Earthquake: ભૂકંપથી તુર્કી-સીરિયામાં ભારે તબાહી, મૃત્યુઆંક 195 થયો
તુર્કીમાં ભૂકંપના તેજ આંચકા મહેસૂસ થયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 માપવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ભૂકંપનું કેન્દ્ર તુર્કીના નુર્દગીથી 23 કિમી પૂર્વમાં હતું. સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે.
Trending Photos
Earthquake in Turkiye: તુર્કીમાં ભૂકંપના તેજ આંચકા મહેસૂસ થયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 માપવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ભૂકંપનું કેન્દ્ર તુર્કીના નુર્દગીથી 23 કિમી પૂર્વમાં હતું. સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. આ વિનાશકારી ભૂકંપથી તુર્કી અને સીરિયામાં ભારે તબાહી મચી છે. મૃત્યુઆંક 195 પર પહોંચી ગયો છે. તુર્કીમાં સાઉદી અરબ દૂતાવાસ તરફથી જણાવવામાં આવ્યું છે કે તેમના સાત નાગરિકોના મોત થયા છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 150 ઈમારતો તૂટી ગઈ છે. ભારે જાનમાલનું નુકસાન થયું છે. ભૂકંપના આંચકા તુર્કી અને સીરિયા ઉપરાંત ઈઝરાયેલ, પેલેસ્ટાઈન, સાઈપ્રસ, બેલનન, ઈરાકમાં પણ મહેસૂસ થયા છે.
ભૂકંપનું કેન્દ્ર તુર્કી કાઝિયાટેપમાં હતું. જે સીરિયા બોર્ડરથી 90 કિમી દૂર છે. આવામાં સીરિયાના અનેક શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. એવું કહેવાઈ રહ્યું છે કે બોર્ડરની બંને બાજુ ભારે તબાહી થઈ છે. તુર્કીના સ્થાનિક સમય મુજબ સવારે 4.17 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો. કેન્દ્ર બિન્દુ જમીનથી 17.9 કિલોમીટર અંદ હતું.
The death toll from the 7.8 magnitude earthquake in Turkey and Syria rises to at least 195 people, and is expected to go up. Hundreds were also injured. https://t.co/R7C0QhB3Ui
— The Associated Press (@AP) February 6, 2023
સોશિયલ મીડિયા પર આ ઘટનાના અનેક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. જેમાં તબાહીનો મંજર હોવા મળી રહ્યો છે. મોટી મોટી ઈમારતો જમીન દોસ્ત થતી જોવા મળી રહી છે. તુર્કીમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. અનેક એજન્સીઓ બચાવકાર્યમાં લાગી છે. અનેક લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે.
BREAKING: First footage is emerging after a M7.8 earthquake in central Turkey.#Turkey #Earthquake
pic.twitter.com/5nJL41NFhO
— Global News Network (@GlobalNews77) February 6, 2023
કેમ આવે છે ભૂકંપ?
BREAKING: Powerful 7.8 magnitude earthquake strikes southern Turkey, injuring multiple people; multiple fatalities expected.pic.twitter.com/qu8jwgvaIZ
— Dredre babb (@DredreBabb) February 6, 2023
A #supermarket in Beirut is trashed after a 7.8 MAG #earthquake struck central Turkey. #Beirut is roughly 800 miles from central #Turkey ... pic.twitter.com/45IOhn9WAF
— Rahul Sisodia (@Sisodia19Rahul) February 6, 2023
ભૂકંપ આવવા પાછળ શું કારણ હોય છે તે પણ જાણવું જરૂરી છે. ધરતીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ઘૂમતી રહે છે. આ પ્લેટ્સ જે જગ્યાએ સૌથી વધુ ટકરાય છે તેને ફોલ્ટ લાઈન ઝોન કહેવામાં આવે છે. વારંવાર ટકરાવવાથી પ્લેટ્સના ખૂણા વળી જાય છે. જ્યારે પ્રેશર વધવા લાગે છે ત્યારે પ્લેટ્સ તૂટવા લાગે છે. તેમના તૂટવાના કારણે અંદરની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. આ ડિસ્ટર્બન્સ બાદ ભૂકંપ આવે છે.
રિક્ટર સ્કેલ આંચકાની અસર
0 થી 1.9 ફક્ત સીસ્મોગ્રાફથી ખબર પડે છે.
2 થી 2.9 હળવા કંપન
3 થી 3.9 કોઈ ટ્રક તમારી નજીકથી પસાર થાય તેવી અસર.
4થી 4.9 બારીઓ તૂટી શકે છે. દીવારો પર લટકાયેલી તસવીરો પડી શકે છે.
5 થી 5.9 ફર્નીચર હલે છે.
6થી 6.9 ઈમારતોના પાયા હલી શકે છે. ઉપરના માળને નુકસાન થઈ શકે છે.
7થી 7.9 ઈમારતો પડી શકે છે, જમીનની અંદર પાઈપ ફાટે છે.
8 થી 8.9 ઈમારતો સહિત મોટા પુલ પડી શકે છે. સુનામીનું જોખમ રહે છે.
9 કે તેથી વધુ સંપૂર્ણ તબાહી, કોઈ મેદાનમાં ઊભું હોય તો તેને ધરતી હલતી જોવા મળશે. સમુદ્ર નજીક હોય તો સુનામી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે