COVID-19 Third Wave નું જોખમ વધ્યું, Indonesia માં એક જ અઠવાડિયામાં 100થી વધુ બાળકોના મોત
Trending Photos
નવી દિલ્હી: બાળકો પર કોરોનાની ત્રીજી લહેરનું જોખમ સૌથી વધુ હોવાનું કહેવાઈ રહ્યું છે. અને આ જ કારણ છે કે ભારતમાં બાળકોના રસીકરણ માટેના પ્રયત્નો તેજ કરાયા છે. તજજ્ઞોના જણાવ્યાં મુજબ સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કોરોનાની રસી આવી શકે છે અને તેની ટ્રાયલ ઝડપથી ચાલી રહી છે. પરંતુ અન્ય દેશોમાં બાળકો પર ત્રીજી લહેરની ભયાનક અસર જોવા મળી રહી છે.
100થી વધુ બાળકોના મોત
ઈન્ડોનેશિયામાં ગત એક અઠવાડિયાાં જ 100થી વધુ બાળકોના સંક્રમણની ઝપેટમાં આવ્યા બાદ જીવ ગયા છે. જેના કારણે હવે ત્રીજી લહેરનું જોખમ વધી ગયું છે. મૃતક બાળકોમાં અનેકની ઉંમર તો પાંચ વર્ષથી પણ ઓછી હોવાનું કહેવાય છે. બાળકોનો મૃત્યુદર અહીં સૌથી વધુ છે જેણે ડૉક્ટરો તરફથી બાળકો પર કોરોનાની અસર ઓછી હોવાના દાવા સામે પડકાર રજુ કર્યો છે.
મની કંટ્રોલના રિપોર્ટ મુજબ ઈન્ડોનેશિયામાં આટલી મોટી સંખ્યામાં બાળકોના મોતથી હડકંપ મચી ગયો છે અને સ્થાનિક લોકો તેને સરકારની નિષ્ફળતા ગણવી રહ્યા છે. લોકોમાં ગુસ્સો છે કે સરકાર તરફથી ત્રીજી લહેરના જોખમને જોતા પહેલેથી તૈયારી કેમ કરવામાં ન આવી.
ડેલ્ટા વેરિએન્ટ બન્યું કારણ!
સ્થાનિક ડૉક્ટર અમન પુલુગને જણાવ્યું કે અમારા આંકડા દુનિયામાં સૌથી વધુ છે, બાળકોના સતત મોત થઈ રહ્યા છે પરંતુ આપણે આપણા બાળકો માટે સારી વ્યવસ્થા કેમ કરી શક્યા નહીં. સાઉથ ઈસ્ટ એશિયામાં બાળકોના મોતના વધતા કેસની પાછળ ડેલ્ટા વેરિએન્ટ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે આ સાથે આ દેશોમાં રસીકરણની પ્રક્રિયા પણ ધીમી ગતિએ ચાલે છે.
ઈન્ડોનેશિયા દુનિયાનો ચોથો સૌથી વધુ વસ્તીવાળો દેશ છે. પરંતુ ભારત અને બ્રાઝીલને પાછળ છોડીને ત્યાં સંક્રમણમાં ઝડપથી વધારો નોંધાયો છે. શુક્રવારના આંકડા મુજબ દેશમાં લગભગ 50 હજાર કેસ અને 1500થી વધુ લોકોના મોત થયા છે. ઈન્ડોનેશિયા જ નહીં પરંતુ થાઈલેન્ડ, મલેશિયા, મ્યાન્માર અને વિયેતનામ જેવા દેશોમાં પણ સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
ઈન્ડોનેશિયાની હોસ્પિટલોમાં ઓક્સિજનની ભારે અછત સર્જાઈ રહી છે. સરકારે ઉદ્યોગની જગ્યાએ ચિકિત્સા ઉપાયો માટે ઓક્સિજન આપવાના નિર્દેશ આપ્યા છે. દેશમાં પહેલા 25 ટકા ઓક્સિજન ચિકિત્સા ક્ષેત્રને મળતો હતો. જે હવે વધારીને 90 ટકા કરવામાં આવ્યો છે. આ બાજુ ભારતે મદદ માટે હાથ લંબાવ્યો છે અને ઈન્ડોનેશિયાને 300 ઓક્સિજન કન્સન્ટ્રેટર અને 100 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન સપ્લાય કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે