નેતાજીની પુસ્તકના 6 પાનામાં એવુ તો શું હતું, જેને ભારત સરકારે ગુપ્ત જાહેર કર્યાં...

નેતાજીની પુસ્તકના 6 પાનામાં એવુ તો શું હતું, જેને ભારત સરકારે ગુપ્ત જાહેર કર્યાં...
  • આઝાદ હિન્દ ફૌજ પર લખાયેલ અનેક પુસ્તક નેતાજીની પરાક્રમી સેના પુસ્તકના 6 પાનાને લઈને વિવાદ છે
  • નેતાજીનું મોત વિમાન અકસ્માતમાં થયં હતું. પરંતુ તપાસ કમિટીએ જણાવ્યું કે, દુર્ઘટના બાદ પણ નેતાજી જીવિત હતા

ઝી મીડિયા/બ્યૂરો :દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત દિવસોમાં જાહેરાત કરી હતી કે, સુભાષ ચંદ્ર બોઝની જયંતી (Subhas Chandra Bose) એટલે કે 23 જાન્યુઆરીને પરાક્રમ દિવસ (Parakram Diwas) ના રૂપમાં ઉજવવામાં આવશે. આજે નેતાજીની જયંતી એટલે કે પરાક્રમ દિવસ છે. આવામાં શક્ય છે કે, નેતાજીનું મોત 1945 ના તાઈપેઈના વિમાન અકસ્માતમાં નહિ, પરંતુ કેટલાક વર્ષો પહેલા જ તેમનુ મોત નિપજ્યુ છે. આ વાતની સત્યતાને પ્રમાણિત કરવા માટે અને તેને નકારવા માટેના પુરાવા બહુ જ ઓછા ઉપલબ્ધ છે. 

આઝાદ હિન્દ ફૌજ પર લખાયેલ અનેક પુસ્તક નેતાજીની પરાક્રમી સેના પુસ્તકના 6 પાનાને લઈને વિવાદ છે. કેમ કે, આ પુસ્તકના આ 6 પાનાને ભારત સરકાર દ્વારા ગુપ્ત રાખવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા તેને જ્યારે ગુપ્ત જાહેર કરવામાં આવ્યા છે, ત્યારથી આ પુસ્તક લોકોની વચ્ચે નેતાજીના જીવન (Subhas Chandra Bose Birthday) ને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. લોકો એવું માને છે કે, આ પુસ્તાકમાં નેતાજીના વિમાન અકસ્માત વિશે અનેક માહિતી ઉપલબ્ધ છે. 

આ પણ વાંચો : આઈફોન માંગનારી હીનાનો ઓડિયો થયો વાયરલ, memes તો તેના કરતા પણ ચઢિયાતા છે

કહેવાય છે કે, 18 ઓગસ્ટ 1945 માં નેતાજીનું મોત તાઈપેઈમાં એક વિમાન દુર્ઘટનામાં થયુ હતુ. જોકે, નેતાજી (Netaji) નું મોત હંમેશાથી જ રહસ્ય અને ચર્ચાનો વિષય રહ્યું છે. કેમ કે, ફેમસ લેખક અનુજ ઘર તેમજ અન્ય લેખકો તેમજ હિસ્ટ્રી ટીવી ચેનલ પર પ્રસારિત કેટલાક શોના અનુસાર, નેતાજીનું વિમાન અકસ્માતમાં મોત નથી થયું. કેમ કે, જે તાઈપેઈમાં વિમાન અકસ્માતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે વિમાન ઘટનાના કોઈ રેકોર્ડ તાઈપેઈ એરપોર્ટ ઓથોરિટી પાસે નથી. તેમનુ કહેવુ છે કે, એ દિવસે આવી કોઈ ઘટના બની ન હતી. જોકે, જે અસ્થીઓને નેતાજીની હોવાનું કહેવાય છે, તેને લઈને પણ વિવાદ બન્યો છે. 

તાસકંદમાં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે કરાર થવા જઈ રહ્યા હતા, તે દરમિયાન શાસ્ત્રીજીએ ભારતમાં ફોન પર કહ્યું હતું કે, તેમની પાસે કંઈક ખાસ છે. પરંતુ તેઓ શું ખાસ છે તે જણાવી શક્તા તે પહેલા જ રહસ્યમયી રીતે તેમનુ મોત નિપજ્યું હતું. પરંતુ તાસ્કંદમાં થયેલા કરારની એક તસવીર બહુ જ ચર્ચામાં રહે છે. જેમાં નેતાજી જેવો જ કોઈ શાસ્ત્રીજી અને અન્ય અધિકારીઓ સાથે જોવા મળ્યા હતા. જોકે, અત્યાર સુધી તેની પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો : જુનાગઢના આ ખેડૂતે વધારાની આવક મેળવવાનો રસ્તો શોધી લીધો

એટલુ જ નહિ, નેતાજીના મોત બાદ ત્રણ તપાસ કમિટી બનાવવામાં આવી હતી. આ તપાસ કમિટિઓએ પોતાના રિપોર્ટ પણ સબમિટ કર્યા હતા. પરંતુ 2 તપાસ આયોગે પોતાના રિપોર્ટમાં કહ્યું કે, નેતાજીનું મોત વિમાન અકસ્માતમાં થયં હતું. પરંતુ તપાસ કમિટીએ જણાવ્યું કે, દુર્ઘટના બાદ પણ નેતાજી જીવિત હતા. આ કમિટીની અધ્યક્ષતામાં એમકે મુખરજી હતા. ઉલ્લેખનીય છે કે, આ ખબર સામે આવ્યા બાદ નેતાજીના પરિવારમાં તિરાડો પડવા લાગી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news