પીએમ મોદીના કાર્યક્રમમાં વધુ એક ફેરફાર, કનોડિયા બંધુઓના ઘરે સાંત્વના માટે જશે

પીએમ મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસમા આવી રહ્યા છે. ત્યારે તેમના કાર્યક્રમમાં સતત ફેરફાર થઈ રહ્યાં છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધન પર શોક વ્યક્ત કરવા તેઓ

પીએમ મોદીના કાર્યક્રમમાં વધુ એક ફેરફાર, કનોડિયા બંધુઓના ઘરે સાંત્વના માટે જશે

હિતલ પારેખ/ગાંધીનગર :પીએમ મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસમા આવી રહ્યા છે. ત્યારે તેમના કાર્યક્રમમાં સતત ફેરફાર થઈ રહ્યાં છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધન પર શોક વ્યક્ત કરવા તેઓ
તેમના નિવાસસ્થાને જશે. ત્યારે આ વચ્ચે સમાચાર મળ્યા કે, તેઓ કેશુબાપા બાદ કનોડિયા બંધુઓના પરિવારજનો પણ સાંત્વના આપવા જશે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) ગુજરાત મુલાકાતમાં આજે કેશુભાઈ પટેલના નિવાસસ્થાન બાદ સાંત્વના અને દુઃખ વ્યક્ત કરવા મહેશ અને નરેશ કનોડિયાના નિવાસ્થાને પણ આવશે. 

આ પણ વાંચો : શિડ્યુલ ચેન્જ કરીને આજે સવારે ગુજરાત પહોંચશે પીએમ મોદી, કેશુબાપાના પરિવારને આપશે સાંત્વના

ગુજરાતી ફિલ્મ જગતને ફેમસ બેલડી મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાના 48 કલાકમાં જ બે ભાઈઓના દુઃખદ અવસાન થયા હતા. નરેશ કનોડીયાના પુત્ર હિતુ કનોડિયા અને કનોડિયા પરિવાર પર આવી પડેલી આફતમાં સાહનુભૂતિ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેક્ટર 8 માં કનોડિયા પરિવારના નિવાસસ્થાને પહોંચશે. પ્રધાનમંત્રીના આગમને પગલે કનોડિયા પરિવારના નિવાસસ્થાનનો ચાર્જ એસપીજી દ્વારા લઈ લેવામાં આવ્યો છે. કનોડિયા પરિવારની બહાર મહેશ-નરેશની યાદગાર જોડીના ફોટોગ્રાફ મૂકવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિતુ કનોડિયા સાથે વાતચીત કરશે. આ માટે અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ કનોડિયા પરિવારના નિવાસસ્થાનની આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયો છે. 

આ પણ વાંચો : સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જે નવા પ્રોજેક્ટ્સ ખુલ્લા મૂકાશે, તેને જોઈને લોકો દૂબઈ જવાનું ભૂલી જશે 

અમદાવાદ પહોંચતા જ પીએમ નરેન્દ્ર મોદી માતા હીરા બાને પણ મળવા જવાના છે. આમ, તેઓ પોતાના પરિવાર ઉપરાંત કેશુભાઈ અને કનોડિયા બંધુઓના પરિવારની મુલાકાત લેશે. પીએમ મોદીના આગમન પહેલાં કેશુબાપાનુ નિવાસ સ્થાન પોલીસ છાવણીમાં ફેરવાયુ છે. કેશુભાઇ પટેલના ઘરની સિક્યુરીટી એસપીજી હસ્તક છે. ઘર તરફ જતા માર્ગ બંધ કરાયા છે. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. 

તો બીજી તરફ, તેમના આગમનને લઈને એરપોર્ટ પર પણ જડબેસલાક બંદોબસ્ત મૂકાયો છે. એરપોર્ટ ખાતે એસપીજી, પોલીસ, બોમ્બ સ્ક્વોડ, તૈનાત કરાયા છે. સવારે 9:30 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિશેષ વિમાનથી આગમન થશે. સીએમ વિજય રૂપાણી, ભાજપ પ્રમુખ સીઆર પાટીલ અને અન્ય નેતાઓ પીએમને આવકારવા એરપોર્ટ આવશે. તો પીએમ વીવીઆઇપી ગેટથી નીકળીને ગાંધીનગર તરફ જવા રવાના થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news