1920 Trailer: અવિકા ગૌરની ડેબ્યૂ ફિલ્મ 1920 નું ટ્રેલર જોઈ રુંવાડા થઈ જશે ઊભા, આ દિવસે ફિલ્મ થશે રિલીઝ

1920 Trailer: આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે અને ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ચર્ચામાં પણ આવી ગયું છે. 2 મિનિટ 38 સેકન્ડના આ ટ્રેલરમાં અવિકા ગોરનો ખતરનાક અવતાર  જોવા મળે છે. 

1920 Trailer: અવિકા ગૌરની ડેબ્યૂ ફિલ્મ 1920 નું ટ્રેલર જોઈ રુંવાડા થઈ જશે ઊભા, આ દિવસે ફિલ્મ થશે રિલીઝ

1920 Trailer: ટીવી સીરિયલ 'બાલિકા વધૂ'માં આનંદીની ભૂમિકા ભજવનાર અવિકા ગોર હવે બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. અવિકા 1920 હોરર ઓફ ધ હાર્ટ ફિલ્મથી બોલીવુડમાં પોતાનું કરિયર શરુ કરવા જઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે અને ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ચર્ચામાં પણ આવી ગયું છે. 2 મિનિટ 38 સેકન્ડના આ ટ્રેલરમાં અવિકા ગોરનો ખતરનાક અવતાર  જોવા મળે છે. 

આ પણ વાંચો: 

અવિકા ગોર ફિલ્મમાં જબરદસ્ત એક્ટિંગ કરતી જોવા મળી છે. ટ્રેલરમાં જોવા મળે છે કે અવિકા ગોર તેના માતા-પિતાના મૃત્યુનો બદલો લેવા માંગે છે. ત્યારપછી તે બદલો લેવા જે કામ કરે છે તે જોઈ તમારા રુંવાડા પણ ઊભા થઈ જશે. વિક્રમ ભટ્ટ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન મહેશ ભટ્ટની દીકરી કૃષ્ણા ભટ્ટે કર્યું છે.  

આ ફિલ્મનું ટ્રેલર ક્રિષ્ના ભટ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યું છે. આ ફિલ્મમાં અવિકા ગોર ઉપરાંત રાહુલ દેવ અને બરખા બિષ્ટ જોવા મળશે. આ ફિલ્મ 23 જૂને રિલીઝ થઈ રહી છે.
 
અવિકા ગોર ફિલ્મ '1920 હોરર ઓફ ધ હાર્ટ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. અવિકાએ 'બાલિકા વધૂ'માં આનંદીના બાળપણની ભૂમિકા ભજવી હતી. જેના કારણે તેને લોકપ્રિયતા મળી હતી. આ સિવાય તેણે 'સસુરાલ સિમર કા' શોમાં રોલીનું પાત્ર ભજવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news