ICC T20 Ranking: Virat Kohliને થયો ફાયદો, KL Rahul ટોપ-3માં સામેલ
રાહુલ (KL Rahul) 816 અંકથી ડેવિડ મલાન (915) અને બાબર આઝમ (820)ને પાછળ છે. ત્યારે કોહલીના 697 અંક છે. કોહલી (Virat Kohli) તમામ ત્રણે ફોર્મેટમાં મુખ્ય 10 રેન્કિંગમાં સામેલ છે. તે વનડે બેટિંગ રેન્કિંગમાં ટોચ પર છે. જ્યારે ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં બીજા સ્થાન પર છે.
Trending Photos
દુબઇ: આઈસીસી મેન્સ ટી-20 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની બેટિંગ રેન્કિંગમાં વિરાટ કોહલી (Virat Kohli)એ સ્થાન મેળવ્યું છે. હવે તે સાતમા સ્થાને પહોંચી ગયા છે. જ્યારે કેએલ રાહુલ (KL Rahul)એ ત્રીજો નંબર જાળવી રાખ્યો છે.
રાહુલ (KL Rahul) 816 અંકથી ડેવિડ મલાન (915) અને બાબર આઝમ (820)ને પાછળ છે. ત્યારે કોહલીના 697 અંક છે.
કોહલી (Virat Kohli) તમામ ત્રણે ફોર્મેટમાં મુખ્ય 10 રેન્કિંગમાં સામેલ છે. તે વનડે બેટિંગ રેન્કિંગમાં ટોચ પર છે. જ્યારે ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં બીજા સ્થાન પર છે.
અન્ય ખેલાડીઓની વાત કરીએ તો ન્યુઝિલેન્ડના ઓપનર ટિમ સિફ્ફર્ટ અને ઝડપી બોલર ટિમ સાઉથીએ પાકિસ્તાન સામેની શ્રેણીમાં 2-1થી જીત મેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવ્યા બાદ કારકિર્દીનું શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સિફર્ટ સીરીઝમાં કુલ 176 રન બનાવ્યા પછી તે 24 સ્થાનેથી નવમા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે સાઉદીએ કુલ છ વિકેટ ઝડપીને તે 13માં સ્થાનેથી સાતમા સ્થાને પહોંચી ગયો છે.
સાઉદી તેના કરિયરમાં તમામ ત્રણેય ફોર્મેટમાં ટોપ 10માં પહોંચવામાં સફળ રહ્યો, ત્યારે ટેસ્ટમાં તેના કરિયરના સર્વશ્રેષ્ઠ ચોથા અને વનડે માં 9માં સ્થાન પર છે.
ડેવન કોનવે (62માં) અને ગ્લેન ફિલિપ્સ (72માં) ન્યૂઝીલેન્ડના અન્ય ખેલાડી છે. જે બેટિંગ રેન્કિંગમાં આગળની તરફ વધ્યા છે.
પાકિસ્તાન માટે મોહમ્મદ હફીઝ કુલ 140 રન બનાવી 14માં સ્થાનના ફાયદાથી 33માં સ્થાન પર જ્યારે મોહમ્મદ રિઝવાન 152માંથી 158માં સ્થાન પર પહોંચી ગયો છે.
બોલરોની યાદીમાં ફહિમ અશરફ 13માં, શાહિન આફ્રિદી 16માં અને હરીફ રૌફ 67માં સ્થાને પહોંચ્યા છે.
ટી -20 બોલરો અને ઓલરાઉન્ડર રેન્કિંગમાં અફઘાનિસ્તાનના રાશિદ ખાન અને મોહમ્મદ નબી અનુક્રમે ટોચ પર છે.
આઈસીસી મેન્સ ટી-20 આંતરરાષ્ટ્રીય ટીમ રેન્કિંગમાં પાકિસ્તાન ત્રણ પોઇન્ટથી હારી ગયું છે. જ્યારે ન્યુઝીલેન્ડને ત્રણ પોઇન્ટનો ફાયદો થયો હતો. જોકે પાકિસ્તાને ચોથું અને ન્યુ ઝિલેન્ડ છઠ્ઠા સ્થાને જાળવી રાખ્યું છે.
ઇંગ્લેન્ડે 275 રેટિંગ પોઇન્ટ સાથે ટીમ રેન્કિંગમાં પ્રથમ ક્રમે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા (272) અને ભારત (268) છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે