Toilet Breaks: ઓફિસમાં કલાકો સુધી ટોઈલેટમાં બેસી રહેતો હતો યુવક, કારણ બહાર આવ્યું તો નોકરી ગઈ
Toilet Breaks at Work: ઓફિસમાં કામ વચ્ચે બ્રેક લેવો ખુબ જરૂરી હોય છે. ડોક્ટરથી લઈને મનોચિકિત્સક બધાનું કહેવું છે કે તમારે કલાકમાં ઓછામાં ઓછું 2 મિનિટ સીટ છોડીને આમતેમ હલનચલન કરવી જોઈએ. લંચ બ્રેક હોય કે પછી નેચર કોલ કે પછી કઈ બીજુ અને બ્રેકનું લાઈફમાં ખુબ મહત્વ હોય છે. પરંતુ વારંવાર બ્રેક લેવું એ પોતાનો અધિકાર સમજતા લોકોએ એ વાત સારી પેઠે જાણવી જોઈએ કે બિનજરૂરી બ્રેક અને કામમાં ઢીલાશ આપવાના કારણે નોકરી પણ જઈ શકે છે.
Trending Photos
Toilet Breaks at Work: ઓફિસમાં કામ વચ્ચે બ્રેક લેવો ખુબ જરૂરી હોય છે. ડોક્ટરથી લઈને મનોચિકિત્સક બધાનું કહેવું છે કે તમારે કલાકમાં ઓછામાં ઓછું 2 મિનિટ સીટ છોડીને આમતેમ હલનચલન કરવી જોઈએ. લંચ બ્રેક હોય કે પછી નેચર કોલ કે પછી કઈ બીજુ અને બ્રેકનું લાઈફમાં ખુબ મહત્વ હોય છે. પરંતુ વારંવાર બ્રેક લેવું એ પોતાનો અધિકાર સમજતા લોકોએ એ વાત સારી પેઠે જાણવી જોઈએ કે બિનજરૂરી બ્રેક અને કામમાં ઢીલાશ આપવાના કારણે નોકરી પણ જઈ શકે છે. આવા જ એક કેસમાં એક વ્યક્તિની નોકરી ગઈ. યુવક રોજ 6-6 કલાક ઓફિસના ટોઈલેટમાં વીતાવતો હતો.
કોર્ટ સુધી પહોંચ્યો મામલો
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ એક વ્યક્તિને એટલા માટે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો કારણ કે તે તેની સીટ કરતા વધુ સમય ટોઈલેટમાં વીતાવતો હતો. તે ઓફિસમાં તો રહેતો હતો પરંતુ તેની વર્ક પ્રોડક્ટિવિટી ઝીરો હતો. હકીકતમાં તે દર બે કલાકે વોશરૂમ જવાના નામ પર ત્યાં કલાકો સુધી સમય વીતાવતો હતો. શરૂઆતમાં તો તેની આ હરકતને તેની સાથે કામ કરતા લોકો અને મેનેજરે ઈગ્નોર કરી પરંતુ જ્યારે તેની આ રોજની આદત બની ગઈ તો તેને નોટિસ પાઠવીને પૂછપરછ કરાઈ. ત્યારે જઈને આ મામલો પોતાના અંજામ સુધી પહોંચ્યો.
HR એ કોર્ટમાં રજૂ કર્યો વર્ક રિપોર્ટ
નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલા વ્યક્તિએ 2006માં આ કંપની જોઈન કરી હતી. અહીં તેણે લગભગ સાત વર્ષ એટલે કે 2013 સુધી કોન્ટ્રાક્ટ પર કામ કર્યું. બીજા વર્ષે 2014માં તેને પેટમાં પાચન સંબંધિત એવી બીમારી થઈ કે ટ્રીટમેન્ટ કરાવી તો પણ ફાયદો થયો નહીં. સારવાર ચાલતી રહી પરંતુ સમસ્યા દૂર થઈ નહીં અને તેણે દિવસમાં 3થી 6 કલાક સુધી ટોઈલેટ બ્રેક પર રહેવું પડતું હતું. નોકરીથી કાઢવામાં આવ્યા બાદ તે કોર્ટમાં ગયો. ત્યાં એચઆર ડિપાર્ટમેન્ટે કોર્ટ સામે રજૂ કરેલા ડોક્યુમેન્ટનો હવાલો આપતા કહ્યું કે 2015માં તે એક શિફ્ટમાં 2થી 3 વખત ઓફિસ ટોઈલેટ જતો હતો. તે ત્યાં રોજ 50થી લઈને 200 મિનિટ વિતાવતો હતો. પુરાવા જોયા બાદ જજે ફટકાર લગાવતા તેની આ અરજી ફગાવી દીધી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે