VIDEO: ટ્રમ્પે પુત્રી ઇવાંકા અને પોંપિયોને 'બ્યૂટીફુલ કપલ' ગણાવ્યા, બંન્ને શરામાયા

ઘણી વખત પોતાનાંવિવાદિત ટ્વીટના કારણે ટીકાનો સામનો કરી ચુકેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ કોરિયામાં એક કાર્યક્રમમાં પોતાની જીભ પર જ કાબુ રાખી શક્યા નહી. એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે અમેરિકી વિદેશી મંત્રી માઇક પોંપિયો અને પોતાની પુત્રી ઇવાંકા ટ્રમ્પને બ્યુટીફુલ કપલ ગણાવી દીધું હતું. ત્યાર બાદ પોતાની વાતને સુધારતા ટ્રમ્પે કહ્યું કે, એક સુંદર તો બીજી વ્યક્તિ સ્માર્ટ છે.
VIDEO: ટ્રમ્પે પુત્રી ઇવાંકા અને પોંપિયોને 'બ્યૂટીફુલ કપલ' ગણાવ્યા, બંન્ને શરામાયા

સિયોલ : ઘણી વખત પોતાનાંવિવાદિત ટ્વીટના કારણે ટીકાનો સામનો કરી ચુકેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ કોરિયામાં એક કાર્યક્રમમાં પોતાની જીભ પર જ કાબુ રાખી શક્યા નહી. એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે અમેરિકી વિદેશી મંત્રી માઇક પોંપિયો અને પોતાની પુત્રી ઇવાંકા ટ્રમ્પને બ્યુટીફુલ કપલ ગણાવી દીધું હતું. ત્યાર બાદ પોતાની વાતને સુધારતા ટ્રમ્પે કહ્યું કે, એક સુંદર તો બીજી વ્યક્તિ સ્માર્ટ છે.

સ્વિસ બેંકમાં બ્રિટનના લોકોના સૌથી વધારે પૈસા, ભારત 74મા સ્થાન પર !
રવિવારે દક્ષિણ કોરિયાનાં ઓસાન એરબેઝ પર એક કાર્યક્રમને સંબોધિત કરતા અમેરિકી રાષ્ટ્રપતિએ પહેલા સ્ટેજ પર વિદેશ મંત્રી માઇક પોંપિયોને બોલાવ્યા. ત્યાર બાદ તેમણે પોતાની પુત્રીને પણ સ્ટેજ પર આવવા માટે કહ્યું. જ્યારે બંન્ને સ્ટેજ પર આવવા લાગ્યા તો ટ્રમ્પે તેમને બ્યુટીફુલ કપલ કહી દીધું હતું. આટલું સાંભળીને માઇક અને પોંપિયો બંન્ને શરમાઇ ગયા. જો કે ત્યાર બાદ ટ્રમ્પે સંભાળતા ઇવાંકાને બ્યુટી અને માઇકને સ્માર્ટ ગણાવ્યા હતા.

VIDEO: પુલનું નિર્માણ ચાલી રહ્યું હતું અને અચાનક નદીમાં પુર આવ્યુ અને..
અત્રે ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે ઉત્તરકોરિયાનાં નેતા કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરવા પહોંચ્યા. ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉને રવિવારે અસૈન્યકૃત ક્ષેત્ર (DMZ) ના સીમાવર્તી ગામ પનમુનજોમ સાથે મુલાકાત કરી, જે ઉત્તર અને દક્ષિણ કોરિયાને અલગ કરે છે. ફેબ્રુઆરીમાં વિયતનામનાં હનોઇમાં મુલાકાત બાદ બંન્નેની આ પહેલી મુલાકાત છે. હનોઇમાં બંન્નેની મુલાકાત અનિર્ણિત રહી હતી. 

જય શ્રી રામ, વંદે માતરમના બહાને RSS પર વરસ્યા ઓવૈસી, કહ્યું હવે આ અટકવાનું નથી
ગત્ત વર્ષે જુનમાં સિંગાપુરમાં પોતાની પહેલી ઐતિહાસિક બેઠક દરમિયાન ટ્રમ્પ અને કિમ પહેલીવાર સામસામે આવ્યા હતા. દક્ષિણ કોરિયાની બે દિવસીય યાત્રા પર આવેલા ટ્રમ્પની બેઠખ બાદ મીડિયાને કહ્યું કે, બંન્ને કાર્યવાહી દેશોને વહેંચનારી રેખાને પાર કરવું તેમના માટે સન્માનની વાત છે. જ્યારે કિમે તેને એક ઐતિહાસિક ક્ષણ તરીકે માન્યું. 

— ANI (@ANI) June 30, 2019

ટ્રમ્પે કિમને અમેરિકા આવવાનું નિમંત્રણ પણ મોકલી દીધું પરંતુ હાલ આ સ્પષ્ટ નથી કે કિમે તેનો સ્વિકાર કર્યો કે નહી. જો કિમે તેનો સ્વિકાર કરી લે છે તો તે પહેલી વાર થશે. જ્યારે કોઇ ઉત્તર કોરિયન નેતા અમેરિકાની મુલાકાત પણ લેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news