કોરોના વાયરસ વેક્સિનને લઈને WHOની ચેતવણી, જાદુઈ ગોળીની જેમ નહીં થાય અસર

Coronavirus Vaccine Updates: કોરોના વાયરસના કેરનો સામનો કરી રહેલા દુનિયાને આગામી થોડા મહિનામાં વેક્સિન આવવાની આશા જાગી છે. તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી જારી કરતા કહ્યું કે, આ વેક્સિન કોઈ જાદુઈ ગોળી નહીં હોય કે તે કોરોના વાયરસને એક ઝટકામાં ખતમ કરી દેશે. 
 

  કોરોના વાયરસ વેક્સિનને લઈને WHOની ચેતવણી, જાદુઈ ગોળીની જેમ નહીં થાય અસર

જિનેવાઃ કોરોના વાયરસના કેરનો સામનો કરી રહેલા દુનિયાને આગામી થોડા મહિનામાં વેક્સિન આવવાની આશા જાગી છે. તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી જારી કરતા કહ્યું કે, આ વેક્સિન કોઈ જાદુઈ ગોળી નહીં હોય કે તે કોરોના વાયરસને એક ઝટકામાં ખતમ કરી દેશે. ડબ્લ્યૂએચઓના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહોમ ઘેબ્યેયિયસે કહ્યુ કે, આપણે લાંબો રસ્તો કાપવાનો છે તેથી બધાએ સાથે મળીને પ્રયાસ કરવા પડશે. 

અમેરિકાના સર્વોચ્ચ વૈજ્ઞાનિકના સલાહકારે પણ આપી ચેતવણી
અમેરિકાના સંક્રમિત રોગ નિષ્ણાંત ડો. એન્થોની સ્ટીફન ફોસીના વરિષ્ઠ સલાહકાર ડેવિડ મારેન્સે કહ્યુ કે, વેક્સિન બનાવવાના દરેક પ્રયાસ એક અંધ પરીક્ષણની જેમ હોય છે. જે શરૂઆતમાં તો સારા પરિણામોની સાથે આવે છે, પરંતુ તેની કોઈ ગેરંટી હોતી નથી કે અંતિમ તબક્કામાં પણ વેક્સિન પોતાની ટ્રાયલ દરમિયાન સફળ સાબિત થશે. અમે આશા કરીએ કે પ્રથમવારમાં જ અમે તેને સાચી સાબિત કરી શકીએ અને 6થી 12 મહિનાની અંદર આપણી પાસે એક વેક્સિન હશે. 

વેક્સિનની સફળતા પર ઘણા વૈજ્ઞાનિકોને શંકા
અમેરિકામાં જોર્જ વોશિંગ્ટન વિશ્વ વિદ્યાલયના મિલકેન ઇન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થમાં વૈશ્વિક સ્વાસ્થ્યના સહાયક પ્રોફેસર વેક્સીનોલોજિસ્ટ જોન એન્ડ્રસે પણ કહ્યું કે, કોરોના વાયરસની એક પ્રભાવી રસીનો વિકાસ એટલો ચોક્કસ નથી જેટલો આપણે વિચારી રહ્યાં છીએ. આ ખતરનાક છે કે વેક્સિન બનાવવાની રેસમાં આપણે તે ભૂલી જઈએ કે આ સમયે શું કરવું જોઈએ. 

મહારાષ્ટ્રમાં હવે અવાજથી થશે કોરોનાની તપાસ, આદિત્ય ઠાકરેએ કહ્યું- સાહિત થઈ ગઈ નવી ટેકનીક

12 ઓગસ્ટે રૂસમાં વેક્સિનનું થશે રજીસ્ટ્રેશન
વિશ્વભરમાં રૂસી કોરોના વેક્સિન પર ઉઠતા સવાલો વચ્ચે રૂસના સ્વાસ્થ્ય મંત્રી મિખાઇલ મુરાશ્કોએ કહ્યુ છે કે રૂસની વેક્સિન ટ્રાયલમાં સફળ રહી છે અને હવે ઓક્ટોબર મહિનાથી દેશમાં વ્યાપક સ્તરે લોકોને રસીકરણનું કામ શરૂ થશે. તેમણે કહ્યું કે, આ વેક્સીનને લગાવવાનો બધો ખર્ચ સરકાર ભોગવશે. તો ડેપ્યુટી સ્વાસ્થ્ય મંત્રી ઓલેગ ગ્રિદનેવે કહ્યુ કે, રૂસ 12 ઓગસ્ટે દુનિયાની પ્રથમ કોરોના વાયરસ વેક્સિન રજીસ્ટર કરાવશે. 

વેક્સિન ક્લિનિકલ ટ્રાયલમાં 100 ટકા સફળ રહી
આ પહેલા રૂસે કહ્યું હતું કે તેની કોરોના વાયરસ વેક્સિન ક્લિનિકલ ટ્રાયલમાં 100 ટકા સફળ રહી છે. આ વેક્સિનને રૂસ રક્ષા મંત્રાલય અને ગમલેયા નેશનલ સેન્ટર ફોર રિસર્ચે તૈયાર કરી છે. રૂસે કહ્યું કે, ક્લિનિકલ ટ્રાયલમાં જે લોકોને આ કોરોના વેક્સિન લગાવવામાં આવી, તે બધામાં  SARS-CoV-2  પ્રત્યે રોગ પ્રતિકારક ક્ષમતા જોવા મળી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news