ખૂંખાર હૂતી વિદ્રોહીઓએ UAE માં બોમ્બ ફેંક્યા, ડ્રોન હુમલામાં અબુધાબી એરપોર્ટને બનાવ્યું નિશાન

સંયુક્ત અરબ અમીરાતની સરકારી ડબ્લ્યૂએએમ સમાચાર એજન્સીએ જણાવ્યું કે, શરૂઆતી તપાસના સંકેત જણાવે છે કે તે નાની ઉડનારી વસ્તુઓ હતી, સંભવતઃ ડ્રોન. તે અબુધાબીના બંને ક્ષેત્રોમાં પડ્યા અને વિસ્ફોટકોને અંજામ આપવામાં આવ્યો. 
 

ખૂંખાર હૂતી વિદ્રોહીઓએ UAE માં બોમ્બ ફેંક્યા, ડ્રોન હુમલામાં અબુધાબી એરપોર્ટને બનાવ્યું નિશાન

અબુધાબીઃ સંયુક્ત અબર અમીરાત માટે આજનો દિવસ ધમાકા ભર્યો રહ્યો, જેમાં દેશના એક મુખ્ય આંતરરાષ્ટ્રી એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યું છે. યૂએઈની રાજધાની અબુધાબીના મુખ્ય એરપોર્ટ પર સોમવારે આગ લાગી ગઈ અને ત્રણ ઈંધણ ટેન્કરોમાં વિસ્ફોટ થયો. અબુધાબી પોલીસે તેના માટે ડ્રોન હુમલાને જવાબદાર ઠેરવ્યો છે. આ યૂએઈના લક્ષ્ય વિરુદ્ધ એક ખુબ અસામાન્ય હુમલો છે. સમનના હૂતી વિદ્રોહીઓએ આ હુમલાની જવાબદારી લીધી છે. આ દુર્ઘટનામાં બે ભારતીય સહિત ત્રણ લોકોના મોતના સમાચાર પણ મળી રહ્યાં છે.

સંયુક્ત અરબ અમીરાતની સરકારી ડબ્લ્યૂએએમ સમાચાર એજન્સીએ જણાવ્યું કે, શરૂઆતી તપાસના સંકેત જણાવે છે કે તે નાની ઉડનારી વસ્તુઓ હતી, સંભવતઃ ડ્રોન. તે અબુધાબીના બંને ક્ષેત્રોમાં પડ્યા અને વિસ્ફોટકોને અંજામ આપવામાં આવ્યો. આ હુમલામાં કોઈના ઘાયલ કે મોતના સમાચાર નથી. હૂતી વિદ્રોહીઓનું સૌથી મોટુ દુશ્મન સાઉદી અરબને માનવામાં આવે છે, કારણ કે તે તેના વિરુદ્ધ લડનાર ખાડી દેશોના એક ગઠબંધનનું નેતૃત્વ કરી રહ્યું છે. 

— @shalinisharma87 (@shalinisharma87) January 17, 2022

UAEએ હૂતી બળવાખોરો સામે ઝુંબેશ વધુ તીવ્ર બનાવી
UAE યમનના ગૃહયુદ્ધમાં સાઉદી અરેબિયા સાથે હૌથિઓ વિરુદ્ધ જોડાણમાં પણ લડી રહ્યું છે. યુએઈએ તાજેતરના અઠવાડિયામાં યમનમાં હૂતી લક્ષ્યો સામે તેના હવાઈ અભિયાનને વધુ તીવ્ર બનાવ્યું છે. ઈરાન સમર્થિત જૂથે કહ્યું હતું કે તે તેની સામે બદલો લેશે. સોમવારના હુમલાને આ કાર્યવાહીનો એક ભાગ ગણી શકાય. અગાઉ, યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) જહાજ રાવબીના 7 ભારતીય ક્રૂ સભ્યોને યમનમાં કાર્યરત ઈરાન સમર્થિત હૂતી બળવાખોરોએ પકડી લીધા હતા.

હૂતી વિદ્રોહીઓના કબજામાં સાત ભારતીય
ભારતે આ ઘટના પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા સંયુક્ત રાષ્ટ્રને મદદની વિનંતી કરી છે. આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે તેણે રવાબી પર તૈનાત ચાલક દળના સભ્યો સાથે વાત કરી છે. હૂતી વિદ્રોહીઓનું કહેવું છે કે આ જહાજ પર ઘાતક હથિયાર હતા અને લાલ સાગરમાંથી તેને ઝડપવામાં આવ્યું હતું. જાણવા મળ્યું છે કે જહાજ પર ચાલક દળના કુલ 11 સભ્ય છે, જેમાં સાત ભારતીય છે. 

2011થી યમનમાં ચાલી રહ્યું છે ગૃહ યુદ્ધ
આ ઘટનાક્રમ તેવા સમયે થયો છે જ્યારે યમનમાં સાઉદી ગઠબંધન તરફથી સૈન્ય અભિયાન ઝડપી કરી દેવામાં આવ્યું છે. ભારતે પણ તે આહ્વાન કર્યુ કે યમનમાં સંપૂર્ણ રીતે સીઝફાયર લાગૂ કરવામાં આવે. ત્યારબાદ એક રાજકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવે, જેમાં મહિલાઓને પણ મહત્વની ભૂમિકા આપવામાં આવે. યમનમાં 2011થી ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે. હૂતી વિદ્રોહીઓનું કહેવું છે કે તેણે જહાજમાંથી ઘણા હથિયાર ઝડપ્યા છે. તેણે તેના વીડિયો પણ જાહેર કર્યા હતા. હૂતી વિદ્રોહી સતત સાઉદી અરબ પર ડ્રોન અને મિસાઇલ હુમલા કરતા રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news