મગફળી કૌભાંડ અંગે કોંગ્રેસે કાઢેલી ખેડૂત સંવેદના યાત્રા નાટક: વિજય રૂપાણી

મગફળી કૌભાંડ બાદ આજે કોંગ્રેસે કાઢેલી ખેડૂત સંવેદના યાત્રાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાટક ગણાવ્યું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલના પ્રસુતિ-બાળ આરોગ્ય બ્લોકના નિરીક્ષણ કરવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસ એક પણ સચોટ મુદ્દો લઈને ચાલી નથી માત્ર નાટકો કરે છે. 

મગફળી કૌભાંડ અંગે કોંગ્રેસે કાઢેલી ખેડૂત સંવેદના યાત્રા નાટક: વિજય રૂપાણી

રક્ષિત પંડ્યા/રાજકોટ: મગફળી કૌભાંડ બાદ આજે કોંગ્રેસે કાઢેલી ખેડૂત સંવેદના યાત્રાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાટક ગણાવ્યું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલના પ્રસુતિ-બાળ આરોગ્ય બ્લોકના નિરીક્ષણ કરવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસ એક પણ સચોટ મુદ્દો લઈને ચાલી નથી માત્ર નાટકો કરે છે. 

કોંગ્રેસના શાસનમાં ખેડૂતો પાસે થી ક્યારેય ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી નથી. એન.ડી.એના સાશનમાં 2700 કરોડની 4 લાખ ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે અને એક પણ ફરિયાદ ઉઠી નથી. કોંગ્રેસ ચૂંટણીમાં ફેંકાય ગઈ હોવાથી ખેડૂતોને ઉશ્કેરવા મથી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.

મહત્વનું છે કે, કચ્છના ગાંધીધામમાંથી મગફળી કૌભાંડ સામે આવ્યા બાદ આજે કોંગ્રેસે ખેડૂત સંવેદના યાત્રા ભલે કાઢી હોઈ પણ મુખ્યમંત્રીએ ખેડૂતોને કોંગ્રેસ આ પ્રકારે ઉશ્કેરવા મથામણ કરતી હોવાનો આક્ષેપ પણ કરી દીધો હતો.
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news