નિષ્ણાંતોએ જણાવ્યા ઓમિક્રોન વેરિએન્ટથી બચવાના પાંચ મોટા ઉપાય, જેથી સુરક્ષિત રહેશે તમે

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન તથા યૂપીના કોવિડ રસીકરણના બ્રાન્ડ એમ્બેસેડર તથા કેજીએમયૂના રેસ્પરેટરી મેડિસિન વિભાગના અધ્યક્ષ ડો. સૂર્યકાન્તે તેનાથી બચવાના પાંચ ઉપાય જણાવ્યા છે. આવો જાણીતે તેમના ક્યા આ પાંચ ઉપાય છે. 

નિષ્ણાંતોએ જણાવ્યા ઓમિક્રોન વેરિએન્ટથી બચવાના પાંચ મોટા ઉપાય, જેથી સુરક્ષિત રહેશે તમે

નવી દિલ્હીઃ દેશમાં ઓમિક્રોનને લઈને હાહાકાર મચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,58,089 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી જાણકારી અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,51,740 કોરોના દર્દી સાજા થયા છે અને 385 લોકોના મૃત્યુ થયા છે. તેવામાં સવાલ ઉઠે છે કે ઓમિક્રોનથી કઈ રીતે બચવામાં આવે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન તથા યૂપીના કોવિડ રસીકરણના બ્રાન્ડ એમ્બેસેડર તથા કેજીએમયૂના રેસ્પરેટરી મેડિસિન વિભાગના અધ્યક્ષ ડો. સૂર્યકાન્તે તેનાથી બચવાના પાંચ ઉપાય જણાવ્યા છે. આવો જાણીતે તેમના ક્યા આ પાંચ ઉપાય છે. 

પાંચ જરૂરી મંત્ર તમને કોરોનાથી રાખી શકે છે સુરક્ષિત
ડો. સૂર્યકાન્તનું કહેવુ છે કે આ વાત શરૂઆતથી જણાવવામાં આવી રહી છે કે કોરોનાને માત આપવી છે તો બે કામ હાથ માટે ખુબ જરૂરી છે અને બે કામ પગ માટે. તે હેઠળ સૌથી પહેલા કોઈની સાથે હાથ મિલાવવાની જગ્યાએ નમસ્કાર કરવાના છે. બીજુ કે હાથને વારંવાર સાબુથી ધોવાના છે. ત્રીજો મંત્ર છે કે પગને ભીડભાડ વાળી જગ્યાએ જતા રોકવાના છે અને ચોથુ કે સામાજિક અંતર જાળવવાનું છે. પાંચમો અને અંતિમ સૌથી જરૂરી મંત્ર છે કે માસ્ક પહેરવાનું છે, કારણ કે કોરોના દરેક જગ્યાએ હુમલો કરવા માટે તૈયાર બેઠો છે. તેમણે કહ્યું કે, જવાબદાર નાગરિક બનીને જાહેર જગ્યાએ હંમેશા માસ્ક પહેરીને રાખો. આ કોરોના જ નહીં પરંતુ વાયુ પ્રદૂષણ તથા ટીવી-નિમોનિયા સહિત ઘણી અન્ય સંક્રામક બીમારીથી પણ બચાવશે. 

કોવિડ રસીકરણ ખુબ જરૂરી
1. ડો. સૂર્યકાન્તે કહ્યુ કે, વર્ષ ભરના અનુભવ અને દુનિયામાંથી આવી રહેલા અભ્યાસથી સ્પષ્ટ જાણવા મળે છે કે કોવિડ-19ના સંક્રમણથી જો ખુદને અને ઘર-પરિવારને સુરક્ષિત રાખવો છે તો પાત્ર લોકોએ રસી લેવી જરૂરી છે. રસીકરણની સાથે જરૂરી પ્રોટોકોલ (પાંચ મંત્ર) નું પાલન કરવું જરૂરી છે. સૂર્યકાન્તનું કહેવું છે કે કોવિડની પ્રથમ લહેરમાં તો કોઈ રસી નહોતી, પરંતુ બીજી લહેરમાં તે લોકો ગંભીર રીતે સંક્રમિત થયા જેણે રસી લીધી નહોતી. 

2. દેશમાં આ વચ્ચે ફરી કોરોના વાયરસ ઝડપથી ફેલાય રહ્યો છે. કેવામાં હાલમાં મુંબઈની એક હોસ્પિટલથી આવેલા આંકડા જણાવે છે કે હોસ્પિટલમાં દાખલ થનાર 95 ટકા કોરોના સંક્રમિતે રસીના બંને ડોઝ લીધા નથી. તેથી દેશના લોકોને અપીલ છે કે જલદી રસીકરણ કરાવે. રસી લીધા બાદ કોરોનાની ઝપેટમાં આવશે તો સ્થિતિ ગંભીર થશે નહીં અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડશે નહીં. 

નવ મહિનાથી ઓછા સમયમાં 
ભારતે નવ મહિનાથી ઓછા સમયમાં 100 કરોડ ડોઝ ઈન્જેક્શન આપ્યા. એક દિવસમાં 2.51 કરોડ ડોઝ ઇન્જેક્શન આપવાનો રેકોર્ડ બનાવ્યો. ભારતે એક દિવસમાં એક કરોડથી વધુ ડોઝનો આંકડો પાર કર્યો છે. દેશે રસીકરણ અભિયાનમાં ઘણા એવા સીમાચિહ્નો હાંસલ કર્યા, જેની દુનિયામાં કોઈ મિસાલ નથી. ભારતની આ સિદ્ધિ વિશ્વના વિકસિત અને ઓછી વસ્તીવાળા દેશોમાં રસીકરણ અભિયાન કરતાં ઓછી મોટી નથી. તમામ સંસાધનો અને સુવિધાઓ હોવા છતાં અમેરિકા સહિત અન્ય કોઈ દેશ રસીકરણમાં ભારત જેટલી સિદ્ધિ મેળવી શક્યા નથી. હાલ ભારતમાં 150 કરોડથી વધુ રસીના ડોઝ આપી દેવામાં આવ્યાં છે. દેશમાં અત્યાર સુધી કુલ પાંચ રસીને મંજૂરી મળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news