Corona News: નવા રિસર્ચમાં ખુલાસો, સ્કિન, હોઠ અને નખનો બદલાયેલો કલર પણ Covid-19 ના નવા લક્ષણ


DC ના સંશોધન પ્રમાણે પીળી, ભૂરી, બ્લૂ રંગની ત્વચા, હોંઠ કે નખની ત્વચાનો બદલાયેલો રંગ પણ કોરોનાના નવા લક્ષણ હોઈ શકે છે. આ સાથે શ્વાસ લેવામાં મુશ્કેલી કે છાતીમાં દુખાવો અને નવો ભ્રમ કોરોનાના લક્ષણોમાં સામેલ છે. 
 

Corona News: નવા રિસર્ચમાં ખુલાસો, સ્કિન, હોઠ અને નખનો બદલાયેલો કલર પણ Covid-19 ના નવા લક્ષણ

નવી દિલ્હીઃ Covid-19 New Symptoms: અમેરિકાની CDC ના સંશોધન પ્રમાણે, પીળા (Pale),  ભૂરી કે ગ્રે  (gray), હ્લૂ રંગની ત્વચા (blue- colored skin), હોંઠ કે નખ, ત્વચાના બદલતા રંગ પણ કોવિડના નવા લક્ષણ હોઈ શકે છે. મહત્વનું છે કે છેલ્લા બે વર્ષથી સતત કોરોના વાયરસ અને વેના વિભિન્ન વેરિએન્ટના સંક્રમણમાં અલગ-અલગ પ્રકારથી લક્ષણ (Coronavirus Symptoms) સામે આવતા રહ્યા છે. એક અમેરિકી સંસ્થા સેન્ટર ઓફ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ( Centers for Disease Control and Prevention) એ પોતાના નવા રિસર્ચમાં દાવો કર્યો છે કે પૂર્વના કોવિડ19 ના પૂર્વ લક્ષણો સિવાય હવે કેટલાક નવા લક્ષણ સામે આવ્યા છે.  CDC ના સંશોધન પ્રમાણે પીળી, ભૂરી, બ્લૂ રંગની ત્વચા, હોંઠ કે નખની ત્વચાનો બદલાયેલો રંગ પણ કોરોનાના નવા લક્ષણ હોઈ શકે છે. 

સીડીસીએ પોતાના નવા રિચર્સમાં આ લક્ષણ કર્યા સામેલ.
– શ્વાસ લેવામાં મુશ્કેલી (Trouble breathing)

– છાતીમાં સતત દુખાવો કે દબાણ (Persistent pain or pressure in the chest)

– નવો ભ્રમ (New confusion)

જાગવા કે જગાડવામાં અસમર્થતા (Inability to wake or stay awake)
CDC નું કહેવું છે કે તેમની યાદીમાં તમામ સંભવિત લક્ષણ નથી. તમે મેડિકલ સર્વિસને કોઈપણ અન્ય લક્ષણ માટે કોલ કરો જે તમારા માટે ગંભીર કે સંબંધિત છે. ઇમરજન્સી સુવિધા પર કોલ કરો. જો કોઈને કોરોના છે કે બની શકે કે તમે ઇમરજન્સી સુવિધાઓ માટે સંપર્ક કરો. 

પહેલા હતા આ મુખ્ય લક્ષઅ
CDC એ પહેલાં કોરોનાના લક્ષણોમાં 11 મુખ્ય લક્ષણ જણાવ્યા હતા. કોવિડ-19 વાળા લોકોમાં લક્ષણોની એક વિસ્તૃત સિરીઝ હોય છે. જેમાં હળવા લક્ષણોથી લઈને ગંભીર બીમારી સુધી હોય છે. વાયરસના સંપર્કમાં આવ્યાના 2-14 દિવસ બાદ લક્ષણ ગંભીર દેખાય છે. કોઈને હળવાથી લઈને ગંભીર લક્ષણ હોઈ શકે છે. આ લક્ષણોવાળા લોકોમાં કોરોના હોઈ શકે છે. 

1. તાવ કે ઠંગી લાગવી (Fever or chills)
2. કફ (Cough)
3. શ્વાસની તકલીફ કે શ્વાસ લેવામાં મુશ્કેલી (breath Shortness or difficulty in breathing)
4. થાક (Fatigue)
5. સ્નાયુઓ કે શરીરમાં દુખારો (Muscle or body aches)
6. માથાનો દુખાવો (Headache)
7. સ્વાદ કે  સૂંઘવાની શક્તિમાં ઘટાડો (Loss of Taste or smell)
8. ગળામાં ખારાશ (Sore throat)
9. નાકમાંથી પાણી નિકળવું (Congestion or runny nose)
10. ઉલ્ટી (Nausea or vomiting)
11. ઝાડા (Diarrhea)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news