ગધેડું કરી દેશે માલામાલ! જાણો કઈ રીતે થાય છે કમાણી? શું છે દૂધ અને પાઉન્ડરનો ભાવ?

તમને માનવામાં નહીં આવે પણ જે ભેંસનું દૂધ 60થી 70 રૂપિયાનું લીટર વેચાય છે. જે ગાયનું દૂધ 50થી 60 રૂપિયાનું લીટર વેચાય છે...જેની સામે ગધેડાનાના દૂધનો ભાવ ત્રણ હજાર રૂપિયા લીટર છે અને જો તમે દૂધનો પાઉડર બનાવી દો તો એક કિલોનો ભાવ 30 હજાર રૂપિયા છે.

ગધેડું કરી દેશે માલામાલ! જાણો કઈ રીતે થાય છે કમાણી? શું છે દૂધ અને પાઉન્ડરનો ભાવ?

ઝી બ્યુરો/બનાસકાંઠા: તમે ગાય-ભેંસ કે પછી ઘોડાના પાલન વિશે સાંભળ્યું હશે. પરંતુ ક્યારે ગધેડાના પાલન વિશે સાંભળ્યું છે? તમારે જવાબ કદાચ ના જ હશે. પરંતુ અમે આપને એક એવા પશુપાલકની વાત કરીશું જેમણે ગધેડાનું ફાર્મ બનાવ્યું છે. આપણે જેને ધૃણાસ્પદ નજરે જોઈએ છીએ તે ગધેડાથી થતી કમાણી વિશે જાણશો તો ચોંકી જશો. ગધેડા પાલનમાં કેટલી છે કમાણી?

  • ગાય-ભેંસના કરતાં અનેક ઘણી કમાણી
  • 60-70 નહીં પણ 3 હજારનું લીટર વેચાય છે દૂધ 
  • જો પાઉડર બનાવ્યો તો 30 હજારનો મળે છે ભાવ
  • ગાય-ભેંસના દૂધનો મળે છે આટલો ભાવ?
  • નબળું ગણીએ તે ગધેડુ કરી દે છે માલામાલ

ગુજરાતમાં મોટા પાયે ગાય, ભેંસ, બકરી સહિત પાલતુ પશુઓનું પાલન થાય છે. આ પશુપાલનથી અનેક પરિવારો લાખોની કમાણી કરે છે. તમે આવા અનેક પશુપાલકો ને જોયા હશે પરંતુ ક્યારેય ગધેડાની પાલન કરતા લોકોને જોયા છે? જે પ્રાણીને આપણે ધૃણાથી જોઈએ છીએ. જે પ્રાણીના નામનો ઉપયોગ સામેવાળા વ્યક્તિને નીચો બતાવવા માટે કરીએ છીએ...તે જ પ્રાણી પાલનકર્તાને માલામાલ બનાવી દે છે.

તમને માનવામાં નહીં આવે પણ જે ભેંસનું દૂધ 60થી 70 રૂપિયાનું લીટર વેચાય છે. જે ગાયનું દૂધ 50થી 60 રૂપિયાનું લીટર વેચાય છે...જેની સામે ગધેડાનાના દૂધનો ભાવ ત્રણ હજાર રૂપિયા લીટર છે અને જો તમે દૂધનો પાઉડર બનાવી દો તો એક કિલોનો ભાવ 30 હજાર રૂપિયા છે. તેથી જ બનાસકાંઠના એક ખેડૂતો ડોન્કી ફાર્મ બનાવીને ગધેડાનું પાલન શરૂ કરી દીધું છે. 

કેટલું ઉપયોગી ગધેડું?

  • ભેંસનું દૂધ 60થી 70 રૂપિયાનું લીટર વેચાય છે
  • ગાયનું દૂધ 50થી 60 રૂપિયાનું લીટર વેચાય છે
  • ગધેડાનાના દૂધનો ભાવ 3 હજાર રૂપિયા લીટર
  • ગધેડાના દૂધનો પાઉડરનો ભાવ 1 કિલોનો 30 હજાર રૂપિયા

બનાસકાંઠા જિલ્લાના ગઢ ગામના જગદીશ પટેલ નામના ખેડૂતે સોશિયલ મીડિયામાં જોઈને આ ગધેડા પાલન શરૂ કર્યું છે. રાજસ્થાનથી 16 જેટલા ગધેડા તેઓ લાવ્યા છે. ગધેડાની નિભાવણીનો ખર્ચ નહિવત હોય છે. પરંતુ આવક અનેકગણી હોય છે. ગાય-ભેંસ 4થી 5 લીટર જેટલું દૂધ રોજનું આપે છે. પરંતુ ગધેડું 300થી 400 ગ્રામ જ દૂધ આપે છે. પરંતુ આટલા દૂધમાં જે પૌષ્ટીક તત્વો અને વિટામીન મળે છે તે બીજા કોઈ દૂધમાં મળતાં નથી.

કોઈ વ્યક્તિ કહ્યું માનતો ન હોય કે પછી તેને નીચો દેખાડવા માટે આપણે ગધેડા જેવો છે તેવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. ગધેડું ડભણાં ખાઈને જ સીધુ ચાલે તેવું પણ અત્યાર સુધી માનતા રહ્યા છીએ. તો ગધેડાનો ઉપયોગ અત્યાર સુધી માત્ર માલવાહક પશુ તરીકે જ થયો છે. પરંતુ આ જ ગધેડુ એટલું ઉપયોગી છે કે તેનું દૂધ અનેક જાતની દવાઓ અને કોસ્મેટીક આઈટમોમાં થાય છે. 

બનાસકાંઠાના પશુપાલક જગદીશ પટેલનું આ નવું સાહસ જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. જ્યારે શરૂઆત કરી ત્યારે તો અનેક લોકો હાસ્ય રેલાવતા હતા. પરંતુ હવે જ્યારે ગધેડા પાલનથી થતી બંપર આવકથી આજે જગદીશ પટેલના ડોન્કી ફાર્મ પર અનેક લોકો મુલાકાત લેવા આવે છે. ગધેડાનું દૂધ અનેક રીતે ફાયદાકારક છે, પરંતુ ભારતમાં હજુ તેને ફૂડ આઈટમમાં સામેલ કરાયું નથી. જેના કારણે ભારતમાં ગધેડાના દૂધનું માર્કેટ ખુબ ઓછું છે. પરંતુ વિશ્વમાં આ દૂધની મોટી માગ છે. 

તેથી આપણા દેશમાં અને ગુજરાતમાં અનેક જગ્યાએ ગધેડા પાલનનો વ્યવસાય શરૂ થયો છે. ત્યારે જે ગધેડાને આપણે ખરાબ નજરે જોતા હતા તે ગધેડાને હવે ખરાબ નજરે જોતા પહેલા વિચાર કરજો. હવે કોઈ ખરાબ વ્યક્તિને ગધેડા જેવો ન કહેતા કારણ કે આવનારા સમયમાં કદાચ સારા વ્યક્તિ માટે ગધેડાનો શબ્દપ્રયોગ થાય તો નવાઈ નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news