Coronavirus ના વુહાન કનેક્શનને લઇને હવે ચીની વૈજ્ઞાનિકોએ કર્યો આ મોટો દાવો

અમેરિકા (America) સતત કોરોના વાયરસ (Coronavirus) ને લઇને ચીન પર હુમલો કરવામાં આવે છે. અમેરિકાના કોરોનાને ચીનના વુહાનની લેબમાં બનાવવામાં આરોપને ચીને સખતાઇથી નકારી કાઢ્યા છે.

Coronavirus ના વુહાન કનેક્શનને લઇને હવે ચીની વૈજ્ઞાનિકોએ કર્યો આ મોટો દાવો

બીજિંગ: અમેરિકા (America) સતત કોરોના વાયરસ (Coronavirus) ને લઇને ચીન પર હુમલો કરવામાં આવે છે. અમેરિકાના કોરોનાને ચીનના વુહાનની લેબમાં બનાવવામાં આરોપને ચીને સખતાઇથી નકારી કાઢ્યા છે. તો બીજી તરફ ચીનના શોધકર્તાએ ખતરનાક કોરોના વાયરસને લઇને એક દાવો કર્યો છે. ચીનના રિસર્ચનું કહેવું છે કે આ ઘાતક કોરોના વાયરસ વુહાનના વેટ માર્કેટ (Wuhan wet market) માંથી નિકળ્યો નથી. 

પ્રમુખ ચીની વીરોલોજિસ્ટ, જેના રહસ્યમય રીતે ગાયબ થયા બાદ કોરોના વાયરસના વુહાન ઇંસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી (WIV)થી નિકળવાની અટકળો લગાવવામાં આવી હતી. હવે ચીનના એક ન્યૂઝ ચેનલને કોરોના વાયરસને લઇને ઇન્ટરવ્યું આપ્યો હતો. એટલું જ નહી તેમણે સાયન્સનું રાજકારણ થવા પર ચિંતા પણ વ્યક્ત કરી છે. 

ચામાચિડીયા અને તેની સાથે સંકળાયેલા વાયરસ વિશે શોધ કરવા માટે 'બેટ વુમન'ના રૂપમાં જાણિતી શિ ઝેંગલીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ વીચેટ પર કોરોનાના વેટ માર્કેટ (Wuhan wet market) માંથી નિકળનાર સમાચારોનું ખંડન કર્યું છે. બુધવારે ચીની વૈજ્ઞાનિકોએ તે રિપોર્ટોને નકારી કાઢ્યા જેમાં કોરોના વાયરસના વુહાનના સીફૂડ માર્કેટથી નિકળ્યા બાદ દુનિયામાં એક મહામારીના રૂપમાં બદલવાનો દાવો કરવામાં આવ્યો હતો. 

સ્ટેટ રન ગ્લોબલ ટાઇમ્સ ડેલીમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર શાંઘાઇ આધારિત રિસર્ચએ એકવાર ફરી સ્પષ્ટ કર્યું છે કે કોરોના વાયરસની સીફૂડ માર્કેટથી નિકળવાનો દાવો બકવાસ છે. 

કોરોના વાયરસથી દુનિયાભરમાં 56 લાખથી વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર વિશ્વમાં કોરોના વાયરસના કુલ 56.9 લાખ કેસ છે, તેનાથી અત્યાર સુધી 3 લાખ 56 હજાર લોકોના મોત થયા છે. જોકે રાહતની વાત એ છે કે કોવિડ-19 થી 23.5 લાખ લોકો સાજા થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news