જતા-જતા ચીન સામે આક્રમક મૂડમાં Donald Trump, હવે 59 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ
અમેરિકી વાણિજ્ય મંત્રાલયે 59 ચીની સાઇન્ટિફિટિક અને ઇન્ડસ્ટ્રિયલ મેન્યુફેક્ચરિંગ યૂનિટ્સ પર પ્રતિબંધ લાગવાની જાહેરાત કરી છે, તેમાં સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇન્ટરનેશનલ કોર્પોરેશન (SMIC) પણ છે.
Trending Photos
નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ પદને અલવિદા કહ્યા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ચીન (China)ને છોડવાના મૂડમાં નથી. તેમણે ચીનને વધુ એક મોટો ઝટકો આપતા પ્રતિબંધાત્મક કાર્યવાહી કરી છે. અમેરિકી વાણિજ્ય મંત્રાલયે 59 ચીની સાઇન્ટિફિટિક અને ઇન્ડસ્ટ્રિયલ મેન્યુફેક્ચરિંગ યૂનિટ્સ પર પ્રતિબંધ લાગવાની જાહેરાત કરી છે, તેમાં સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇન્ટરનેશનલ કોર્પોરેશન (SMIC) પણ છે. અમેરિકાએ આ કંપનીઓને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો જણાવ્યો છે, સાથે વિદેશ નીતિને વિપરીત ગણાવી દીધી છે. આ પહેલા પણ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ચીન વિરુદ્ધ ઘણા મોટા અને આકરા પગલા ઉઠાવ્યા હતા.
કંપનીઓની છે ચીની સેના સાથે લિંક
વાણિજ્ય વિભાગના બ્યૂરો ઓફ ઈન્ડસ્ટ્રિઝ એન્ડ સિક્યોરિટી (BIS) દ્વારા જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે SMIC સહિત 59 કંપનીઓના ચીની સેથા સાથે સંબંધ છે. કોમર્સ સેક્રેટરી વિલબર રોસે કહ્યુ કે, ચીને પોતાના સૈન્ય આધુનિકિરણ માટે અમેરિકી ટેક્નોલોજીનો લાભ ઉઠાવ્યો છે, પરંતુ હવે આમ નહીં થાય. અમે તે દરેક કંપની વિરુદ્ધ કાર્યવાહી કરીશું જે કોઈપણ રીતે ચીની સેના સાથે જોડાયેલી છે.
તેમણે કહ્યું કે, આ નક્કી કરવા માટે SMIC ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી (PLA)ને અમેરિકી ટેકનીકથી મજબૂત કરતા નથી, તેથી તેને આ યાદીમાં રાખવી જરૂરી હતી.
વીગર મુસલમાનોથી દુર્રવ્યવહાર માટે પણ સજા
આ જાહેરાત બાદ અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યુ કે, દક્ષિણ ચીન સાગરમાં ચીનના દબાવને ખતમ કરવા માટે પણ કેટલાક પગલા ભર્યા છે. તેમણે કહ્યું કે, ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ પણ જહાજ બનાવવાને લઈને રિસર્ચ કરનાર 25 સંસ્થાઓને આ યાદીમાં નાખવા જઈ રહ્યાં છે. આ સિવાય PLAને રિસર્ચ, ડેવલોપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગમાં મદદ કરનાર 6 અન્ય ઓર્ગેનાઇઝેશન પર કાર્યવાહી કરવામાં આવશે.
એટલું જ નહીં પોમ્પિયોએ માનવાધિકારોના ઉલ્લંઘન માટે ચાર ચીની કંપનીઓ વિરુદ્ધ પ્રતિબંધ લગાવવાની વાત કહી છે. તેમણે કહ્યું કે, ચીનને વીગર મુસલમાનો સહિત તમામ અલ્પસંખ્યકોનું સન્માન કરવુ જોઈએ. અમેરિકા માનવાધિકારોના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે અને તેનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે શી જિનપિંગના નેતૃત્વ વાળી ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી (CCP)એ શિનજિયાંગમાં લગભગ 1.1 કરો ડ વીગર મુસલમાનોના અધિકારો પર ઘણા આકરા પ્રતિબંધ લગાવી મોટા પાયા પર તેનું શોષણ કર્યું છે. તેમને ત્યાં કેદીઓની શિબિરની જેમ રાખવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે