Whatsapp વેબમાં મળશે વીડિયો અને ઓડિયો કોલ્સની સુવિધા
વર્ષ 2020માં મેસેજિંગ એપ વોટ્સએપમાં એટલા બધા અપડેટ્સ આવ્યા છે જેને જોઈને એમ કહી શકાય કે 2020માં વોટ્સએપની કાયા પલટ થઈ ગઈ છે.. લોકડાઉનમાં ગ્રુપ કોલિંગ ત્યાર પછી વોટ્સએપ પેમેન્ટ ફીચર અને હવે વોટ્સએપ વેબ માટે નવા ફીચર્સ આવા જઈ રહ્યાં છે
Trending Photos
- વોટ્સએપના યુઝર્સને મળ્યું વધુ એક ફીચર
- વોટ્સએપ વેબથી ઓડિયો, વીડિયો કોલની સુવિધા
- હાલ બેટા યુઝર્સને આપવામાં આવી છે આ સુવિધા
હાર્દિક મોદી/ અમદાવાદ: વોટ્સએપ જલ્દી પોતાના યુઝર્સને એક નવી સુવિધા આપવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં વોટ્સએપ વેબ પર ઓડિયો અને વીડિયો કોલિંગની સુવિધા મળી રહેશે. હાલ વોટ્સએપના બેટા યુઝર્સને આ સુવિધા આપવામાં આવી છે. લાંબા સમય સુધી આ અપડેટ પર કામ ચાલ્યું અને હવે વોટ્સએપ વેબમાં ફીચરને ઉમેરવામાં આવશે.
વર્ષ 2020માં મેસેજિંગ એપ વોટ્સએપમાં એટલા બધા અપડેટ્સ આવ્યા છે જેને જોઈને એમ કહી શકાય કે 2020માં વોટ્સએપની કાયા પલટ થઈ ગઈ છે.. લોકડાઉનમાં ગ્રુપ કોલિંગ ત્યાર પછી વોટ્સએપ પેમેન્ટ ફીચર અને હવે વોટ્સએપ વેબ માટે નવા ફીચર્સ આવા જઈ રહ્યાં છે. વોટ્સએપ હવે પોતાના યુઝર્સનું કામ વધ સરળ બનાવવા માટે વોટ્સએપ વેબમાં ઓડિયો અને વીડિયો કોલિંગની સુવિધા આપવા જઈ રહ્યું છે. જે ટૂંક સમયમાં શરૂ થશે.
WABetaInfoના અહેવાલના જણાવ્યા અનુસાર હાલ વોટ્સએપ બીટા પરીક્ષકોને વોટ્સએપ વેબ કોલિંગ કરવાની સુવિધા આપવામાં આવી છે. જે આવનારા સમયમાં તમામ યુઝર્સ માટે પણ રજૂ કરવામાં આવશે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વોટ્સએપે કેટલાક યુઝર્સને એક પરીક્ષણના ભાગ રૂપે વોટ્સએપ વેબમાં કોલિંગની સુવિધા આપી છે. આ સુવિધા પર લાંબા સમયથી કામ ચાલતુ હતું, જે હવે તૈયાર છે. વોટ્સએપ મોબાઈલની જેમ વોટ્સએપ ચેટ હેડર્સમાં વોઈસ અને વીડિયો કોલનો વિકલ્પ છે. જ્યારે કોલ આવશે, ત્યારે એક નવી વિંડો વોટ્સએપ વેબમાં પોપ અપ થશે.
વોટ્સએપ વેબમાં વીડિયો અને ઓડિયા કોલિંગ માટે પોપ અપ મળશે. આ પોપ અપમાં કોલિંગના વિકલ્પ હશે. તેજ સમયે મોબાઈલની જેમ વોટ્સએપ વેબમં વીડિયો બંધ કરવાનો, અવાજને મ્યૂટ રાખવાનો તેમજ નકારવાનો વિકલ્પ મળી રહેશે. નવા ફીચરની ખાસ વાત એ છે કે મલ્ટી ટાસ્કિંગની જેમ વેબ કોલ દરમિયાન વોટ્સએપ પર ચેટ પણ કરી શકાશે. જોકે મહત્વની વાત એ છે કે અત્યાર સુધી ગ્રુપ કોલિંગ અંગે કંપની તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે