માનવામાં ન આવે તેવુ કોરોના વાયરસનું કનેક્શન ચામાચીડિયા બાદ કૂતરા સાથે નીકળ્યું
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (corona virus) કેવી રીતે ફેલાયો, દુનિયામાં આ પ્રશ્નને લઈને હજી પણ હકીકત સામે આવી નથી. અમેરિકા સહિત અનેક દેશોના એક્સપર્ટસે જણાવ્યું કે, તેની ઉત્તપત્તિ ચીનના લેબોરેટરીમાંથી થઈ હતી. તો કેટલાકનું કહેવુ છે કે, ચીનના પશુ બજારમાંથી કોરોના ફેલાયો છે. કોરોના વાયરસના સંક્રમણને લઈને ચામાચીડિયું (bat) અને પેંગોલીન પર પણ આંગળીઓ ચીંધાઈ હતી. હવે એક નવુ રિસર્ચ સામે આવ્યું છે. જેમાં કહેવાયુ છે કે, આ મહામારી માણસોના પાળતુ પ્રાણી કૂતરા (dogs) માંથી ફેલાઈ છે. આ દાવો વૈજ્ઞાનિકોએ બોમ્બશેલ સ્ટડીમાં કર્યો છે.
20મી એપ્રિલ બાદ ગુજરાતમાં ઉદ્યોગો શરૂ કરવાની છૂટ મળી, પણ આ શરતો સાથે...
કેનેડામાં થયેલા આ નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે, ચીનમાં રખડતા કૂતરાઓએ ચામાચીડિયાનું માંસ ખાધું, જેના બાદ તેમનામાં કોરોના વાયરસ થયો. તેના બાદ પાળતૂ કૂતરામાંથી આ વાયરસ માણસોમાં ફેલાયો હતો. એક્સપર્ટસ ડિસેમ્બર 2019થી જ માણસો અને ચામાચીડિયાની વચ્ચેના વાહકને શોધવાનું કામ કરી રહી હતી. જેમાં આ માહિતી સામે આવી છે.
સુરતમાં 5 કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં કરફ્યુની જાહેરાત કરવામાં આવી
કેનેડાની ઓટાવા યુનિવર્સિટીની એક ટીમે દાવો કર્યો છે કે, માણસો સુધી વાયરસ ફેલાવવાનું કામ રખડતા કૂતરાઓએ કર્યું છે. રિસર્ચના હેડ લેખક પ્રોફેસર જુહુઆએ કહ્યું કે, Covid-19 હાલ સમગ્ર વિશ્વમાં પ્રસરી ચૂક્યું છે અને તે ખતરનાક બની રહ્યું છે. પ્રોફેસર જિયાએ કહ્યું કે, અમારી તપાસમાં આ વાયરસ ફેલાવવા માટે જવાબદાર કૂતરા જવાબદાર છે.
આ રિસર્ચમાં સામે આવ્યું કે, ડિસેમ્બર 2019માં જ માણસો અને ચામાચીડિયા વચ્ચે વાહકનું કામ કરનારા પ્રાણીઓ વિશે માલૂમ કરવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. Covid-19 કે આ પ્રકારના અન્ય વાયરસ જેવા ઈબોલા, રેબીઝ અને સાર્સ પહેલા પણ ચામાચીડિયાથી ફેલાઈ ચૂક્યા છે.
કોરોના વાયરસને લઈને પ્રોફેસર જિયાએ કહ્યું કે, એવુ લાગે છે કે, સૌથી પહેલા કૂતરાના આંતરડા સંક્રમિત થયા હતા. જેનાથી તે તેજીથી ફેલાયો હતો અને બાદમાં માણસો પણ તેના સંક્રમણમાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે