતં કે, તેમના રાજકીય વિરોધીઓને પાકિસ્તાનનુ સમર્થન મળી રહ્યું છે. તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી અને તપાસ કરવા સુધીની વાત કરી હતી. હવે તેમના આ નિવેદન પર પાકિસ્તાન તરફથી નિવેદન આપ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news