ફ્રાન્સમાં આતંકી હુમલા બાદ European Council એ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
યુરોપીયન પરિષદના સભ્ય દેશોએ ફ્રાન્સ પર હુમલાને યુરોપિયન પરિષદના સંયુક્ત મૂલ્યો પર હુમલો ગણાવ્યો છે.
Trending Photos
પેરિસ: ફ્રાન્સ (France) માં થયેલા આતંકી હુમલા (Terror Attack) ની યુરોપીયન પરિષદે (European Council)આકરા શબ્દોમાં ટીકા કરી છે. પરિષદના સભ્યોએ એક જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડીને ફ્રાન્સને દરેક શક્ય મદદની ખાતરી આપી છે. ફ્રાન્સના નીસ શહેરમાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં 3 લોકોના મૃત્યુ થયા. કહેવાય છે કે હુમલાખોરે પહેલા અલ્લાહ હૂ અકબરના નારા લગાવ્યા અને ત્યારબાદ એક મહિલાનું માથું ધડથી અલગ કરી નાખ્યું.
નિવેદનનું તો પરિણામ નથી ને?
આ હુમલાને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના ઈસ્લામિક આતંકવાદ સંબંધિત નિવેદન સાથે જોડવામાં આવી રહ્યો છે. આ નિવેદન વિરુદ્ધ મુસ્લિમ દેશ એકજૂથ થયા છે. આ ઉપરાંત ફ્રાન્સના ઉત્પાદનોના બહિષ્કારનું અભિયાન પણ ચાલુ છે. જો કે ભારત સહિત અનેક દેશોએ મેક્રોનનું સમર્થન કર્યું છે.
તમામ દેશો આગળ આવે
યુરોપીયન પરિષદના સભ્ય દેશોએ ફ્રાન્સ પર હુમલાને યુરોપિયન પરિષદના સંયુક્ત મૂલ્યો પર હુમલો ગણાવ્યો છે. જોઈન્ટ સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે "અમે યુરોપીયન નેતા, ફ્રાન્સમાં આતંકવાદી હુમલાથી હેરાન અને દુ:ખી છીએ. અમે આ હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરીએ છીએ અને મજબૂતીથી ફ્રાન્સ તથા તેના નાગરિકોની પડખે છીએ. અમે આતંકવાદ અને હિંસક અતિવાદ વિરુદ્ધ પોતાની લડત ચાલુ રાખીશું. આ સાથે જ અમે દુનિયાભરના દેશોને અપીલ કરીએ છીએ કે વિભાજનની જગ્યાએ સમુદાયો અને ધર્મો વચ્ચે વાતચીત અને સમજ વધારવા માટે આગળ આવો."
દેશવાસીઓને એકજૂથ થવાની અપીલ
આ બધા વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને દેશવાસીઓને એકજૂથ થવાનું આહ્વાન કર્યું છે. તેમણે પોતાની ટ્વીટમાં કહ્યું છે કે તમારો ધર્મ ગમે તે હોય, આજે આ સંકટની ઘડીમાં આપણે એકજૂથ રહેવાનું છે. આપણે વિભાજનકારી ભાવનાઓથી પ્રભાવિત થવાનું નથી. તેમણે વધુમાં લખ્યું કે તમને સમગ્ર રાષ્ટ્રનું સમર્થન પ્રાપ્ત છે. આપણો દેશ આપણા મૂલ્યા છે. આપણને બધાને ધાર્મિક સ્વતંત્રતા આપે છે અને પોતાના લોકોની રક્ષા માટે પગલાં ભરતા રહીશું.
We are a family.
United in hardship. Coming together to defend the values of our Union. To all, I want to say: thank you for your support. https://t.co/zuE6QiYcAy
— Emmanuel Macron (@EmmanuelMacron) October 29, 2020
2016માં ડઝન લોકોના મોત થયા હતા
આ બાજુ ફ્રેન્ચ પોલીસના જણાવ્યાં મુજબ નોટ્રેડ્રમ ચર્ચમાં થયેલા હુમલાને અંજામ આપનાર હુમલાખોર ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. અત્રે જણાવવાનું કે આ વારદાત સ્થળથી એક કિલોમીટરના અંતરે વર્ષ 2016માં વાસ્તીલ ડે પરેડ દરમિયાન એક હુમલાખોરે ટ્રકને ભીડમાં ઘૂસાડી દીધી હતી. જેમાં ડઝન જેટલા લોકોના મોત થયા હતા.
એક જ હુમલાખોર હતો
નીસની ઘટનામાં પોલીસ અધિકારીઓએ જો કે હુમલાખોરના નામનો ખુલાસો નથી કર્યો અને કદાચ તેણે એકલા હાથે આ વારદાતને અંજામ આપ્યો. આથી પોલીસ અન્ય હુમલાખોરોને શોધી રહી નથી. નીસના મેયર ક્રિશ્ચિયન એસ્ત્રોસીએ કહ્યું કે તે ઘાયલ થયા બાદ પણ વારંવાર અલ્લાહ હૂ અકબર બૂમો પાડતો હતો. એસ્ત્રોસીએબીએફએમ ટેલિવિઝનને જણાવ્યું કે હુમલામાં 3 લોકોના મોત થયા છે. બેનું ચર્ચમાં જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રીજા વ્યક્તિનું ત્યાંથી ભાગવા દરમિયાન મોત થયું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે