લોકોને ટેન્કથી કચડવામાં આવ્યા, બાળકો સામે મહિલાઓ સાથે બળાત્કાર, યુએનમાં બોલ્યા ઝેલેન્સ્કી

ઝેલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંબોધિત કરતા રશિયા પર જોરદાર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે યુક્રેનના નાગરિકોને ટેન્કોથી કચડવામાં આવ્યા, તેમણે સુરક્ષા પરિષદ પર પણ સવાલો ઉઠાવ્યા છે. 

લોકોને ટેન્કથી કચડવામાં આવ્યા, બાળકો સામે મહિલાઓ સાથે બળાત્કાર, યુએનમાં બોલ્યા ઝેલેન્સ્કી

કીવઃ રશિયાના હુમલા વિરુદ્ધ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંબોધિત કરતા રશિયા પર હુમલો કર્યો છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રને કહ્યુ કે, યુક્રેનના નાગરિકોને ટેન્કોથી કચળવામાં આવ્યા, મહિલાઓનો તેમના બાળકોની સામે બળાત્કાર કરવામાં આવ્યો અને મારી નાખવામાં આવી. તેમણે બુચાનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે બુચામાં રશિયાની સેનાએ જે કર્યું તે ક્રુરતા છે. આ સિવાય તેમણે સુરક્ષા પરિષદ પર પણ સવાલ ઉઠાવ્યા છે. 

રશિયાને સુરક્ષા પરિષદમાંથી બહાર કરવાની માંગ
હકીકતમાં રશિયા દ્વારા 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર આક્રમણ કર્યા બાદ ઝેલેન્સ્કીએ પ્રથમવાર સુરક્ષા પરિષદને સંબોધિત કરી છે. તેમણે કહ્યું કે, રશિયાની સેના અને તેને આદેશ આપનારને કાયદાની સામે ઉભા રાખવા જોઈએ. ઝેલેન્સ્કીએ માંગ કરી કે રશિયાને સુરક્ષા પરિષદમાંથી બહાર કરવાની જરૂર છે. જો તમને લાગે છે કે આંતરરાષ્ટ્રીય કાયદાનો સમય હજુ ચાલી રહ્યો છે તો તમારે તત્કાલ કાર્યવાહી કરવી જોઈએ. 

— ANI (@ANI) April 5, 2022

યુક્રેનને 'શાંત ગુલામ' બનાવવા ઈચ્છે છે રશિયા
એટલું જ નહીં યુએનએસસીની બેઠક દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિએ સવાલ ઉઠાવ્યો કે યૂએનએસસીએ જે સુરક્ષા ઉપલબ્ધ કરાવવી જોઈએ, તે ક્યાં છે? યુક્રેનમાં રશિયાની હરકતોને પરિણામે દ્વિતીય વિશ્વ યુદ્ધની સમાપ્તિ બાદથી સૌથી ભીષણ યુદ્ધ અપરાધોના રૂપમાં જોવા મળી રહી છે. ઝેલેન્સ્કીએ આરોપ લગાવ્યો કે રશિયા યુક્રેનને શાંત ગુલામ બનાવવા ઈચ્છે છે અને કહ્યુ કે, રશિયાને તેની હરકતો માટે જવાબદાર ઠેરવવું જોઈએ. 

રશિયન સૈનિકોનું કૃત્ય આતંકીઓ સમાન
ઝેલેન્સ્કીએ તે પણ કહ્યુ કે, રશિયન સૈનિકોના કૃત્ય આતંકીઓથી અલગ નથી. ઝેલેન્સ્કીએ કહ્યુ કે રશિયન સૈનિકોએ જાતીય અને ધાર્મિક વિવિધતાને નષ્ટ કરવાની નીતિ પર કામ કર્યુ, ત્યારબાદ યુદ્ધ ભળકાવ્યું અને ઘણા નાગરિકોના જીવ લીધા. તેમાંથી કેટલાક લોકોની રસ્તા પર હત્યાકરી દેવામાં આવી, તો કેટલાક લોકોને કુવામાં ફેંકી દેવામાં આવ્યા. લોકોની તેના ઘરોમાં હત્યા કરી દેવામાં આવી અને ઘરો પર ગ્રેનેડ હુમલા કરવામાં આવ્યા.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે રાખી પોતાની વાત
આ સિવાય સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે યૂએનએસસીમાં કહ્યુ કે, હું બુચામાં માર્યા ગયેલા નાગરિકોની ભયાનક તસ્વીરો ક્યારેય ભૂલી શકીશ નહીં. હું જવાબદારી નક્કી કરવા માટે તત્કાલ સ્વતંત્ર તપાસનું આહ્વાન કરુ છું. તેમણે કહ્યું કે, દુષ્કર્મ અને યૌન હિંસા વિશે જાણીને સ્તબ્ધ છું. તેમણે કહ્યું કે, વૈશ્વિક અર્થવ્યવસ્થાને આ સમયે ભારે નુકસાન થઈ રહ્યું છે. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં સ્થિતિ વધુ ગંભીર છે. આ યુદ્ધ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને વૈશ્વિક શાંતિ માટે સૌથી મોટા પડકારોમાંથી એક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news