Corona virus: ચીનના 18 પ્રાંતોમાં ફેલાયો ડેલ્ટા વેરિએન્ટ, બ્રાઝિલમાં 910, રશિયામાં 789 કેસ, અમેરિકામાં 1 લાખથી વધુ કેસ
વિશ્વના અનેક દેશોમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી તરફથી જારી આંકડા પ્રમાણે દુનિયાભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધીને 19.77 કરોડને પાર કરી ગયો છે, જ્યારે મહામારીથી મૃત્યુ પામનારની સંખ્યા 42.1 લાખ થઈ ગઈ છે.
Trending Photos
વોશિંગટન/મોસ્કોઃ વિશ્વના અનેક દેશોમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી તરફથી જારી આંકડા પ્રમાણે દુનિયાભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધીને 19.77 કરોડને પાર કરી ગયો છે, જ્યારે મહામારીથી મૃત્યુ પામનારની સંખ્યા 42.1 લાખ થઈ ગઈ છે. બ્રાઝિલ અને રશિયામાં કોરોનાથી થનારા મૃત્યુમાં ઘટાડો થઈ રહ્યો નથી. એટલું જ નહીં અમેરિકામાં ફરી સંક્રમણની શરૂઆત થઈ ગઈ છે. સૌથી ખરાબ સ્થિતિ ફ્લોરિડાની છે.
અમેરિકામાં એક લાખથી વધુ કેસ
અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1,01,171 કેસ મળ્યા છે. 30 જુલાઈ બાદ એક દિવસમાં સૌથી વધુ દર્દીઓની સંખ્યા છે. અમેરિકામાં ડેલ્ટા વેરિએન્ટનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ફ્લોરિડા રાજ્યની સ્થિતિ બેકાબૂ છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર એક સપ્તાહમાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે. અમેરિકામાં દર પાંચ દર્દીઓમાંથી એક સંક્રમિત ફ્લોરિડાનો છે. દર્દીઓની સંખ્યા વધવાને કારણે માસ્ક ફરજીતાય કરી દેવામાં આવ્યું છે.
અમેરિકામાં ફ્લોરિડા બન્યું નવું સંક્રમણનું કેન્દ્ર
ફ્લોરિડા અમેરિકામાં વાયરસનું નવું હોટ સ્પોટ બની ગયું છે. ફ્લોરિડામાં કોરોનાના 21683 નવા કેસ સામે આવ્યા છે. મહામારીની શરૂઆત બાદ આવું પ્રથમવાર છે જ્યારે એક દિવસમાં આટલા વધુ કેસ સામે આવ્યા છે. અમેરિકાના બધા નવા કેસમાં પાંચ ટકા ભાગ ફ્લોરિડાનો છે. આ સપ્તાહે અમેરિકા રાજ્યમાં મહામારીથી 409 લોકોના મોત થયા છે, જેથી મૃત્યુઆંક વધી 39 હજાર થઈ ગયો છે. કોરોનાના નવા કેસમાં એક સપ્તાહમાં 50 ટકાનો વધારો થયો છે.
ચીનના 18 પ્રાંતોમાં ફેલાયો ડેલ્ટા વેરિએન્ટ
સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે ચીનના 18 પ્રાંતોમાં કોરોનાનો ડેલ્ટા વાયરસ ફેલાયો છે. આ રાજ્યોના 27 શહેરોમાં છેલ્લા 10 દિવસમાં સંક્રમણના 300 કેસ સામે આવ્યા છે. આ શહેરોમાં બેઇજિંગ, જિઆંગસૂ અને સિચુઆન સામેલ છે. સ્થિતિ એવી છે કે મધ્ય તથા ઉચ્ચ જોખમ વાળા ક્ષેત્રોની સંખ્યા વધીને 95 ટકા સુધી પહોંચી ગઈ છે. સંક્રમણના પ્રકોપવાળા ક્ષેત્રોથી આવતા લોકો, વાહનો, વિમાનો અને રેલવેને બેઇજિંગમાં આવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
બ્રાઝિલમાં 910 લોકોના મોત
બ્રાઝિલમાં મહામારીથી મોતનો સિલસિલો યથાવત છે. બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં વધુ 910 લોકોના મોત બાદ કુલ મૃત્યુઆંક 5,56,370 થઈ ગયો છે. બ્રાઝિલમાં 37582 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે સંક્રમિતોની સંખ્યા વધી 19,917,855 થઈ ગયા છે. બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે દેશ કોરોનાની નવી લહેરનો સામનો કરી રહ્યું છે.
રશિયામાં 789 લોકોના મોત
રશિયામાં પણ મૃત્યુઆંકમાં ઘટાડો થઈ રહ્યો નથી. રશિયામાં છેલ્લા 24 કલાકમાં 22804 નવા કેસ સામે આવ્યા તો 789 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે રશિયામાં સંક્રમિતોનો આંકડો વધી 6,288,677 થઈ ગયો છે. મહામારીથી મૃત્યુઆંક વધી 159,352 થઈ ગયો છે. મોસ્કોમાં 2484 નવા કેસ સામે આવ્યા છે.
ઓલિમ્પિક દરમિયાન કોરોનાએ વધારી ચિંતા
તો રાયટર અનુસાર ટોક્યો ઓલમ્પિક ગેમ્સ દરમિયાન કોરોના સંક્રમણે ચિંતા વધારી છે. અહીં સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ઓલિમ્પિક સાથે જોડાયેલા લોકો પણ સંક્રમિત થઈ રહ્યાં છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગેમ્સ સાથે જોડાયેલા 18 નવા દર્દીઓ મળ્યા છે. તેમાં એક એથ્લીટ સામેલ છે. અત્યાર સુધી ગેમ્સ સાથે જોડાયેલા 259 લોકો કોરોનાનો શિકાર થયા છે. ટોક્યોમાં રવિવારે 3058 નવા કેસ સામે આવ્યા છે.
પાકિસ્તાન અને ચીનમાં ચિંતા
પાકિસ્તાનમાં રવિવારે કોરોના સંક્રમણના 5026 નવા કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન 62 લોકોના મોત થયા છે. આ સાથે પાકિસ્તાનમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 23,422 થઈ ગઈ છે. તો ચીનમાં નવા 75 કેસ સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ચીનમાં કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ ફેલાય રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે