ગુજરાતને હચમચાવતી બે ઘટના : રાજકોટમાં માતાએ અને દાહોદમાં પિતાએ સંતાનોને મારીને કરી આત્મહત્યા

Family Suicide Two Incidence : માતાપિતાએ પોતાના જ સંતાનોને મારી આપઘાત કર્યાના બે બનાવ ગુજરાતમાં બન્યા છે... રાજકોટમાં માતાએ અને દાહોદમાં પિતાએ સંતાનોને મારી આપઘાત કર્યો 
 

ગુજરાતને હચમચાવતી બે ઘટના : રાજકોટમાં માતાએ અને દાહોદમાં પિતાએ સંતાનોને મારીને કરી આત્મહત્યા

Rajkot News રાજકોટ : ગુજરાતમાં આજે બે હચમચાવી દેતી ઘટના બની છે. ઘરકંકાસમાં બે પરિવારો હોમાયા છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, જન્મ આપનારા માતાપિતા જ જાલીમ બન્યા છે. રાજકોટમાં એક માતાએ ઘરકંકાસથી કંટાળીને પોતાના જ 2 બાળકોને મોતને ઘાટ ઉતારી ગળાફાંસો ખાઇ લીધો છે. તો બીજી તરફ, દાહોદના ડુંગરીમાં એક પિતાએ પુત્ર અને પુત્રીની હત્યા કર્યા બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાઓ અનેક સવાલો પેદા કરે છે કે, આખરે એવી તો શુ મજબૂરી કે માતાપિતા જ પોતાના સંતાનોને મારી રહ્યાં છે. 

રાજકોટમાં માતાએ બે સંતાનોને મારી એસિડ પીધું 
રાજકોટમાં માસુમ દીકરા દીકરીની હત્યા કરી માતાએ આપઘાત કર્યો છે. ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકર નગરમાં આ ઘટના બની હતી. મનીષા પરમાર નામની મહિલાએ પોતાના 3 વર્ષના પુત્ર ભાર્ગવ અને 3 મહિનાની પુત્રી ઇશીતાને ગળા ટૂંપો દઈ પોતે પણ આપઘાત કર્યો. આ માટે તેણે પતિ સાગરનું અન્ય સ્ત્રી સાથે લફરૂ અને ત્રાસ જવાબદાર હોવાનું જણાવ્યું. મૃતક મનીષાએ આપઘાત કરતા પહેલા વિડીયો પણ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ચકચારી બનાવ બાદ માલવીયાનગર પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પતિ સાગર પરમારને પોલીસ સકંજામાં લીધો છે. 

દાહોદમાં પિતાએ બે સંતાનોને માર્યા 
તો અન્ય કિસ્સામાં, દાહોદના ડુંગરીમાં પિતાએ કરી પુત્ર અને પુત્રીની હત્યા કરી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘર કંકાસ અને સાસરીના ત્રાસથી કંટાળી પિતાએ તેના બંને સંતાનોની ગળુ દબાવી હત્યા કરી હતી. વહેલી સવારે બન્ને સંતાનનુ ગળુ દબાવી હત્યા કર્યા બાદ પોતે ઝાડ ઉપર લટકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પિતાએ 12 વર્ષીય બાળકી અને 7 વર્ષીય બાળકની હત્યા કરી હતી. પિતાએ  સ્યુસાઈડ નોટ લખી બન્ને બાળકોની હત્યા કરી આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. લીમડી પોલીસે આરોપી પિતાની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. બંને બાળકોના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે ખસેડાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news