આજે CM વિજય રૂપાણીનો જન્મદિવસ, રાજકોટમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે મુખ્યમંત્રી
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે જન્મદિવસ છે. મુખ્યમંત્રી પોતાના જીવનના 65 વર્ષ પૂરા કરી 66માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે.
Trending Photos
અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. 2 ઓગસ્ટ એટલે કે આજે વિજય રૂપાણી પોતાના જીવનના 65 વર્ષ પૂરા કરી 66માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. મુખ્યમંત્રી આજે પોતાના જન્મદિવસ નિમિતે રાજકોટમાં હાજર રહેવાના છે. પોતાના વતન રાજકોટમાં મુખ્યમંત્રી વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956માં બર્મામાં થયો હતો. ત્યારબાદ તેઓ
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો 65મો જન્મ દિવસ પણ છે. ત્યારે પ્રજાના સેવક અને કોમન મેન તરીકેની છાપ ધરાવતા વિજય રૂપાણી આ જન્મદિવસ પણ પ્રજાહિતલક્ષી કાર્યોને સમર્પિત કરવાના છે. મુખ્યમંત્રી આજે રવિવાર 2 ઓગસ્ટના દિવસે 66માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ સી.એમ-કોમન મેન તરીકેની એક આગવી ઓળખ સૌના હૃદયમાં ઊભી કરી છે. તેઓ પ્રજાહિતના કામો દ્વારા અને આપત્તિના સમયે પ્રજાની પડખે ઊભા રહી સામાન્ય માનવીની રોજી-રોટીની ચિંતા કરનારા સંવેદનશીલ વ્યક્તિ તરીકે પ્રજા-માનસમાં લોકપ્રિય છે. વિજય રૂપાણી પોતાનો જન્મદિવસ આવા જ પ્રજાહિત અને પ્રજાકિય કામોની સંવેદના સાથે તેમજ વિપદાની વેળાએ લોકોની પડખે રહીને મનાવતા આવ્યા છે.
આ છે મુખ્યમંત્રીનો આજનો કાર્યક્રમ
મુખ્યમંત્રી રૂપાણીના જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમોની વાત કરીએ તો, સૌથી પહેલા તેઓ જન્મ દિવસ નિમિત્તે રાજકોટમાં ઉપસ્થિત રહેશે. જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારબાદ સવારે 8.30 વાગ્યે વજુભાઇ વાળાના આશિર્વાદ લેવા જશે. સવારે 9.30 કલાકે RMCના વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર રહેશે. તો સેવા સેતુ કાર્યક્રમમાં પણ હાજરી આપશે. ઉપરાંત 12.30 કલાકે અનાથ બાળકો સાથે ભોજન લેશે. ત્યારબાદ તેઓ બપોરે 2.00 કલાકે પુજીત રૂપાણી ટ્રસ્ટની મુલાકાત લેશે. જ્યારે સાંજે 5.00 કલાકે ભાજપ કાર્યલાયની મુલાકાત લેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે