પાકિસ્તાનઃ મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદને ફેસબુકે આપ્યો મોટો ઝટકો

ફેસબુકના અધિકારીઓએ પાકિસ્તાન ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો અને 25 જુલાઇએ સામાન્ય ચૂંટણી પહેલા વિભિન્ન રાજકીય પાર્ટીઓના નકલી પેજોની ઓળખ કરી અને તેને હટાવવામાં સ્થાનિક અધિકારીઓની મદદ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. 
 

 પાકિસ્તાનઃ મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદને ફેસબુકે આપ્યો મોટો ઝટકો

લાહોરઃ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા ફેસબુકે ઇસ્લામી મિલ્લી મુસ્લિમ લીગ (એમએમએલ)ના ઘણા એકાઉન્ટ અને પેજોને બંધ કરી દીધા છે. તેને મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદની આગેવાનીવાળા જમાત-ઉદ-દાવાના રાજકીય સંગઠન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. આ જાણકારી આજે એક મીડિયા રિપોર્ટમાં સામે આવી છે. ફેસબુકના મુખ્ય કાર્યકારી અધિકારી માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું કે, તે નક્કી કરવું તેની પ્રાથમિકતા છે કે તેની સોશિયલ નેટવર્કિંગ સાઇટ પાકિસ્તાન, ભારત, બ્રાઝીલ, મૈક્સિકો અને અન્ય દેશોમાં યોજાનારી ચૂંટણીમાં સકારાત્મક વાતચીતનું સમર્થન કરશે અને હસ્તક્ષેપને રોકશે. 

એક્સપ્રેસ ટ્રિબ્યૂને સમાચાર આપ્યા છે કે હાલમાં ફેસબુકના અધિકારીઓએ પાકિસ્તાન ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો અને 25 જુલાઇએ યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા વિભિન્ન રાજકીય પાર્ટીઓના નકલી પેજોની ઓળખ કરી અને હટાવવામાં સ્થાનિક અધિકારીઓની મદદ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. 

ઈસીપીએ એમએમએલને એક રાજકીય પાર્ટી તરીકે માન્યતા આપી નથી. આ વર્ષે એપ્રિલમાં અમેરિકાએ 2008માં મુંબઈ હુમલાને અંજામ આપનાર લશ્કર-એ-તોઇબા (એલઈટી) આતંકી સંગઠન સાથે સંબંધોને લઈને એમએમએલને વિદેશી આતંકી સંગઠનોની યાદીમાં મૂક્યું હતું. એમએમએલને ઈસીપી પાસેથી માન્યતા ન મળ્યા બાદ જેડીયૂ પ્રમુખ સઈદે જાહેરાત કરી કે તેની પાર્ટીના આશરે 200 ઉમેદવારો ઓછી જાણિતી અલ્લા-ઓ-અકબર તહરીકના બેઠર હેઠળ ચૂંટણી લડશે. આ પાર્ટીની પહેલા જ ચૂંટણી પંચમાં નોંધણી થઈ ગઈ છે. 

એમએમએલના પ્રવલ્તા તબિસ ક્યૂમે સંવાદદાતાઓને જણાવ્યું કે, ફેસબુકે કોઇ કારણ વગર તેના ચૂંટણી ઉમેદવારો અને કાર્યકર્તાઓના ઘણા એકાઉન્ટ બંધ કરી દીધા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news