Coronavirus New Symptoms સામે આવ્યા, જોવા મળે આ લક્ષણ તો થઇ જાવ સાવધાન

કોરોના વાયરસ (Coronavirus) ટેસ્ટથી પહેલાં શરૂઆતી લક્ષણો જ સંક્રમિત વ્યક્તિની ઓળખ કરવામાં આવે છે. મુખ્ય લક્ષણ તાવ, ખાંસી, શરદી, ગળામાં ખરાશ કહેવામાં આવતા હતા. અત્યાર સુધી તે લક્ષણોના આભારે સંક્રમિત લોકોની પુષ્ટિ કરવામાં આવતી હતી પરંતુ હવે કોરોનાના વધુ એક લક્ષણ (Corona Symptoms) સામે આવી રહ્યા છે. કિંગ્સ કોલેજ લંડનના પ્રોફેસર ટીમ સ્પેક્ટરએ 'કોરોના ટંગ' (Corona Tongue) ને પણ કોરોનાના લક્ષણોમાં સામેલ કરવાની માંગ કરી છે. 
Coronavirus New Symptoms સામે આવ્યા, જોવા મળે આ લક્ષણ તો થઇ જાવ સાવધાન

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) ટેસ્ટથી પહેલાં શરૂઆતી લક્ષણો જ સંક્રમિત વ્યક્તિની ઓળખ કરવામાં આવે છે. મુખ્ય લક્ષણ તાવ, ખાંસી, શરદી, ગળામાં ખરાશ કહેવામાં આવતા હતા. અત્યાર સુધી તે લક્ષણોના આભારે સંક્રમિત લોકોની પુષ્ટિ કરવામાં આવતી હતી પરંતુ હવે કોરોનાના વધુ એક લક્ષણ (Corona Symptoms) સામે આવી રહ્યા છે. કિંગ્સ કોલેજ લંડનના પ્રોફેસર ટીમ સ્પેક્ટરએ 'કોરોના ટંગ' (Corona Tongue) ને પણ કોરોનાના લક્ષણોમાં સામેલ કરવાની માંગ કરી છે. 

જીભ પર ઘા, સોજો અને મોંઢામાં અલ્સર
સ્વાસ્થ્ય સંબંધી ગાઇડલાઇન અને રોગોના લક્ષણ તથા દવા વિશે રિસર્ચ તથા નિયમ નક્કી કરનાર સંસ્થા (NHS)ને પ્રોફેસર ટીમ સ્પેક્ટરે કહ્યું કે 'કોરોના ટંગ' (Corona Tongue) ને કોરોના વાયરસ (Coronavirus) ના સત્તાવાર લક્ષણ જાહેર કરવામાં આવ્યા. આમ થતાં અજાણતાં કોરોના સંક્રમિત વ્યક્તિને સમયસર સારવાર મળી શકશે નહી અને સંક્રમણ ઝડપથી ફેલાતું રહેશે. કિંગ્સ કોલેજના પ્રોફેસર ટીમ સ્પેક્ટરનો દાવો છે કે સંક્રમિત લોકોની વધતી જતી સંખ્યા વચ્ચે જીભ પર ઘા, સોજો અને મોંઢામાં અલ્સર જેવા લક્ષણ સામે આવી રહ્યા છે. 

અત્યાર સુધી ફક્ત ત્રણ જ લક્ષણો જાહેર
NHS હાલમાં ફક્ત સંક્રમણના ત્રણ લક્ષણો (Corona Symptoms)ને જ ગણવામાં આવે છે- તાવ, સતત ખાંસી અને ગંધ અથવા સ્વાદ એટલે કે આ લક્ષણોવાળા વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થઇ શકે છે. એવામાં તે લોકોને આઇસોલેટ કરવામાં આવી શકશે. અને ટેસ્ટ કરાવવામાં આવશે. 

તમને જણાવી દઇએ કે લંડનના પ્રોફેસર સ્પેક્ટર અને શોધકર્તાએ એક સિસ્ટમ્સ ટ્રેકિંગ એપ બનાવી છે. જેના દ્વારા બ્રિટનના લાખો લોકો પોતાના લક્ષણોના રિપોર્ટ કરી રહ્યા છે. આ એપ દ્વારા લક્ષણોની એક યાદી તૈયાર કરવામાં આવી છે. જે આ પ્રકારે છે- 

1. લોસ ઓફ સ્મેલ/ટેસ્ટ

2. સતત ખાંસી

3. થાક

4. ભૂખ ઓછી લાગવી

5. સ્કિન પર ચકામા

6. પિત્ત

7. તાવ

8. માંસપેશીઓના દુખાવો

9. શ્વાસ લેવામાં તકલીફ

10. ઝાડા

11. બેભાવ

12. પેટમાં દુખાવો

13. છાતીમાં દુખાવો

14. ખરાશ

15. આંખોમાં દુખાવો

16. ગળામાં દુખાવો

17. ઉલટી અથવા ઉબકા

18. માથાનો દુખાવો

19. ચક્કર અથવા ઓછું દેખાવવું

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news