600ની ક્ષમતાવાળી જેલમાં રખાય છે 7000 કેદીઓ, દુનિયાની સૌથી ખતરનાક જેલ વિશે જાણો

અલગ અલગ દેશમાં સભ્ય સમાજના અનુરૂપ કાયદા બનાવવામાં આવ્યા છે.આ કાયદાનો ભંગ કરનાર વ્યક્તિને સભ્ય સમાજથી દૂર રાખવામાં આવે છે જેની વ્યવસ્થાના ભાગ રૂપે જેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

600ની ક્ષમતાવાળી જેલમાં રખાય છે 7000 કેદીઓ, દુનિયાની સૌથી ખતરનાક જેલ વિશે જાણો

ઝી બ્યૂરો, અમદાવાદઃ જેલ સામાન્ય રીતે સારી ના હોય તે દરેક લોકો જાણે છે વ્યક્તિએ ગુનો કર્યો હોય તો તેને ગુનાની સજા મળી રહી છે તેવી ગુનેગારને અનુભુતી થાય તે પ્રકારની જેલ હોવી જોઈએ પરંતુ જેલ એવી હોય કે જે રોજ તમને મોતના દર્શન કરાવે તો?  રોજ તમને ત્રાસ મળતો હોય તો? ગમે ત્યારે જેલના કર્મીઓ મારી નાખશે તેવો ડર સતાવતો હોય તો? જીહા આજે આપણે દુનિયાની એવી 5 જેલ વિશે વાત કરીશું કે જે જેલ નર્ક સમાન ગણાય છે.

1VENEZULA.jpg

1.લા સબાનેટા,વેનેઝુએલા
સૌથી ખતરનાક જેલની ગણતરીમાં આવે છે લા સબાનેટા જેલ જે વેનેઝુએલામાં આવેલી છે.અહીં કેદીઓની સારવાર એકદમ નહીંવત જ થાય છે.કેદીઓને જમવાનું પણ ખૂબ ઓછું આપવામાં આવે છે.કેદીઓને પહેરવા માટે કપડાં પણ આપવામાં નથી આવતા.આ જેલમાં 1994માં ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં 108 કેદીઓના મૃત્યું થયા હતા.આ જેલની ક્ષમતા 15 હજાર કેદીઓનો સમાવેશ કરવાની છે તેમ છતા આ જેલમાં 25 હજાર કેદીઓ રાખવામાં આવે છે.આ જેલને નર્કનો દરવાજો પણ કહે છે.

2COMP.jpg

2.કેમ્પ 22,ઉત્તરકોરિયા
ઉત્તર કોરિયાની કેમ્પ 22 જેલ દુનિયાની સૌથી ખતરનાક જેલોમાંથી બીજા નંબરે આવે છે.1965માં બનાવવામાં આવેલી આ જેલમાં કેદીઓની સંખ્યા 50 હજાર છે.એવું કહેવામાં આવે છે કે આ જેલનાં કેદીઓ પર જૈવીક હથિયારોનું ટેસ્ટીંગ કરવામાં આવે છે.એટલું જ નહીં આ દેશનો કાયદો પણ અજીબ છે અહીં ગુનો કરનાર વ્યક્તિને જ સજા મળે તેવું નથી.ગુનો કરનાર વ્યક્તિની ત્રણ પેઢીને ઉમર કેદની સજા આપવામાં આવે છે જેથી તેમની પેઢીઓમાં પણ કોઈ ગુનો ના કરે.

3tadmorjail.jpg

3.ટડમોર જેલ,સીરિયા
સીરિયાની ટડમોર જેલ ખૂબ ખતરનાક હોવાથી તેનું નામ ''ડેથ વારંટ" રાખવામાં આવ્યું.અહીં કેદીઓને ઢોર માર મારવામાં આવે છે. જેલમાં કેદીઓના અંદર અંદર ઝગડા થાય છે જેમાં કેદીઓના મૃત્યું થઈ જાય છે.1980માં આ જેલમાં 2400 કેદીઓને મારી નાખવામાં આવ્યા હતાં..

4alhayearjail.jpg

4.અલ હાયર જેલ,સાઉદી અરબ
સાઉદી અરબમાં આવેલી અલ હાયર જેલમાં કેદીઓને ખૂબ ત્રાસ આપવામાં આવે છે.જેલમાં આપવામાં આવતા ત્રાસની સામે કોઈ વિરોધ કરે તો તેને મારીનાખવામાં આવે છે.વર્ષ 2002માં 140 કેદીઓ અને 40 સુરક્ષા કર્મીઓને મારી નાખવામાં આવ્યા હતા.

5geetaramajail.jpg

5.ગીતારામા સેન્ટ્રલ જેલ,રવાંડા
ગીતારામ જેલ રવાંડામાં આવેલી છે.આ જેલમાં કેદીઓને મારવામાં આવતા નથી પરંતુ કેદીઓ જ એક બીજાને મારી નાખે છે.આ જેલી ક્ષમતા માત્ર 600 કેદીની હોવા છતા આ જેલમાં 7000 કેદીઓ રાખવામાં આવે છે.જેલની ક્ષમતા કરતા વધુ કેદી રાખવાના કારણે જીવનું  જોખમ વધુ રહે છે.આ જેલમાં જ્યારે સજા આપવી હોય ત્યારે,કેદીઓને લોખંડની સાકંળથી બાધી લટકાવાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news