Elon Musk: શું એલન મસ્ક એલિયન છે? તેમની એક ટ્વીટે દુનિયાભરમાં ખળભળાટ મચાવ્યો
Elon Musk Says He Is Alien: ટ્વિટરના નવા માલિક હાલ ખુબ ચર્ચામાં છે. તેમની એક-એક ટ્વીટ દુનિયાભરમાં ખળભળાટ મચાવી રહી છે. આ બધા વચ્ચે એક ટ્વીટ તેમણે એવી કરી કે લોકો ચોંકી ગયા છે.
Trending Photos
Elon Musk Says He Is Alien: ટ્વિટરના નવા માલિક હાલ ખુબ ચર્ચામાં છે. તેમની એક-એક ટ્વીટ દુનિયાભરમાં ખળભળાટ મચાવી રહી છે. આ બધા વચ્ચે એક ટ્વીટ તેમણે એવી કરી કે લોકો ચોંકી ગયા છે. તેમણે પોતાને એલિયન ગણાવી દીધા છે અને કહ્યું કે તેઓ પોતાના ગ્રહ પર પરત ફરવા માંગે છે. ત્યારબાદ તેમણે આ સંલગ્ન શ્રેણીબદ્ધ અનેક ટ્વીટ કરી છે.
'હું એલિયન છું'
વાત જાણે એમ છે કે હાલમાં જ ટ્વિટર પર waitbutwhy નામના હેન્ડલે એક ટ્વીટ કરતા લખ્યું કે સૌથી પાગલપણાની થિયરી શું હોઈ શકે છે, જે સાચી પડી શકે છે. આ ટ્વીટમાં એલન મસ્કને ટેગ કરાયા હતા. જેના જવાબમાં એલન મસ્કે જે જવાબ આપ્યો તે વાયરલ થઈ ગયો. તેમણે લખ્યું કે 'હું એલિયન છું અને પોતાના ઘરે જવા માટે પ્રયત્ન કરી રહ્યો છું.' ત્યારબાદ યૂઝર્સ તેના પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એલન મસ્ક ટ્વીટરના નવા બોસ
એટલું જ નહીં કે આ અગાઉ પણ એલન મસ્કે પોતાની એક ટ્વીટમાં લખ્યું કે હું એલિયન છું. અત્રે જણાવવાનું કે જ્યારથી એલન મસ્કે ટ્વિટર ખરીદી છે ત્યારથી અનેક પ્રકારની વાતો સામે આવી રહી છે. હવે ટ્વિટર પર બ્લૂ ટીકવાળા યૂઝર્સે 8 ડોલર આપવા પડશે. તેની જાહેરાત એલન મસ્કે જ કરી હતી. જો કે એલન મસ્કે સાથે સાથે બ્લૂ ટીકવાળા યૂઝર્સને શું ફાયદા થશે તે પણ ગણાવ્યા હતા.
I’m an alien trying to get back to my home planet
— Elon Musk (@elonmusk) November 4, 2022
નોકરીમાં છટણી શરૂ
અત્રે જણાવવાનું કે ટ્વિટરે દુનિયાભરમાં મોટા પાયે છટણીની નીતિ હેઠળ ભારતમાં પણ કર્મચારીઓને કાઢવાનું શરૂ કરી દીધુ છે. એલન મસ્કે જ્યારે ટ્વિટર હસ્તગત કર્યું તો ત્યારબાદથી જ કંપનીએ દુનિયાભરમાં પોતાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાનું શરૂ કરી દીધુ છે. હાલત તો જો કે તેમની આ એલિયનવાળી ટ્વીટ ખુબ વાયરલ થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે