Weight Loss: વજન ઘટાડવાનો આનાથી સરળ રસ્તો બીજો કોઈ નથી, ડાયટ કે એક્સરસાઈઝ વિના પણ ફટાફટ ઘટે છે વજન

Weight Loss: વજન ઘટાડવું મોટા ભાગના લોકોને મુશ્કેલ કામ લાગે છે. તેના માટે કેટલાક લોકો ડાયટિંગ કરે છે તો કેટલાક લોકો કલાકો સુધી જિમમાં મહેનત કરે છે. પરંતુ આ બંને વસ્તુ કર્યા વિના પણ સરળતાથી વજન ઘટાડી શકાય છે. આવું શક્ય કેવી રીતે બને ચાલો તમને જણાવીએ. 

પૂરતી ઊંઘ કરો 

1/6
image

ઊંઘ શરીર માટે ખૂબ જ જરૂરી છે. ઊંઘ પૂરી ન કરવાથી શરીરમાં ગ્રેલીન નામનું હોર્મોન ઉત્પન્ન થાય છે. જેના કારણે ભૂખ વધે છે. જો તમે નિયમિત સાતથી આઠ કલાકની ઊંઘ કરો છો તો ભૂખ પણ કંટ્રોલમાં રહેશે અને વજન પણ વધશે નહીં. 

પ્રોટીન રીચ આહાર 

2/6
image

વજનને ઝડપથી ઘટાડવું હોય તો ડાયટમાં પ્રોટીન રીચ ફૂડનો સમાવેશ કરો. પ્રોટીનથી ભરપુર વસ્તુ બહુ ખાશો તો પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે અને શરીરને જરૂરી પોષક તત્વો પણ મળશે. તેના માટે રોજના આહારમાં દાળ, ઈંડા, ચિકન, માછલી, સોયાબીન વગેરેનો સમાવેશ કરી શકાય છે. 

થોડું થોડું ખાવું 

3/6
image

મોટાભાગના લોકો આ ભૂલ કરતા હોય છે કે તેઓ બપોરે અને રાત્રે ભરપેટ જમે છે. જે લોકોને વજન ઘટાડવું હોય તેમણે આ રીતે ભરપેટ જમવું નહીં. તેણે દિવસમાં પાંચ થી છ નાના-નાના મીલ ખાવાની આદત પાડવી જોઈએ. જો તમે આ રીતે થોડું થોડું કરીને દિવસમાં પાંચથી છ વખત ખાશો તો મેટાબોલિઝમ સ્લો નહીં થાય અને કેલેરી પણ ઝડપથી ડર ન થશે. 

ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો 

4/6
image

પ્રોસેસ્ડ ફૂડ, મીઠાઈ, ચોકલેટ, કેક જેવી વસ્તુઓમાં ખાંડ વધારે પ્રમાણમાં હોય છે અને અનહેલ્ધી ફેટ પણ હોય છે. આવી વસ્તુઓ ખાવાનું છોડી દેવાથી સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને વજન પણ ઘટશે. 

પૂરતા પ્રમાણમાં પાણી પીવું 

5/6
image

દિવસ દરમિયાન ભરપૂર માત્રામાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને મેટાબોલિઝમ પણ તેજ થાય છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

6/6
image