ઇઝરાયલ-હમાસ જંગમાં 2 દિવસમાં 1000 લોકોના મોત, દુનિયાભરમાં હલચલ

હમાસના આતંકવાદીઓએ ગાઝા પટ્ટીથી ઇઝરાયલમાં હજારો રોકેટ છોડ્યા હતા. હમાસે ઇઝરાયલ પર હજારો રોકેટ છોડ્યા અને તેના લડાકા હવાઈ, જમીની અને સમુદ્રના માર્ગે ઇઝરાયલી સરહદમાં ઘૂસી ગયા હતા. 
 

ઇઝરાયલ-હમાસ જંગમાં 2 દિવસમાં 1000 લોકોના મોત, દુનિયાભરમાં હલચલ

નવી દિલ્હીઃ આતંકવાદી સમૂહ હમાસ તરફથી અચાનક કરવામાં આવેલા હુમલા બાદ ઇઝરાયલમાં મૃતકોની સંખ્યા 600ને પાર થઈ ગઈ છે. ઘણા ઇઝરાયલી મીડિયા હાઉસે આ અપડેટ આપ્યું છે. કોન પબ્લિક બ્રોડકાસ્ટર, ચેનલ 12, હારેત્ઝ અને ટાઇમ્સ ઓફ ઇઝરાયલ તરફથી રવિવારે મૃતકોની આ સંખ્યા જણાવવામાં આવી. મહત્વનું છે કે શનિવારે શરૂ થયેલી લડાઈ બાદ ઇઝરાયલી પક્ષ તરફથી મૃત્યુ આંકને લઈને કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. ફિલિસ્તીની અધિકારીઓનું કહેવું છે કે ગાઝામાં 300થી વધુ લોકો માર્યા ગયા છે. પરંતુ તેમાં લડાકા અને નાગરિકો વચ્ચે અંતર કરવામાં આવ્યું નથી. 

રિપોર્ટ પ્રમાણે ઇઝરાયલે પણ જવાબી કાર્યવાહીમાં હમાસના આતંકીઓ પર કહેર શરૂ કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે ઇઝરાયલે હમાસ વિરુદ્ધ પોતાના ટેન્ક ઉતારી દીધા છે. આ ટેન્ક દક્ષિણી વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. ઇઝરાયલી સેનાએ કાર્યવાહી કરતા એક વિવાદિત વિસ્તારમાં હિજબુલ્લાના ઠેકાણા પર ડ્રોન હુમલા કર્યાં છે. આ વિસ્તારની સરહદ ઇઝરાયલ, લેબનાન અને સીરિયાથી લાગે છે. ઇઝરાયલના એક અધિકારીએ જણાવ્યું કે સેનાએ 400 આતંકીઓને ઠાર કર્યાં છે અને ઘણાને પકડી લીધા છે. ઇઝરાયલી સેનાએ કહ્યું કે 426 જગ્યા પર હુમલા કરવામાં આવ્યા અને મોટી-મોટી બિલ્ડિંગો ધ્વસ્ત કરી દેવામાં આવી. આ રીતે ઇઝરાયલ અને હમાસના જંગમાં બે દિવસમાં 1000 જેટલા લોકોના મોત થઈ ચુક્યા છે અને સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે.

ઇઝરાયલમાં ઈમરજન્સી એકતા સરકાર પર મંથન
આ વચ્ચે ઇઝરાયલના સર્વોચ્ચ નેતાઓએ આ જટિલ સ્થિતિનો સામનો કરવા માટે પોતાના મતભેદોને દૂર કરતા દેશમાં ઈમરજન્સી રાષ્ટ્રીય એકતા સરકાર બનાવવાની સંભાવના પર ચર્ચા શરૂ કરી દીધી છે. ઇઝરાયલના દૈનિક સમાચારપત્ર હારેત્ઝના રિપોર્ટ પ્રમાણે પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂ અને વિપક્ષી નેતા યાયર લાપિડ, બેની ગૈંટ્ઝે શનિવારે ચર્ચા કરી. આ દરમિયાન નેતન્યાહૂની સરકારમાં સામેલ થવાની સંભાવના પર ચર્ચા કરવામાં  આવી. બંને વિપક્ષી નેતાઓએ સરકારમાં સામેલ થવાને લઈને પોતાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ લાપિડે દક્ષિણપંથી નેતાઓ અને મંત્રીઓ સિવાય બેજેલલ સ્મોટ્રિચ અને ઇટમાર બેન-ગ્વિરને હટાવવાની માંગ કરી છે. બેની ગૈંટ્ઝ બંનેની સાથે સરકારમાં સામેલ થવા સહમત થઈ ગયા છે. 

બીજી તરફ સિક્યોરિટી એક્સપર્ટનું કહેવું છે કે હમાસનો હુમલો ઇઝરાયલી ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતાનું પરિણામ છે. ઇઝરાયલી સેના અનુસાર હમાસના આતંકવાદીઓએ ગાઝા પટ્ટીથી ઇઝરાયલમાં 3000થી વધુ રોકેટ છોડ્યા હતા. હમાસે શનિવારે ઇઝરાયલ પર અભૂતપૂર્વ હુમલો કરતા હજારો રોકેટ છોડ્યા અને વિવિધ માર્ગોથી ઇઝરાયલમાં પ્રવેશ કર્યો હતો. હમાસના હુમલાએ ઇઝરાયલને ચોંકાવી દીધુ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ઇઝરાયલને હંમેશા પોતાની ગુપ્તચર એજન્સીઓ, ઘરેલૂ યનિટ શિન બેટ અને વિશેષ રૂપથી બાહરી જાસૂસી એજન્સી મોસાદ પર ગર્વ થઈ રહ્યો છે, પરંતુ આ હુમલામાં ગુપ્તચર નિષ્ફળતા જોવા મળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news