CHINA SANDSTORM: ધૂળની ડમરીઓમાં ઢંકાયું ચીનનું બીજિંગ શહેર, તસવીર જોઈને તમે પણ ચોંકી જશો

ચીનના બીજિંગમાં છેલ્લા 10 વર્ષમાં સૌથી ખતરનાક સેન્ડસ્ટોર્મ આવ્યું. જેના કારણે ફરી એકવાર ચીનની ચિંતામાં વધારો થઈ ગયો છે. આ પહેલાં ગત વર્ષે ચીનના વુહાનથી જ નીકળેલાં કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો હતો.

CHINA SANDSTORM: ધૂળની ડમરીઓમાં ઢંકાયું ચીનનું બીજિંગ શહેર, તસવીર જોઈને તમે પણ ચોંકી જશો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ચીનની રાજધાની બીજિંગમાં છેલ્લા 10 વર્ષમાં સૌથી ખતરનાક સેન્ડસ્ટોર્મ(ધુળનું તોફાન) આવ્યું છે. આ સેન્ડસ્ટોર્મને કારણે સમગ્ર બીજિંગ શહેર પીળા રંગની રોશનીમાં ઢંકાઈ ગયું. અનેક વિસ્તારોમાં ધોળાદિવસે સ્ટ્રીટ લાઈટ્સ તેમજ વાહનચાલકોએ પોતાના વાહનની લાઈટ્સ ચાલુ રાખી હતી. તમામ લોકોએ માસ્ક પહેર્યા હતા. કેટલાક લોકો તો ફુલ ફેસ માસ્ક સાથે જોવા મળ્યા હતા. સેન્ડસ્ટોર્મ એટલું ભયાનક હતું કે એર ક્વોલિટી ઈન્ડેક્સનો આંકડો 1000ને પાર થઈ ગયો હતો. ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ આ આંકડાને સૌથી ઘાતક ગણાવ્યો હતો. આ ધુળનું તોફાન મંગોલિયાના પહાડી વિસ્તારોમાંથી ચીનમાં આવ્યું છે.

No description available.

— Saša Petricic (@sasapetricic) March 15, 2021

ચાઈના મેટરોલોજિકલ એડમિનિસ્ટ્રેશને બીજિંગ અને આસપાસના વિસ્તારોમાં યેલો એલર્ટ જાહેર કર્યું હતું. આ સેન્ડસ્ટોર્મ મંગોલિયાથી શરૂ થઈ ગાંસૂ(GANSU), શાંસી(SHANZI) અને હેબેઈ(HEBEI) સુધી ફેલાયું છે. બીજિંગમાં દિવસે લોકોએ ઘરની તેમજ સ્ટ્રીટ લાઈટ ચાલુ રાખવી પડી. કારણ કે સમગ્ર શહેર પીળા અને ભુરા રંગથી ઢંકાઈ ગયું હતું. આ તોફાન મંગોલિયા અને ચીનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં થયેલા વરસાદ બાદ આવ્યું હતું.

— Jinfeng Zhou (@Zhou_jinfeng) March 15, 2021

બીજિંગમાં એર ક્વોલિટી ઈન્ડેક્સનો આંકડો 500 સુધી પહોંચી ગયો હતો. કેટલાક જિલ્લાઓમાં PM 10 પાર્ટીકલનું સ્તર 2000 માઈક્રોગ્રામ્સ પ્રતિ ક્યુબિક મીટર સુધી પહોંચી ગયું હતું. જ્યારે કેટલાક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 1000ને પાર થઈ ગયું હતું. આ પ્રદુષણ અને સ્વાસ્થ્ય મુજબ અતિશય ખતરનાક છે. શ્વાસ સંબંધી રોગીઓ અને ફેફડા માટે ખતરનાક PM 2.5 પાર્ટીકલનું સ્તર 300 માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર સુધી પહોંચી ગયો છે. જ્યારે ચીનમાં આ સ્ટાન્ડર્ડ 35 માઈક્રોગ્રામ છે. બીજિંગ મોટા ભાગે માર્ચ અને એપ્રિલ મહિનામા્ં સેન્ડસ્ટોર્મ આવે છે. ગોબી રણ નજીક હોવાથી આ સેન્ડસ્ટોર્મ આવતું હોવાનું કારણ છે. કારણ કે ચીનના ઉત્તરમાં જંગલોનું છેદન ઝડપથી કરવામાં આવી રહ્યું છે. આ કારણે ત્યાંથી ઉડતી ધુળ બીજિંગને ઘેરી લે છે.

The Big Bull teaser out: 'ધ બિગ બુલ' નું ટીઝર થયું રિલીઝ, 'મધર ઓફ ઓલ સ્કેમ્સ'

બીજિંગ જે વિસ્તારોથી ઘેરાયેલું છે ત્યાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી પ્રદુષણનું સ્તર બહું વધ્યું છે. બીજિંગમાં 5 માર્ચના જ્યારે સંસદીય કાર્યવાહી શરૂ કરી, તે દિવસે પણ સ્મોગનું પ્રમાણમાં વધુ હતું. આ સ્મોગનું પ્રમાણ વધતા શહેરમાં વિઝિબિલિટીનું સ્તર ઘટીને 1 કિલોમીટર રહી ગયું. જેને કારણે કારો અને અન્ય વાહનોને દિવસે પણ હેડલાઈટ્સ ચાલુ રાખવી પડી હતી. આ સિવાય બીજિંગ અને આસપાસના શહેરોમાં 400થી વધુ ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી હતી.

ચીનની મીડિયા મુજબ આ સેન્ડસ્ટોર્મને કારણે 341 લોકો ગુમ થયા છે. ચીનના નિંગશિયા નામના શહેરમાં લોકોએ જણાવ્યું કે તેઓ રાત્રીના ઉંઘી શક્યા ન હતા. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. ચીનમાં મોટા પ્રમાણમાં વૃક્ષ છેદનની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે બીજી તરફ સરકારે દાવો કર્યો છે કે તેઓ જંગલોને બચાવવા અનેક કામો કરી રહ્યાં છે. જો કે તેમ છતાં દર વર્ષે વૃક્ષ છેદનને કારણે પ્રદુષણના પ્રમાણમાં ભારે વધારો થતો હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news