Turkiye Earthquake: તુર્કીમાં ફરી 6.4 ની તીવ્રતાનો ભૂકંપ, અનેક બિલ્ડીંગો ધરાશાયી

સેન્ટ્રલ અંતાક્યામાં ભૂકંપ બાદ વધુ ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. અંતાક્યામાં બે અઠવાડિયા પહેલા ભૂકંપ આવ્યો હતો, જેમાં હજારો લોકો માર્યા ગયા હતા અને ઘણી ઇમારતો નાશ પામી હતી. રોઇટર્સના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપ બાદ તુર્કીની બચાવ ટુકડીઓ વિસ્તાર તરફ જતી જોવા મળી હતી.

Turkiye Earthquake: તુર્કીમાં ફરી 6.4 ની તીવ્રતાનો ભૂકંપ, અનેક બિલ્ડીંગો ધરાશાયી

Turkiye Earthquake: તુર્કીમાં સોમવારે (20 ફેબ્રુઆરી) ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ જણાવ્યું હતું કે તુર્કી-સીરિયા સરહદી ક્ષેત્રમાં બે કિમી (1.2 માઇલ) ની ઊંડાઈએ 6.4-તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નવા ભૂકંપના કારણે દક્ષિણ તુર્કીમાં વધુ તબાહી સર્જાવાની આશંકા છે. લટાકિયામાં લગભગ 10 સેકન્ડ સુધી ભૂકંપના બે આંચકા અનુભવાયા છે. આ દરમિયાન લોકો હોટલની બહાર આવી ગયા હતા.

સેન્ટ્રલ અંતાક્યામાં ભૂકંપ બાદ વધુ ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. અંતાક્યામાં બે અઠવાડિયા પહેલા ભૂકંપ આવ્યો હતો, જેમાં હજારો લોકો માર્યા ગયા હતા અને ઘણી ઇમારતો નાશ પામી હતી. રોઇટર્સના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપ બાદ તુર્કીની બચાવ ટુકડીઓ વિસ્તાર તરફ જતી જોવા મળી હતી.

6 ફેબ્રુઆરીએ આવ્યો હતો વિનાશક ભૂકંપ 
એક રહેવાસી, મુના અલ ઓમરે દાવો કર્યો હતો કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તે અંતક્યા શહેરના એક પાર્કમાં તંબુ નીચે હતી. 6 ફેબ્રુઆરીએ તુર્કીના દક્ષિણપૂર્વ અને પડોશી સીરિયામાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 45,000થી વધુ લોકોના મોત થયા હતા અને 10 લાખથી વધુ લોકો બેઘર બન્યા હતા. આ પછી તુર્કીમાં ઘણા આફ્ટર શોક્સ પણ આવ્યા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news