Imperial College Coronavirus Vaccine: હ્યૂમન ટ્રાયલના બીજા તબક્કામાં પહોંચી બ્રિટનની વધુ એક વેક્સિન

લંડનની ઈમ્પિરિયલ કોલેજની કોરોના વાયરસ વેક્સિન હ્યૂમન ટ્રાયલના બીજા ફેઝમાં પહોંચી ગઈ છે. તેની સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પ્રથમ તબક્કા દરમિયાન વેક્સિને સારો પ્રભાવ દેખાડ્યો છે.

Imperial College Coronavirus Vaccine: હ્યૂમન ટ્રાયલના બીજા તબક્કામાં પહોંચી બ્રિટનની વધુ એક વેક્સિન

લંડનઃ Imperial College Coronavirus Vaccine: લંડનની ઈમ્પિરિયલ કોલેજની કોરોના વાયરસ વેક્સિન હ્યૂમન ટ્રાયલના બીજા ફેઝમાં પહોંચી ગઈ છે. તેની સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પ્રથમ તબક્કા દરમિયાન વેક્સિને સારો પ્રભાવ દેખાડ્યો છે. ટ્રાયલ દરમિયાન બીજા ફેઝમાં 18થી 75 વર્ષની ઉંમરના 105 લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. તેના ચાર સપ્તાહ બાદ બધા સહભાગીઓને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. 

સહભાગીઓ પર ખાસ નજર
ઈન્પિરિયલ કોલેજની ટીમ ક્લીનિકલ ટ્રાયલ સાથે જોડાયેલા બધા સહભાગીઓના સ્વાસ્થ્ય પર ખાસ નજર રાખી રહી છે. વેક્સિનને લઈને અત્યાર સુધી કોઈ નકારાત્મક અસર જોવા મળી નથી. આ વેક્સિન સાથે જોડાયેલા ડેટાને ભેગો કરવા માટે ટીમ બધા સહભાગીઓના લોહીની પણ તપાસ કરશે. 

2021ની શરૂઆદતમાં પ્રોડક્શનની સંભાવના
આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, બીજા તબક્કાના હ્યૂમન ટ્રાયલ બાદ નવેમ્બરમાં આ વેક્સિનના ત્રીજા ટ્રાયલનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન વેક્સિનનું પરીક્ષણ છ હજાર લોકો પર કરવાની યોજના છે. ઈમ્પિરિયલ કોલેજની ટીમે સંભાવના વ્યક્ત કરી છે કે આ વેક્સિન 2021ની શરૂઆતમાં પ્રોડક્શન માટે જઈ શકે છે. 

અલગ પ્રકારની છે આ વેક્સિન
વિશ્વમાં જે અન્ય વેક્સિનનું પરિક્ષણ ચાલી રહ્યું છે, તેમાં મોટા ભાગની નબળી કે વાયરસનું પરિવર્તિત રૂપ છે. જ્યારે ઈમ્પિરિયલ કોલેજની આ વેક્સિન જેનેટિક કોડના સિન્થેટિક સ્ટેન્ડનો ઉપયોગ કરીને વાયરસની અસર ખતમ કરશે. આ વેક્સિન સ્નાયુઓમાં ઇજેક્ટ થયા બાદ સ્પાઇક પ્રોટીન બનવવામાં સહાયતા કરશે. 

વિશ્વમાં 13 વેક્સિન ક્લિનિકલ ટ્રાયલ ફેઝમાં
મહત્વનું છે કે વિશ્વમાં વર્તમાન સમયમાં કોરોના વાયરસ વેક્સિનને લઈને 130થી વધુ સહભાગી કામ કરી રહ્યાં છે. જ્યારે તેમાંથી 13 વેક્સિન ક્લિનિકલ ટ્રાયલના ફેઝમાં પહોંચી ચુકી છે. તેમાંથી સૌથી વધુ ચીનની વેક્સિન હ્યૂમન ટ્રાયલમાં છે. મહત્વનું છે કે, ચીનમાં 5, બ્રિટનમાં 2, અમેરિકામાં 3, રૂસ, ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં 1-1 વેક્સિન ક્લિનિકલ ટ્રાયલ ફેઝમાં છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news