6 ફૂટનું સોશિયલ ડિસ્ટન્સનો નિયમ પુરતો નથી, 20 ફૂટ સુધી જઇ શકે છે વાયરસ

કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે એકબીજાથી છ ફૂટનું અંતર જાળવવાનો નિયમ પુરતો નથી. કારણ કે આ જીવલેણ વાયરસ છીંકવાથી અથવા ખાંસીથી લગભગ 20 ફૂટ સુધી જઇ શકે છે. એક રિસર્ચમાં આ દાવો કરવામાં આવ્યો છે.

6 ફૂટનું સોશિયલ ડિસ્ટન્સનો નિયમ પુરતો નથી, 20 ફૂટ સુધી જઇ શકે છે વાયરસ

લોસ એંજિલસ: કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે એકબીજાથી છ ફૂટનું અંતર જાળવવાનો નિયમ પુરતો નથી. કારણ કે આ જીવલેણ વાયરસ છીંકવાથી અથવા ખાંસીથી લગભગ 20 ફૂટ સુધી જઇ શકે છે. એક રિસર્ચમાં આ દાવો કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોના વિભિન્ન વાતાવરણની સ્થિતિઓમાં ખાંસી ખાવી, છિંકવું અને શ્વાસ છોડતી વખતે નિકળનાર સંક્રમક બૂંદોના પ્રસારનું મોડલ તૈયાર કરવામાં આવ્યું છે અને જાણવા મળ્યું છે કોરોના વાયરસ શરદી અને ભેજવાળા વાતાવરણમાં ત્રણ ગણો ફેલાઇ શકે છે. 

આ શોધકર્તાઓમાં અમેરિકાના સાંતા બારબરા સ્થિત કેલિફોર્નિયા યુનિવર્સિટીના રિસર્ચકર્તા પણ સામેલ હતા. તેમના અનુસાર છિંકવું અથવા ખાંસી ખાતી વખતે નિકળનાર સંક્રમક છાંટા વિષાણુને 20 ફૂટના અંતર સુધી લઇ જઇ શકે છે. જોકે સંક્રમણને ફેલાતું અટકાવવા માટે હાલ છ ફૂટનું સામાજિક અંતરનો નિયમ પુરતો નથી. 

ગત શોધના આધારે તેમણે જણાવ્યું કે છિંકવું, ખાંસી ખાવી અને સામાન્ય વાતચીતથી લગભગ 40,000 છાંટા નિકળે છે. આ છાંટા પ્રતિ સેકન્ડમાં કેટલાક મીટરથી માંડીને સો મીટર દૂર સુધી જઇ શકે છે. આ ગત રિસર્ચને લઇને વૈજ્ઞાનિકોએ કહ્યું કે છાંટાની ગતિ વાયુગતિકી, ગરમી અને પર્યાવરણની સાથે તેમના પ્રભાવની પ્રક્રિયા વાયરસના પ્રસારની પ્રભાવશીલતા નિર્ધારિત કરે છે. વૈજ્ઞાનિકોએ શ્વસન બૂંદોના માધ્યમથી કોવિડ-19નું સંચરણ માર્ગ ઓછા અંતરના છાંટા અને લાંબા અંતરના એરોસોલ કણોમાં વિભાજીત છે. 

હવામાનનો બદલાતો પ્રભાવ
રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે મોટા છાંટા ગુરૂત્વાકર્ષણના કારણે સામાન્ય રીતે કોઇપણ વસ્તુ પર જામી જાય છે જ્યારે નાના છાંટા, એરોસોલ કણોને બનાવવા માટે ઝડપથી વાષ્પિત થઇ જાય છે, આ કણ વાયરસ લઇ જવામાં સક્ષમ હોય છે અને કલાકો સુધી હવામાં ફરે છે. તેના વિશ્લેષણ અનુસાર હવામાનનો પ્રભાવ પણ હંમેશા એક જોવો હોતો નથી.

શોધકર્તાએ જણાવ્યું કે ઓછા તાપમાન અને ઉચ્ચ આર્દ્વતા છાંટા દ્વારા થનાર સંચરણમાં મદદગાર થાય છે જ્યારે ઉચ્ચ તાપમાન અને ઓછી આર્દ્વતા નાના એરોસોલ-કણોને બનાવવામાં મદદગાર હોય છે. 

વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં લખ્યું કે રોગ નિયંત્રણ અને સીડીસી દ્વારા અનુશંસિત છ ફૂટનું અંતર વાતારવરણની કેટલીક સ્થિતિઓમાં અપર્યાપ્ત હોઇ શકે છે, કારણ કે ઠંડા અને ભેજયુક્ત હવામાનમાં છિકવું અથવા ખાંસી ખાતી વખતે નિકળનાર છાંટા છ મીટર (19.7 ફૂટ) દૂર જઇ શકે છે. 

રિસર્ચમાં રેખાંકિત કરવામાં આવ્યું છે કે ગરમ અને શુષ્ક હવામાનમાં આ છાંટા ઝડપથી વાષ્પિત થઇને એરોસોલ કણોમાં બદલાઇ જાય છે જે લાંબા અંતર સુધી સંક્રમણ ફેલાવવામાં સક્ષમ હોય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ નાના કણો ફેફસાંમાં અંદર સુધી દાખલ શકે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે માસ્ક લગાવવાથી એરોસોલ કણો દ્વારા વાયરસનો પ્રસાર થવાની સંભાવના પ્રભાવી રૂપથી ઓછી થઇ જાય છે.  

(ઇનપુટ: ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news