બ્રિટનમાં AstraZeneca-Oxford રસીના ઉપયોગ માટે મંજૂરી મળી, હવે બધાની નજર ભારત પર, જાણો કેમ

યુનાઈટેડ કિંગડમ એટલે કે બ્રિટને ઓક્સફોર્ડની કોરોના રસીના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. થોડા દિવસમાં બ્રિટનના લોકોને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની  કોરોના રસીનો ડોઝ મળવાનો શરૂ થઈ જશે. બ્રિટનની મંજૂરી બાદ હવે ભારતમાં આશા વધી ગઈ છે. કારણ કે ભારતમાં રસીને ઉપયોગમાં લેવા માટે મંજૂરી લેવાની લાઈનમાં ઓક્સફોર્ડની કોરોના રસી સૌથી આગળ છે. 

બ્રિટનમાં AstraZeneca-Oxford રસીના ઉપયોગ માટે મંજૂરી મળી, હવે બધાની નજર ભારત પર, જાણો કેમ

નવી દિલ્હી: યુનાઈટેડ કિંગડમ એટલે કે બ્રિટને ઓક્સફોર્ડની કોરોના રસીના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. થોડા દિવસમાં બ્રિટનના લોકોને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની  કોરોના રસીનો ડોઝ મળવાનો શરૂ થઈ જશે. બ્રિટનની મંજૂરી બાદ હવે ભારતમાં આશા વધી ગઈ છે. કારણ કે ભારતમાં રસીને ઉપયોગમાં લેવા માટે મંજૂરી લેવાની લાઈનમાં ઓક્સફોર્ડની કોરોના રસી સૌથી આગળ છે. 

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે મેડિસીન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી  (MHRA) તરફથી Oxford University/AstraZeneca's COVID-19 vaccine ના ઉપયોગ માટે મંજૂરી આપવાની ભલામણને આજે સ્વીકારી લીધી છે. અત્રે જણાવવાનું કે બ્રિટને સૌથી પહેલા ફાઈઝરની કોરોના રસીને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. અત્યાર સુધીમાં લગભગ સાત લાખથી વધુ લોકોને ફાઈઝર રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. આ બધા વચ્ચે ઓક્સફોર્ડની કોરોના રસીને પણ બ્રિટને મંજૂરી આપી દીધી છે. તેનો અર્થ એ થયો કે આ રસી સુરક્ષિત અને પ્રભાવી બંને છે. 

ઓક્સફોર્ડની રસી નિર્માતા કંપની એસ્ટ્રાજેનેકાને બ્રિટને 100 મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો છે. જેનાથી 50 મિલિયન લોકોને રસી મૂકવામાં આવશે. ભારતમાં પણ આગામી અઠવાડિયા સુધીમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે. ભારતમાં આ રસીને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા સાથે મળીને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા બનાવી રહી છે. 

SII ના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે કોવિશિલ્ડના 4-5 કરોડ ડોઝને સ્ટોર કરાયા છે. તેમણે કહ્યું કે એકવાર જ્યારે મંજૂરી મળી જશે તો સરકારે નક્કી કરવાનું રહેશે કે તેઓ કેટલી રસી લઈ શકે છે અને તે પણ કેટલી ઝડપથી. આ સાથે જ SII પ્રમુખે દાવો કર્યો કે અમે જુલાઈ 2021 સુધીમાં લગભગ 30 કરોડ ડોઝનું ઉત્પાદન કરીશું. 

SII ના સીઈઓ અદાર પૂનાવાલાએ દાવો કર્યો હતો કે અમે જે પણ બનાવીશું તેનો 50 ટકા ભાગ ભારત અને બાકીનો ભાગ 'કોવાસ્ક'ને આપતા રહીશું. તેમણે કહ્યું કે 2021ના પહેલા છ મહિનામાં વૈશ્વિક સ્તર પર રસીની કમી પણ જોવા મળશે. પરંતુ આપણે ઓગસ્ટ-સપ્ટેમ્બર 2021 સુધીમાં થોડી રાહત જોઈ શકીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news